પ્રયાગરાજઃ 19 જમાતી અને યુનિવર્સિટીના પ્રોફેસર સહિત 30 લોકોની ધરપકડ
પોલીસના ગુપ્ત સૂત્રોએ જાણકારી આપી છે કે શિવકુટીના રસૂલાબાદમાં રહેનાર અલ્હાબાદ યુનિવર્સિટીના રાજનીતિ વિજ્ઞાન વિભાગના પ્રોફેસર શાહિદ દિલ્હીના મરકઝમાં થયેલી તબલિગી જમાતમાં સામેલ થયા હતા.
Trending Photos
પ્રયાગરાજઃ ઉત્તરપ્રદેશ સરકાર અને પોલીસ વિભાગ દ્વારા વાંરવાર કર્યાં છતાં ઘણા જમાતી હજુ પણ રાજ્યમાં વિવિધ જગ્યાએ છુપાયા છે. આવી જ જમાતીઓ છુપાયા હોવાની માહિતી પ્રયાજરાજ પોલીસને મળી હતી. પોલીસે સોમવારે મોડી રાત્રે દરોડા પાડી 30 લોકોની ધરપકડ કરી છે. જાણવા મળી રહ્યું છે કે ધરપકડ કરાયેલા 30 લોકોમાં 19 જમાતી છે જેમાં 16 વિદેશી જમાતી છે. પોલીસે જે લોકોને પકડ્યા છે, તેમાં એક અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર પણ સામેલ છે.
પોલીસે જણાવ્યું કે, દિલ્હીના નિઝામુદ્દીન મરકઝના તબલિગી જમાતમાં સામેલ થયા બાદ ઘણઆ જમાતી પ્રયાગરાજ આવ્યા હતા. ઘણઆ જમાતી થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયાના નાગરિક ટૂરિસ્ટ વિઝા પર દિલ્હી આવ્યા હતા અને ત્યાંથી પ્રયાગરાજ આવ્યા હતા. પ્રદેશ સરકારે કડક આદેશ આપ્યો હતો કે જે પણ જમાતી રાજ્યમાં છે તે સામે આવી, પરંતુ આ જમાતી જિલ્લામાં છુપાયેલા હતા.
જમાતમાં સામેલ થયો હતો પ્રોફેસર
પોલીસના ગુપ્ત સૂત્રોએ જાણકારી આપી છે કે શિવકુટીના રસૂલાબાદમાં રહેનાર અલ્હાબાદ યુનિવર્સિટીના રાજનીતિ વિજ્ઞાન વિભાગના પ્રોફેસર શાહિદ દિલ્હીના મરકઝમાં થયેલી તબલિગી જમાતમાં સામેલ થયા હતા. ત્યાં ગયા બાદ તે ચુપચાપ શહેરમાં આવી હયા પરંતુ પોલીસ કે તંત્રને તેની જાણકારી આપી નથી.
ભારતમાં કોરોનાઃ અત્યાર સુધી 18601 કેસ આવ્યા સામે, 590 લોકોના મૃત્યુ, જાણો રાજ્યવાર સ્થિતિ
16 જમાતી વિદેશી
પોલીસ કાર્યવાહી કરતા પ્રોફેસર શાહિદને પકડ્યો હતો. તેના પરિવારને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો અને પછી તપાસ બાદ અન્ય 19 જમાતીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, 19 જમાતીઓમાંથી 16 ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડના વતની છે.
આરોપીઓને કરવામાં આવ્યા ક્વોરેન્ટાઇન
એસએસપી સત્યાર્થ અનિરુદ્ધ પંકજે જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓમાં ઈન્ડોનેશિયાના 7, થાઈલેન્ડના 9, કેરલ અને પશ્ચિમ બંગાળનો એક-એક જમાતી સામેલ છે. તેમણે જણાવ્યું કે, શાહગંજની અબ્દુલ્લા મસ્જિદ અને કરેલીની હેરા મસ્જિદ સાથે જોડાયેલા ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેણે જમાતીઓને આસરો આપ્યો હતો. તમામ આરોપીઓને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. ત્યાં વધારાની ફોર્સ લગાવી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે