FACT CHECK: FASTag કૌભાંડના વાયરલ થયેલા આ વીડિયો પર વિશ્વાસ ન કરતા

Fastag Scam Fact Check:  સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહયો છે, જેમાં 'FASTag કૌભાંડ કહેવાયુ છે. હકીકતમાં આ વીડિયો ફેક હોવાનુ સામે આવ્યુ છે

FACT CHECK: FASTag કૌભાંડના વાયરલ થયેલા આ વીડિયો પર વિશ્વાસ ન કરતા

Fastag Scam Fact Check: ગઈકાલથી સોશિયલ મીડિયા પર ફાસ્ટેગ ફ્રોડના નામે એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કહેવાયુ હતું કે, આ કાર સાફ કરનારા બાળકો કેવી રીતે તમારુ ફાસ્ટેગ કોડ સ્કેન કરીને રૂપિયા પડાવી છે. પરંતુ હકીકતમાં વીડિયો ફેક હોવાનુ સામે આવ્યુ છે. આ રીતે સ્માર્ટવોચથી FASTa કૌભાંડ કરવુ શક્ય નથી. 

▶️ This Video is #FAKE

▶️ Such transactions are not possible

▶️ Each Toll Plaza has a unique code pic.twitter.com/n7p01AXF4A

— PIB Fact Check (@PIBFactCheck) June 25, 2022

કરાયેલો દાવો ખોટો છે 
વીડિયોમાં કહેવાયુ હતુ કે, ગાડી સાફ કરનારાની હાથમાં મોંઘી ઘડિયાળ હોય છે. આ ઘડિયાળમાં સ્કેનર હોય છે. તે તમારી કાર પર ચઢીને કાર પર લાગેલા ફાસ્ટેગના કોડને સ્કેન કરે છે. આ સ્કેનરથી તમારા પેટીએમ રૂપિયામાં મૂકેલા રૂપિયા ગાયબ થઈ જશે. જેમ જેમ તમે ફાસ્ટેગ માટે રૂપિયા એડ કરશો તેમ તેમ તમારા રૂપિયા કપાતા જશે. જોકે, વીડિયોમાં કહેવાયેલી એકએક માહિતી ખોટી છે. 

આ વીડિયો પર વિશ્વાસ ન કરતા...

FASTag કૌભાંડનો આ સ્ક્રીપ્ટેડ વીડિયો ફેસબુક પર પોસ્ટ કરાયો હતો, અને જોત જોતામાં વાયરલ થયો હતો. લોકો આ હકીકતને સાચી માની બેસ્યા હતા, પરંતુ હાલ તે ફેક હોવાનુ સામે આવ્યુ છે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news