RBI Gold Fact Check: સરકારે RBIનું 200 ટન સોનું વિદેશ મોકલ્યું અને 268 ટન ગીરવે રાખ્યું? જાણો આ વાયરલ દાવાની સચ્ચાઈ

RBI Gold Fact Check: દાવા મુજબ RBIનું 200 ટન સોનું ગુપ્ત રીતે વિદેશ મોકલવામાં આવ્યું છે અને 268 ટન સોનું ગિરવે રાખવામાં આવ્યું છે, આ સમગ્ર મામલો મોદી સરકારે ગુપ્ત રાખ્યો છે.

RBI Gold Fact Check: સરકારે RBIનું 200 ટન સોનું વિદેશ મોકલ્યું અને 268 ટન ગીરવે રાખ્યું? જાણો આ વાયરલ દાવાની સચ્ચાઈ

RBI Gold Fact Check: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને લઈને વાયરલ થઈ રહેલા હિન્દી અખબારના કટિંગ પર વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સનસનાટીભર્યો દાવો કરવામાં આવી રહ્યો છે. વાયરલ થયેલા અખબારના કટિંગમાં મોદી સરકાર પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા છે. અખબારમાં પ્રસિદ્ધ થયેલા આ સમાચાર પછી ચારેબાજુ હોબાળો મચી ગયો છે કે મોદી સરકારે આટલું મોટું પગલું કેવી રીતે લીધું. આ મામલાની ગંભીરતાને જોતા PIB ફેક્ટ ચેકે તપાસ કરતાં સમગ્ર સત્ય બહાર આવ્યું છે. ચાલો જાણીએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવાની સત્યતા શું છે?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો દાવો..
અખબારમાં છપાયેલા સમાચાર અનુસાર, ભારતીય રિઝર્વ બેંકનું 200 ટન સોનું ગુપ્ત રીતે વિદેશ મોકલવામાં આવ્યું છે અને 268 ટન સોનું ગીરવે રાખવામાં આવ્યું છે. આટલું જ નહીં વાયરલ થયેલા અખબારના કટિંગમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકારે આ સમગ્ર મામલો ગુપ્ત રાખ્યો છે. તે જ સમયે નવનીત ચતુર્વેદી નામની વ્યક્તિએ પણ ગોલ્ડ રિઝર્વને લઈને આરટીઆઈ દાખલ કરી હતી. 

વાયરલ દાવાની સત્યતા
PIB ફેક્ટ ચેકને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા વિદેશમાં 200 ટન સોનું મોકલવાનો અને 268 ટન સોનું ગીરવે મુકવાનો દાવો સંપૂર્ણપણે નકલી છે. આ અંગે PIB ફેક્ટ ચેકે તેના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ પણ કર્યું છે. જેમાં અખબારની કટિંગ પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે કે આ દાવો ખોટો છે. ભારતીય રિઝર્વ બેંકે આ અહેવાલોને તથ્યપૂર્ણ રીતે ખોટા ગણાવ્યા છે.
----

▪️ RBI का 200 टन सोना विदेश भेजा गया।

▪️ 268 टन सोना गिरवी रखा।#PIBFactCheck

✅यह दावा फ़र्ज़ी है।

@RBI ने इन खबरों को तथ्यात्मक रूप से गलत बताया है।

अधिक जानकारी के लिए पढ़ें👇

— PIB Fact Check (@PIBFactCheck) March 2, 2023

----
ટ્વિટર પર શેર કરેલી પ્રેસ રિલીઝની લિંક
પીઆઈબી ફેક્ટ ચેકે તેના ટ્વિટર પર રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની પ્રેસ રિલીઝની લિંક પણ શેર કરી છે. જે રિઝર્વ બેંક દ્વારા મે 2019માં જારી કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેંકની આ અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરની કેન્દ્રીય બેંકો સુરક્ષિત કસ્ટડી માટે વિદેશમાં તેમના સોનાના ભંડાર રાખે છે. વર્ષ 2014 અને તે પછી, ભારતીય રિઝર્વ બેંકે ભારતમાંથી અન્ય દેશોમાં કોઈપણ પ્રકારનું સોનું શિફ્ટ કર્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news