બેંકોને તમામ રકમ પર કરી દેવાની વાત સાથે ભાવુક થયો માલ્યા... કરી સ્પષ્ટતા

વિજય માલ્યાએ બુધવારે સવારે ફરી એકવાર ટ્વીટ કરીને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, રાજનેતા અને મીડિયા સતત મને ડિફોલ્ટર બનાવી દેવાની ફિરાકમાં છે

બેંકોને તમામ રકમ પર કરી દેવાની વાત સાથે ભાવુક થયો માલ્યા... કરી સ્પષ્ટતા

નવી દિલ્હી : ભાગેડુ વેપારી વિજય માલ્યાએ બેંકોનાં તમામ નાણા (મુળ નાણા વ્યાજ વગર) પરત આપવાનું ટ્વીટ કર્યા બાદ ગુરૂવારે વધારે ટ્વીટ કર્યા હતા. આ વખતે માલ્યાએ બેંકો પાસેથી લીધેલ લોન ચુકવવાનાં પોતાનાં પ્રસ્તાવને મિશેલનાં પ્રત્યાર્પણ સાથે જોડવામાં આવી રહી હોવાની વાતને અયોગ્ય ગણાવી હતી. માલ્યાએ પોતાનાં ટ્વીટમાં કહ્યું કે, તે માત્ર એટલું ઇચ્છે છે કે પૈસા પરત લઇ લેવામાં આવે અને તેને ચોર ન કહેવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે માલ્યાનાં પ્રત્યાર્પણનો મુદ્દો કોર્ટમાં વિચારાધીન છે. ભારત બૈંકોનું 9 હજાર કરોડ રૂપિયાથી વધારે લઇને ભાગી ચુકેલ માલ્યાનાં પ્રત્યાર્પણનાં પ્રયાસો પણ થઇ રહ્યા છે. 

માલ્યાએ પ્રિંસિપલ એમાઉન્ટ(મુળ રકમ) પરત કરવાની વાત કહી
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે અગસ્ટા વેસ્ટલેંડ મુદ્દે કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને મંગળવારે દુબઇથી ભારત લાવવામાં સફળતા મળી છે. ત્યાર બાદ વિજય માલ્યાએ બુધવારે સવારે તબક્કાવાર ટ્વીટ કરીને કહ્યું હતું કે, બૈંકો માટે લેવાયેલ દેવાની તમામ રકમ (પ્રિંસિપલ એમાઉન્ટ) પરત કરવા માટે તૈયાર છે. તેમણે બેંકો અને સરકાર પાસેથી તેને પરત લેવાનો આગ્રહ કરતા લખ્યું કે, પ્લીઝ લઇ લો. ત્યાર બાદ માલ્યાનાં પ્રત્યાર્પણ મુદ્દે ચર્ચાઓ ચાલુ થઇ ગઇ. હવે ગુરૂવારે સવારે માલ્યાએ ટ્વીટ કરીને આ સમગ્ર મુદ્દે પોતાના તરફથી સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો. 

— Vijay Mallya (@TheVijayMallya) December 6, 2018

માલ્યાએ કહ્યું મને યોગ્ય તક નથી આપવામાં આવી રહી
બુધવારે સવારે કરેલા ટ્વીટમાં માલ્યાએ કહ્યું હતું કે, રાજનેતા અને મીડિયા સતત મને ડિફોલ્ટર સાબિત કરવા મથી પડ્યા છે. જો કે જાહેર બૈંકોના પૈસા લઇને ભાગી ગયો. આ તમામ ખોટું છે. મને યોગ્ય તક આપવામાં આવી રહી છે અને તેને ઝડપથી અવાજમાં કર્ણાટક હાઇકોર્ટનાં સમકક્ષ મારા સમગ્ર સેટલમેન્ટ વાળી વાતને ઉંચી અવાજમાં કેમ કહેવામાં આવે... આ દુ:ખદ બાબત છે. 

માલ્યાએ કિંગફિશર એરલાઇન્સનાં દેવાળીયા થવા અને બેંકોની દેવામાફીના મુદ્દે કહ્યું કે, એરલાઇન્સ આંશિત રીતે એટીએફ કિંમતમાં વધારાનાં કારણે આર્થિક સંકટનો સામનો કરી રહી હતી. કિંગફિશર એરલાઇન્સે ક્રૂડની સર્વોચ્ચ સપાટી 140 ડોલર/બેરલનો સામનો કરવો પડ્યો. તેનાં કારણે નુકસાન થયું અને બેંકોના દેવામાંથી તેમાં ખર્ચ થયો. હું બેંકોએ દેવાનાં 100 ટકા નાણા પરત કરવા માટે તૈયાર છું. કૃપા તેનો સ્વિકાર કરો. 

આ ઉપરાંત માલ્યાએ કહ્યું કે, ત્રણ દશકથી ભારતની સૌથી મોટી આલ્કોહલ બ્રીવરેજ ગ્રુપનું સંચાલન કરી રહ્યા છે. તેનાંથી ટેક્સ સ્વરૂપે સરકારી ખજાનાને સેંકડો કરોડો રૂપિયાનું યોગદાન અપાઇ રહ્યું છે. કિંગફિશર એરલાઇન્સ પણ ઘણુ સારૂ યોગદાન કરી રહી છે. તેનું નુકસાનમાં જવું દુખદ રહ્યું. ત્યાર બાદ એક અન્ય ટ્વીટમાં તેમણે કહ્યું કે, પોતાનાં પ્રત્યાર્પણનાં મુદ્દે મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ મે જોઇ છે. આ અલગ મુદ્દો છે અને કાયદો પોતાની રીતે કામ કરશે. સૌથી મહત્વની વાત જનતાનાં પૈસાની છે અને હું તેને 100 પરત આપવા માટે તૈયાર છું.  હું વિનમ્રતાપુર્વક બેંકો અને સરકારને તેનો સ્વિકાર કરવાની અપીલ કરૂ છું. જો તેનો અસ્વિકાર કરવામાં આવે તો જણાવો કેમ ?

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news