Viral Photo: Z+ સિક્યોરિટીથી સજ્જ છે આ સીઝનની પ્રથમ કેરી, તોડવાની વાત તો દૂર રહી પથ્થર પણ મારવાની હિંમત કરશો નહી!
ગરમીની સિઝન કેરીની સિઝન વિના અધૂરી છે. ગરમી શરૂ થતાં જ દરેક જગ્યાએ કેરી જોવા મળે છે. ગામમાં રહેતા લોકો ગરમીના દિવસોમાં સીધી ઝાડ પરથી તોડીને કેરી ખાય છે. ઘણા લોકો સીધી તેને તોડી લે છે. કેરીને લઇને આપણા બાળપણના પણ ઘણા કિસ્સા હશે જ્યાં કેરીને ચોરીને ખાવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હી: ગરમીની સિઝન કેરીની સિઝન વિના અધૂરી છે. ગરમી શરૂ થતાં જ દરેક જગ્યાએ કેરી જોવા મળે છે. ગામમાં રહેતા લોકો ગરમીના દિવસોમાં સીધી ઝાડ પરથી તોડીને કેરી ખાય છે. ઘણા લોકો સીધી તેને તોડી લે છે. કેરીને લઇને આપણા બાળપણના પણ ઘણા કિસ્સા હશે જ્યાં કેરીને ચોરીને ખાવામાં આવે છે. તેના માટે ઘણીવાર બગીચાના માલિક ઝાડ પર પહેરો લગાવી દે છે, પરંતુ તેમછતાં આપણે લોકો તે તમામ મુશ્કેલીઓને પાર પાડીને કેરી ચોરી લેતા હતા, પરંતુ હાલમાં જે એક કેરીનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેની સુરક્ષાને તોડવી કોઇના માટે રમતની વાત છે.
આપણે બધાને ખબર છે કે મધમાખીઓ કેટલી ખતરનાક હોય છે. તેને હેરાન કરવાનો અર્થ છે કે જાતે જ મુશ્કેલી વહોરી લેવી કારણ કે જ્યારે આ કરડે છે તો ખૂબ જ દુખાવો થાય છે, પરંતુ હાલમાં એક ફોટો સામે આવ્યો છે જેમાં કેરીની સુરક્ષા મધમાખીઓ કરી રહી છે, જોકે મધમાખીના મધપૂડા પર એક કેરી લટકેલી છે.
આ જુઓ કેરીની Z+ સિક્યોરિટી
Season’s first mango with Z+ security. pic.twitter.com/j3Hap7QTRS
— RK Vij (@ipsvijrk) March 20, 2022
આ ફની પોસ્ટને ipsvijrk નામના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટર પર શેર કરવામાં આવી છે. જેની સાથે તેમણે કેપ્શન લખી, 'સીઝનની પ્રથમ કેરી, તે પણ ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે. સમાચાર લખાયા ત્યાં સુધી તેને 40 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ફોટો જોયા બાદ યૂઝર્સને ટ્વીટ પર ઘણી બધી કોમેન્ટ પણ કરી છે.
Ek baar patthar maar ke try kijiye 🤭🤭
— Kritika Kiran (@kritikaww) March 20, 2022
For my neighbours...😂😎
Unke aane se pehle he appartment mein Z+ wali security taiyaar hai .🤣🤣 pic.twitter.com/CMmBHsn5tB
— VIKASH SINGH TOMAR (@balli_tomar) March 21, 2022
without any weapon the security is too tight 😹😹
— hamla Karris parody (@realhamlakarris) March 20, 2022
એક યૂઝરે લખ્યું 'એકવાર પથ્થર મારીને ટ્રાય કરો'. તો બીજી યૂઝરે લખ્યું ' હથિયાર વિના આટલી કડક સુરક્ષા ક્યાંય જોઇ નથી.' એક અન્ય યૂઝરે લખ્યું 'આ ઝેડ પ્લસ નહી પરંતુ એ ટૂ ઝેડ સિક્યોરિટી છે. આ ઉપરાંત બીજા ઘણા લોકોએ આ સિક્યોરિટી પોતાની પ્રતિક્રિયા આપી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે