Chardham Yatra 2022: વૈદિક મંત્રોચ્ચાર સાથે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા, ખાસ જુઓ Video

આજે સવારે બદ્રીનાથ ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરીમાં કપાટ વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર તથા સેના બેન્ડની ધૂન સાથે ખોલવામાં આવ્યા. અત્રે જણાવવાનું કે આ વખતે ચાર ધામ યાત્રા દરમિયાન દર્શન માટે શ્રદ્ધાળુઓની સંખ્યા પણ નક્કી કરી દેવાઈ છે.

Chardham Yatra 2022: વૈદિક મંત્રોચ્ચાર સાથે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા, ખાસ જુઓ Video

Chardham Yatra 2022: હજારો શ્રદ્ધાળુઓના જયજયકાર વચ્ચે આજે સવારે પૌરાણિક પરંપરા અને વિધિ વિધાનથી બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા. ચાર ધામની જાત્રાનું હિન્દુધર્મમાં ખુબ મહત્વ છે. ચાર ધામમાંથી એક બદ્રીનાથના કપાટ આજે સવારે 6.15 વાગે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યા. મંદિરની ફૂલોથી સુંદર સજાવટ કરવામાં આવી છે. 

આજે સવારે બદ્રીનાથ ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરીમાં કપાટ વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર તથા સેના બેન્ડની ધૂન સાથે ખોલવામાં આવ્યા. અત્રે જણાવવાનું કે આ વખતે ચાર ધામ યાત્રા દરમિયાન દર્શન માટે શ્રદ્ધાળુઓની સંખ્યા પણ નક્કી કરી દેવાઈ છે. સરકારે બહાર પાડેલા આદેશમાં કહેવાયું છે કે બદ્રીનાથ ધામમાં રોજના 15 હજાર, ગંગોત્રીમાં 7 હજાર, કેદારનાથમાં 12 હજાર અને યમુનોત્રીમાં 4 હજાર ભક્તો પ્રતિદિન દર્શનનો લ્હાવો લઈ શકશે. 

— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 8, 2022

કેવી રીતે કરાવી શકો રજિસ્ટ્રેશન
ચાર ધામના અન્ય પવિત્ર સ્થળો જેમ કે કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાલ ખુલી ચૂક્યા છે. 6 મેના રોજ બાબા કેદારનાથના જ્યારે 3 મેના રોજ ગંગોત્રી તથા યમુનોત્રીના કપાટ ખુલી ચૂક્યા છે. જો તમે ચાર ધામની યાત્રા કરવા માંગતા હોવ તો તમે પર્યટન વિભાગ દ્વારા સંચાલિત પોર્ટલ https://registrationandtouristcare.uk.gov.in પર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ઉત્તરાખંડ સરકારે શ્રદ્ધાળુઓના રહેવાની, ખાણી પીણી અને પાર્કિંગની પૂરી વ્યવસ્થા કરેલી છે. આવતા પહેલા રાજ્યના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાના નિર્દેશ આપ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news