Vistara ની નવી ઓફર, યાત્રીઓ સોશિયલ ડિસ્ટન્સ માટે બુક કરી શકશે બે સીટ
Trending Photos
નવી દિલ્હી : સ્થાનીક વિમાન કંપની વિસ્તારાએ યાત્રીઓ માટે વિમાનની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગને ફોલો કરવા માટેની એક નવી સ્કીમ લોન્ચ કરી છે. હવે એકલા યાત્રા કરનારા યાત્રીઓ એક સાથે બે ટિકિટ બુક કરી શકશે, જેમાં એક સીટ ખાલી રહેશે. તેના માટે એક સીટ ખાલી રહેશે. તેના માટે કોઇની પાસેથી કોઇ પણ પ્રકારનું વધારાનું શુલ્ક વસુલવામાં નહી આવે.
કંપનીના મુખ્ય કોમર્શિયલ અધિકારી વિનોદ કાન્ને કહ્યું કે, તેની માહિતી તમામ ટ્રાવેલ એજન્ટને આપવામાં આવી છે. ઝડપથી આ સ્કીમ તેમની વેબાઇઠ પર પણ ચાલુ થઇ જશે. જેના કારણે હવાઇ કંપનીને વધારે કમાણીની તક પણ મળશે ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ થશે.
યાત્રીઓ કરી શકે છે સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમોને ફોલો
આ નવી ઓફરથી વિસ્તારાથી યાત્રા કરનારા યાત્રીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમોનું પાલન કરી શકશે. જો કે વિમાનની અંદર આ નિયમોનું પાલન કરનારા લોકો માટે સમસ્યા થાય છે. સરકાર દ્વારા પહેલા જ વચ્ચેની સીટને ખાલી રાખવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે પણ લાગ્યું કે, તેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહી થાય છે.
વિસ્તારાએ કર્યો હતો સર્વે
કંપનીએ કહ્યું કે તેણે યાત્રીઓ વચ્ચે એક સર્વે કર્યો હતો. કંપનીએ કહ્યું કે, આ વર્ષના અંત થતા પહેલા ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ શકે છે. જો કે સ્થાનિક ઉડ્યનમાં સામાન્ય સંચાલનનું સ્તર પહેલાની જેમ જ આવવાનો સમય લાગશે.
હાલ માત્ર 40 વિમાનોનું સંચાલન
કંપની હાલ રોજનાં 40 વિમાનોનું સંચાલન કરી રહ્યા છે, જે તેની સંપુર્ણ ક્ષમતાનો એક તૃતિયાંશ છે. એક વિમાનમાં માત્ર 90 યાત્રીઓ જ મુસાફરી કરી શકે છે. આ સાથે જ કંપની કાર્ગો ફ્લાઇટ્સના સંચાલનને પણ વધારવા માંગી રહી છે કારણ કે તેના કારણે ઘણી આવક થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે