UP Prayagraj Murder: પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ લોકોની નિર્દયતાથી હત્યા, 3 માસૂમ બાળકોને પણ ન છોડ્યા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 5 લોકોની નિર્મમ હત્યાની ઘટનાએ હડકંપ મચાવી દીધો છે. નવાબગંજ વિસ્તારમાં 5 લોકોને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દેવાયા. તમામ મૃતકો એક જ પરિવારના હતા. ઘટનાની સૂચના મળતા જ પોલીસના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસે તમામ મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. 
UP Prayagraj Murder: પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ લોકોની નિર્દયતાથી હત્યા, 3 માસૂમ બાળકોને પણ ન છોડ્યા

UP Prayagraj Murder: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 5 લોકોની નિર્મમ હત્યાની ઘટનાએ હડકંપ મચાવી દીધો છે. નવાબગંજ વિસ્તારમાં 5 લોકોને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દેવાયા. તમામ મૃતકો એક જ પરિવારના હતા. ઘટનાની સૂચના મળતા જ પોલીસના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસે તમામ મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. 

મૃતકોમાં પતિ રાહુલ તિવારી (42), પત્ની પ્રીતિ તિવારી (38), અને ત્રણ બાળકો માહી (12), પીહુ (8) અને કોતૂ (5) સામેલ છે. મૃતક પરિવાર મૂ્ળ કૌશાંબીના સિરાથુનો હતો. મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી પ્રયાગરાજના નવાબગંજના ખાગલપુર ગામમાં મૃતક પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. હત્યાનું કારણ તો હજું સ્પષ્ટપણે જાણવા મળ્યું નથી. પોલીસ ઘટનાના તમામ પહેલુંઓ પર બારીકાઈથી તપાસ કરી રહી છે. એક જ કમરાની અંદરથી પાંચેય લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં પત્નીની સાથે ત્રણ બાળકોના મૃતદેહ ક્ષત વિક્ષત હાલતમાં બેડ પર પડેલા જોવા મળ્યા હતા. 

આ ઉપરાંત પતિનો મૃતદેહ ફાંસીના ફંદે લટકેલો મળ્યો છે. આવામાં એવી પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ સમગ્ર હત્યાકાંડને આરોપીઓ દ્વારા આત્મહત્યામાં ખપાવવાની પણ કોશિશ કરી થઈ હોઈ શકે છે. જો કે સમગ્ર ઘટનાક્રમની તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આખરે પતિ દ્વારા આ ઘટનાને અંજામ અપાઈને પોતે ફાંસી પર લટકી ગયો કે પછી પાંચેય પરિજનોની હત્યા બાદ ઘટનાને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરાઈ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news