વસુંધરાએ આપ્યું રાજ્યપાલને રાજીનામું, કોંગ્રેસને આપ્યા જીતના અભિનંદન
મુખ્યમંત્રીના કહ્યું કે અમે પ્રદેશની જનતાને અવાજને ગૃહમાં ઉઠાવીશું
Trending Photos
જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી વસુધરા રાજેએ તેનું રાજીનામું રાજ્યપાલને સોપી દીધું છે. રાજ્યની વિધાનસભાની ચૂંટણમાં થયેલી બીજેપી હાર બાદ તેમણે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે.
કોંગ્રેસને જીતના અભિનંદન આપતા વસુધરા રાજેએ કહ્યું કે 5 વર્ષમાં બીજેપીએ સારા કામો કર્યા છે. વસુંધરાએ કહ્યું કે અમે રાજ્યની જનતાનો આવાજ ગૃહમાં ઉઠાવીશું. હુ સમસ્ત પાર્ટીના કાર્યકર્તાઓ, પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિતશાહને ધન્યવાદ કહેવા માંગું છું. જ્યારે પત્રકારોએ તેમની હારનું કારણ વિશે પૂછ્યું ત્યારે તેમણે તે સવાલનું ટાળી દીધો હતો.
વસુંધરાના કેટલાય મંત્રીઓ ચૂંટણીમાં હાર્યા
મહત્વનું છે, કે રાજસ્થાનમાં બીજેપીએ હારનો સામનો કરવો પડ્યો છે. વસુંધરા રાજે સરકારમાં રહેલા મંત્રીઓ પણ વિધાનસભા ચૂંટણી હારી ગયા છે. જેમાં પરિવહન મંત્રી યુનુસ ખાન, ખાણ મંત્રી સુરેનદ્ર પાલ સિંહ ટીટી, યુ઼ડીએચ મંત્રી શ્રીચંદ કૃપાલાનો સમાવેશ થયો છે. જીતવા વાળા મંત્રીઓમાં ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા અને શિક્ષા મંત્રી કિરણ મહેશ્વરીનું નામ છે. વસુંધરા રાજેએ નજીકના માનતા યુનુસ ખાન વિધાન સભા ચૂંટણીમાં 54,179 મતોથી હારી ગયા છે. આ સીટ પર કોંગ્રેસના પ્રદેશ અધ્યશ્ર અને પહેલી વાર વિધાનસભા ચૂંટણી લડી રહેલા સચિન પાયલટ જીત્યો છે.
જળ સંસાધન મંત્રી ડૉ.રામ પ્રતાપ હનુમાનગઢ સીટ પર 15522 મતોથી તો પશુપાલન મંત્રી રહેલા ઓટારામ દેવાસી સિરોહી સીટ પર 10253 મતથી હારી ગયા છે. આ રીતે રાજે સરકરાના કૃષિમંત્રી પ્રભુ લાલ સૈની અંતા સીટ પરથી 34059 મતોથી હારી ગયા છે. તેમને કોંગ્રેસના પ્રમોદભાયાએ હરાવ્યો છે. ખાણ મંત્રી સુરેન્દ્ર પાલ સિંહ ટીટી કરણપુર સીટ પર હાર્યા અને ત્રીજા સ્થાન પર રહ્યા હતા.
ખાદ્ય મંત્રી બાબૂ લાલ વર્મા બારા અટરૂ સીટ પર 12248 મતોથી હાર્યા છે. જ્યારે પર્યટન મંત્રી કૃષ્ણેન્દ્ર કૌર દીપા નદબઇ સીટ પર બસપાના જોગિંદર સિંહથી 4094 મતોથી હાર્યા છે, જ્યારે યુડીએચ મંત્રી શ્રીચંદ કૃપલાની 11908 મતોથી હાર્યા છે.
અ મંત્રીઓને મળી સફળતા
વસુધરા રાજે જે પ્રમુખ મંત્રીઓ જીતવામાં સફળતા મળી છે. તેમાં આરોગ્યમંત્રી કાલીચરણ સર્રાફ 1704 મતોથી જીત્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી અનિતા ભદેલ અજમેર(દક્ષિણ) સીટ પર 5700 મતોથી શિક્ષામંત્રી વાસુદેવ દેવનાની અજમેરશ્ર(ઉત્તર) સીટ પર 8630 મતોથી જીત મેળવી છે. બાલી સીટ પર ઉર્જામંત્રી પુષ્પેન્દ્ર સિંહ 28081 મતોથી જ્યારે શિક્ષા મંત્રી કિરણ મહેશ્વરીએ રાજસમંદ સીટ પર 24532 મતોથી જીત મેળવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે