80 વર્ષના વૃદ્ધ રાજાએ હાથ કાપીને ગંગામાં વહાવી દીધો હતો, પણ તાબે ન થયા...
દિલ્હીથી બહુ દૂર ગંગા નદીના તટ પર ગંગાપુત્ર ભીષ્મની જેમ જ અન્ય એક વૃદ્ધ અંગ્રેજોની સામે તલવાર લઈને દોડી પડ્યા હતા. રક્તથી રગદોળાયેલા શરીર સાથે આ 80 વર્ષીય રાજપૂત જ્યારે જંગલોમાં યુદ્ધ કરતા, તો એવુ લાગતું કે સાક્ષાત ભૈરવે તાંડવ કર્યું છે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :1857ની ક્રાંતિ અને વીરાંગના લક્ષ્મીબાઈની વાત કરતા કવયિત્રી સુભદ્રા ચૌહાણે લખ્યું છે કે, સિંહાસન ડોલી ઉઠેલા રાજવંશોએ ભૃકુટી તાણી હતી, વૃદ્ધ ભારતમાં ફરીથી નવયુવાની આવી હતી. કવયિત્રીએ આવુ લખીને મોગલોના અંતિમ સમ્રાટ બહાદુર શાહ જફર તરફ ઈશારો કર્યો છે. કેમ કે, તેઓ અશક્ત થઈ રહ્યા હતા, પરંતુ ક્રાંતિકારીઓના કહેવા પર અંગ્રેજો સામે લલકાર ભરી હતી. ભલે ઈતિહાસ, ક્રાંતિનું કેન્દ્ર બહાદુર શાહ ઝફરને માને, પરંતુ દિલ્હીથી બહુ દૂર ગંગા નદીના તટ પર ગંગાપુત્ર ભીષ્મની જેમ જ અન્ય એક વૃદ્ધ અંગ્રેજોની સામે તલવાર લઈને દોડી પડ્યા હતા. રક્તથી રગદોળાયેલા શરીર સાથે આ 80 વર્ષીય રાજપૂત જ્યારે જંગલોમાં યુદ્ધ કરતા, તો એવુ લાગતું કે સાક્ષાત ભૈરવે તાંડવ કર્યું છે. અંગ્રેજોની ફોજ જેમની સામે ટકી ન શકી, અને પોતાનો જીવ બચાવવા ભાગી છૂટી, એવા શૂરવીર હતા વીર કુવંર સિંહ.
ગુજરાતના 2 મજેદાર viral video : રસ્તા પર લડી પડ્યા વર્ષો જૂના જાની દુશ્મન....
ભોજ શાસકોના વંશજ હતા કુંવર સિંહ
વીર કુંવર સિંહનો જન્મ 13 નવેમ્બર 1777ના રોજ બિહારના ભોજપુર જિલ્લાના જગદીશપુર ગામમાં થયો હતો. તેમના પિતા બાબુ સાહબજાદા સિંહા પ્રસિદ્ધ ભોજ શાસકોના વંશજોમાંથી એક હતા. તેમના માતા પંચરત્ન કુંવર હતા. તેના નાના ભાઈ અમર સિંહ, દયાળુ સિંહ અને રાજપતિ સિંહ તેમજ આ જ ખાનદાનના બાબુ ઉદવંત સિંહ, ઉમરાવ સિંહ તથા ગજરાત સિંહ નામી જાગીરદાર હતા. બિહારનો આ રાજપૂતાના પરિવાર લાંબા સમયથી પોતાની સ્વતંત્રતા બચાવીને બેસ્યું હુતં. દાદા-પિતા ભાઈના બાદ વીર કુંવર સિંહના હાથમાં જગદીશપુરની સત્તા આવી હતી. તેઓ જતનપૂર્વક તેની રક્ષા કરતા હતા.
27 એપ્રિલ, 1857ના રોજ આરા પર કબજો
1857માં જ્યારે મેરઠ, કાનપુર, લખનઉ, ઈલાહાબાદ, ઝાંસી અને દિલ્હીમાં પણ આગ ભડકી રહી હતી, ત્યારે વીર કુંવર સિંહે પોતાના સેનાપતિ મૈકુ સિંહ તેમજ ભારતીય સૈનિકોનું નેતૃત્વ કર્યું હતું. તેઓ યુદ્ધ કરતા આગળ વધી રહ્યા હતા અને રસ્તામાં અંગ્રેજ સૈનિકોના માથા વાઢતા આગળ ચાલી રહ્યા હતા. 27 એપ્રિલ, 1857ના રોજ દાનાપુરના સિપાહીઓએ અને અન્ય સાથીઓની સાથે તેઓએ આરા પર કબજો કર્યો હતો.
તેના બાદ અંગ્રેજોના અનેક પ્રયાસો બાદ પણ ભોજપુર લાંબા સમય સુધી સ્વતંત્ર રહ્યું હતું. અંગ્રેજોને પણ અહીં માર ખાવો પડ્યો હતો અને કુંવર સિંહ જગદીશપુરની તરફ આગળ વધ્યા. પરંતુ અંગ્રેજોએ આરા પર કબ્જો કરી લીધો હતો. હવે તેઓને જગદીશપુર પર આક્રમણ કર્યું હતું. કુંવરસિંહને ત્યાંથી નીકળવું પડ્યુ હતું
બાજુ કાપીને ગંગાને સમર્પિત કર્યું
અંગ્રેજી સૈનિકો સતત તેમનો પીછો કરી રહ્યા હતા. તેઓ બાંદી, રીવા, આજમગઢ, બનારસ, બલિયા, ગાજીપુર, ગોરખપુરમાં અંગ્રેજોને ઘૂળ ચટાડી આગળ વધી રહ્યા હતા. ભોજપુર અને યુપીની સીમા પર પહોંચીને તેઓ એક સમયે ગંગા પાર કરી રહ્યા હતા. આ દરમિયાન અંગ્રેજોની ગોળી તેમના બાજુમાં લાગી હતી. કુંવર સિંહે તરત પોતાનો હાથ કાપીને ગંગાને સમર્પિત કરી દીધો હતો.
1857માં બતાવ્યું અદભૂત રણકૌશલ્ય
80 વર્ષના આ રાજા પણ ઈચ્છામૃત્યુ પામેલ ભીષ્મ પિતામહની જેમ અંતિમ શ્વાસ સુધી લડતા રહ્યા હતા. કુંવર સિંહે એકવાર ફરીથી હિંમત ભેગી કરી અને જગદીશપુર સ્થિતિ પોતાના કિલ્લાને અંગ્રેજો પાસેથી મુક્ત કરાવ્યો હતો. આખરે જગદીશપુરના કિલ્લા પરથી ‘યુનિયન જૈક’ નામનો ઝંડો ઉતારીને જ અંતિમ શ્વાસ લીધા હતા.
ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે