Uttarakhand: ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી મચી, અનેક લોકો વહી ગયા હોવાની આશંકા
ઉત્તરાખંડ સ્થિત ચમોલીમાં મોટી દુર્ઘટના ઘટી છે અને ચમોલી નંદા દેવી નેશનલ પાર્ક હેઠળ કોર ઝોનમાં સ્થિત ગ્લેશિયલ તૂટવાના કારણે રૈણી ગામની પાસે ઋષિ ગંગા તપોવન હાઈડ્રો પ્રોજેક્ટનો બંધ તૂટી ગયો છે.
Trending Photos
ચમોલી: ઉત્તરાખંડ (Uttarakhand) સ્થિત ચમોલીમાં મોટી દુર્ઘટના ઘટી છે અને ચમોલી નંદા દેવી નેશનલ પાર્ક હેઠળ કોર ઝોનમાં સ્થિત ગ્લેશિયલ તૂટવાના કારણે રૈણી ગામની પાસે ઋષિ ગંગા તપોવન હાઈડ્રો પ્રોજેક્ટનો બંધ તૂટી ગયો છે. અકસ્માતમાં આ પ્રોજેક્ટમાં કામ કરતા અનેક મજૂરો વહી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત જશે ઘટનાસ્થળે
ઉત્તરાખંડ (Uttarakhand) ના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ટ્વીટ કરીને લોકોને અફવાઓથી બચવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે ચમોલી જિલ્લાથી એક આફતના સમાચાર મળ્યા છે. જિલ્લા પ્રશાસન, પોલીસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ આફતને પહોંચી વળવાના આદેશ અપાયા છે. કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપો. સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે. અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે હું પોતે ઘટનાસ્થળ માટે રવાના થઈ રહ્યો છું. મારી બધાને વિનંતી છે કે કૃપા કરીને કોઈ પણ જૂનો વીડિયો શેર કરીને અફવા ન ફેલાવો. સ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. તમે બધા ધૈર્ય રાખો.
चमोली ज़िले से एक आपदा का समाचार मिला है। ज़िला प्रशासन, पुलिस विभाग और आपदा प्रबंधन को इस आपदा से निपटने की आदेश दे दिए हैं। किसी भी प्रकार की अफ़वाहों पर ध्यान ना दें । सरकार सभी ज़रूरी कदम उठा रही है।
— Trivendra Singh Rawat (@tsrawatbjp) February 7, 2021
SDRF ની ટીમે શરૂ કર્યું રેસ્ક્યૂ ઓપરેશન
SDRF ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ છે. આ સાથે જ ITBP ના જવાન પણ રાહત માટે ઘટનાસ્થળ માટે રવાના થઈ ગયા છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે અલકનંદા પાસેના વિસ્તારોમાંથી લોકોને કાઢવામાં આવી રહ્યા છે. સુરક્ષા કારણોસર ભાગીરથી નદીના પ્રવાહને રોકવામાં આવ્યો છે. અલકનંદાના પાણીના પ્રવાહને રોકવા માટે શ્રીનગર બંધ અને ઋષિકેશ બંધ ખાલી કરી દવાયો છે. SDRF અલર્ટ પર છે.
વધુ વિગતો માટે જુઓ VIDEO
ઉત્તરાખંડ સરકારે બહાર પાડ્યા હેલ્પલાઈન નંબર
ઉત્તરાખંડ (Uttarakhand) સરકારે અકસ્માત અંગે હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે મદદ માટે 9557444486 અને 1070 નંબર પર સંપર્ક કરી શકો છો.
હરિદ્વારમાં ખાલી કરાવવામાં આવી રહ્યો છે ગંગા કિનારાનો વિસ્તાર
ચમોલીમાં ગ્લેશિયર તૂટવાના કારણે સુરક્ષા કારણોસર હરિદ્વાર સહિત અનેક જિલ્લાઓમાં અલર્ટ બહાર પાડવામાં આવેલ છે. હરિદ્વારના ડીએમએ જોખમ જોતા ગંગા કિનારાના વિસ્તારોને ખાલી કરાવવાના નિર્દેશ આપ્યા છે. અત્રે જણાવવાનું કે આ મહિનાથી હરિદ્વારમાં કુંભની શરૂઆત થવાની છે. જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે