Uttarakhand Exit Poll 2022: શું ઉત્તરાખંડમાં પોતાની ખુરશી બચાવી શકશે ભાજપ? જાણો શું કહે છે એક્ઝિટ પોલ

Uttarakhand Exit Poll: ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીનું પરિણામ 10 માર્ચે જાહેર થશે. એક્ઝિટ પોલ પ્રમાણે આ વખતે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની રહી છે. 

Uttarakhand Exit Poll 2022: શું ઉત્તરાખંડમાં પોતાની ખુરશી બચાવી શકશે ભાજપ? જાણો શું કહે છે એક્ઝિટ પોલ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડ વિધાનસભાની 70 સીટો માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આ ચૂંટણીનું પરિણામ 10 માર્ચે સામે આવશે. પ્રદેશમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મોટી ટક્કર જોવા મળી રહી છે. તો આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. આવો જાણીએ ઝી ન્યૂઝના એક્ઝિટ પોલના આંકડા શું કહી રહ્યાં છે. 

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
ઝી ન્યૂઝ-ડિઝાઇન બોક્સ્ડના એક્ઝિટ પોલ પ્રમાણે ઉત્તરાખંડમાં ભાજપને 26-30 સીટ મળી શકે છે. તો કોંગ્રેસને 35-40 સીટ મળી શકે છે. બહુજન સમાજવાદી પાર્ટીને 2-3 અને અન્યના ખાતામાં 1-3 સીટ આવી શકે છે. એક્ઝિટ પોલ પ્રમાણે આ વખતે ઉત્તરાખંડમાં આપનું ખાતુ ખુલવાની શક્યતા ઓછી છે. એટલે કે આમ આદમી પાર્ટીને ઉત્તરાખંડમાં શૂન્ય સીટ મળી શકે છે. 

કોંગ્રેસની બની શકે છે સરકાર
ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ પ્રમાણે ઉત્તરાખંડમાં કોંગ્રેસને બહુમત મળી શકે છે અને હરીશ રાવતનું ફરી મુખ્યમંત્રી બનવાનું સપનું પૂરુ થઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્તરાખંડમાં ભાજપને નુકસાન અને કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. 

આપને 9 ટકા મત મળવાની સંભાવના
એક્ઝિટ પોલ પ્રમાણે હવે તમને મતની ટકાવારી જણાવીએ છીએ. અમારા એક્ઝિટ પોલ પ્રમાણે ઉત્તરાખંડમાં ભાજપને 35 ટકા મત મળી શકે છે. તો કોંગ્રેસને 39 ટકા અને આમ આદમી પાર્ટીને 9 ટકા મત મળી શકે છે. જ્યારે બીએસપીને 8 ટકા અને અન્યના ખાતામાં 8 ટકા મત જઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news