રામ મંદિરને લઇને દિલ્હી-UPમાં બ્લાસ્ટનું ષડયંત્ર, પકડાયેલા આતંકીનો ખુલાસો

દિલ્હીમાં ધરપકડ કરવામાં આવેલા ISISના આતંકી અબુ યુસૂફે પૂછપરછમાં કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં બ્લાસ્ટનું ષડયંત્ર હતું. આતંકી અબુ યુસૂફ રામ મંદિર નિર્માણને લઇને બોમ્બ બ્લાસ્ટ કરવા માંગતો હતો. આ હજુ શરૂઆતની જાણકારી છે. તે અફઘાનિસ્તાનમાં હાજર તેના કેટલાક માસ્ટર સાથે સંપર્કમાં હતો.
રામ મંદિરને લઇને દિલ્હી-UPમાં બ્લાસ્ટનું ષડયંત્ર, પકડાયેલા આતંકીનો ખુલાસો

નવી દિલ્હી: દિલ્હીમાં ધરપકડ કરવામાં આવેલા ISISના આતંકી અબુ યુસૂફે પૂછપરછમાં કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં બ્લાસ્ટનું ષડયંત્ર હતું. આતંકી અબુ યુસૂફ રામ મંદિર નિર્માણને લઇને બોમ્બ બ્લાસ્ટ કરવા માંગતો હતો. આ હજુ શરૂઆતની જાણકારી છે. તે અફઘાનિસ્તાનમાં હાજર તેના કેટલાક માસ્ટર સાથે સંપર્કમાં હતો.

હાલ, એનએસજીની ટીમ તપાસ કરી રહી છે કે, પ્રેશર કુકરમાં વિસ્ફોટક કયો હતો અને તેમાં કયા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુપ્ત એજન્સીઓએ છેલ્લા બે દિવસ બે મહત્વના એલર્ટ જારી કર્યા હતા, જેમાંથી એક એલર્ટમાં કહ્યું હતું કે, રામ મંદિર નિર્માણને લઇને આતંકવાદી મોટી આતંકી ઘટના કરી શકે છે.

આ ખુલાસા બાદ સમગ્ર ઉત્તર પ્રદેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ડીજીપી હિતેશ ચંદ્ર અવસ્થીએ તમામ જિલ્લામાં વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ ઉત્તર પ્રદેશ એટીએસ અને દિલ્હી પોલીસની એક ટીમ બલરામપુરમાં આતંકી અબુ યુસૂફના ગામે પહોંચી છે. આ સાથે જ એક ટીમ દિલ્હીથી અબુ યુસૂફને લઇને બલરામ પુર રવાના થઇ છે.

કેવી રીતે કરાઇ ધરપકડ
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને આતંકી અબુ યુસૂફ વિશે ઇનપુટ મળ્યા હતા. ત્યારબાદ શુક્રવાર રાતના પોલીસે ઓપરેશન શરૂ કર્યું. ધોળાકુવા-કરોલબાગ માર્ગ પર પોલીસે આતંકી અબુ યુસૂફને ઘેરી લીધો હતો. ત્યાર બાદ અબુ યુસૂફે પોલીસ ટીમ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં પોલીસે આતંકીની ધરપકડ કરી.

ત્યારબાદ પોલીસને બે પ્રેશર કૂકરમાં 15 કિલો આઇઇડી મળ્યો. તેને એનએસજીની ટીમે ડિફ્યૂઝ કર્યો. આતંકી અબૂ યુસૂફે શરૂઆતની પૂછપરછમાં કહ્યું કે, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આતંકી હુમલાને અંજામ આપવાનો પ્લાન હતો. રામ મંદિર નિર્માણને લઇને ઘણા આતંકી સંગઠન નારાજ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news