મીમ મુદ્દે વિવેકે કહ્યું જેમનો ઉલ્લેખ છે તેમને વાંધો નથી પણ લોકોને નેતાગીરી કરવી છે
વિવેક ઓબરોયે એએનઆઇ સાથે વાત કરતા કહ્યું કે, આ પોસ્ટને વગર કારણે જ મહત્વ આપવામાં આવી રહ્યું છે
Trending Photos
નવી દિલ્હી : વિવેક ઓબરોય પોતાની ફિલ્મ મુદ્દે ચર્ચામાં છે પરંતુ બીજી તરફ તેણે ટ્વીટર પર એખ પોસ્ટ કરીને વિવાદ પેદા કરી દીધો છે. વિવેકે પોતાનાં ટ્વીટર પર એખ મીમ શેર કર્યું જેમાં એશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન, વિવેક અને અભિષેક બચ્ચન સાથે જોવા મળે છે. આ પોસ્ટમાં એશ્વર્યાને ટાર્ગેટ કરીને પોલની મજાક ઉડાવવામાં આવી છે. આ પોસ્ટ બાદ વિવેક ઓબરોટ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ વિવેક ઓભરોટે નિવેદન આપતા કહ્યું કે, ખબર નહી કેમ લોકો આ વાતને આટલું મહત્વ આપી રહ્યા છે જ્યારે આ પોસ્ટમાં જેમનો ઉલ્લેખ છે તેમને પણ કોઇ સમસ્યા નથી.
પોલના પરિણામો પટ'નાયક' બદલ્યા, સરકાર બનાવવામાં NDAનો સાથ આપી શકે છે
V Oberoi: Those in the meme don't have a problem, but everyone else has. Kaam karne jaate hain nahi non-issues ke upar netagiri shuru kar dete hain. Didi put someone behind bars for a meme, people are I be put behind bars too. They couldn't stop my film, now they are trying this. https://t.co/SxQehFDWFe
— ANI (@ANI) May 20, 2019
Vivek Oberoi speaks on Sonam Kapoor's reaction to his tweet (on exit polls), "...Aap apni filmon mein thoda kam overact karein aur social media pe thoda kam overreact karein. I've been working in women empowerment for 10 yrs now. I don't think this is hurting anyone's sentiments" pic.twitter.com/pOWAwO29N6
— ANI (@ANI) May 20, 2019
વિવેક ઓબરોયે એએનઆઇ પર વાત કરતા કહ્યું કે, આ પોસ્ટ અયોગ્ય રીતે ચગાવાઇ રહી છે. જ્યારે આ પોસ્ટમાં રહેલા લોકોને પણ આનો કોઇ જ વિરોધ નથી. પરંતુ લોકો નેતાગીરી કરવા માટે આવી વાતોને મહત્વ આપી રહ્યા છે. દીદીએ મીમ બનાવનાર વ્યક્તિને જેલ ભેગો કર્યો અને હવે લોકો મને જેલ મોકલવા માટે તલપાપડ થઇ રહ્યા છે. પરંતુ આ લોકો મારી ફિલ્મને રિલિઝ થતી નહી અટકાવી શકે.
બીજી તરફ સોનમના ટ્વીટનો જવાબ આપતા વિવેક ઓબરોયે કહ્યું કે, સોનમ પોતાની ફિલ્મોમાં થોડુ ઓછું રિએક્ટ કરે અને સોશિયલ મીડિયા પર થોડુ ઓછુ ઓવર રિએક્ટ કરે . હું છેલ્લા 10 વર્ષથી વુમન એમ્પાવરમેન્ટ માટે કામ કરી રહી છું અને મને નથી લાગતું કે મે કોઇની ભાવનાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હોય.
મહારાષ્ટ્રા મહિલા પંચ તરફથી મળેલી નોટિસ અંગે વિવેક ઓબરોયે કહ્યું કે, હું તેમને મળવા માંગીશ. હું તેમની સામે પોતાની વાત કરવા માંગુ છું કારણ કે મને નથી લાગતું કે મે કાંઇ પણ ખોટુ કર્યું હોય. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવેકનાં પોસ્ટ કર્યાના ગણત્રીનાં સમયમાં જ મહારાષ્ટ્ર મહિલા પંચે એક્ટરનાં નામની નોટિસ ઇશ્યું કરી દીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે