ભાજપમાં સામેલ થનાર નિદા ખાન પર લગ્ન સમારોહમાં હુમલો, પતિએ કોર્ટમાં એસિડ ફેંકવાની આપી ધમકી

ત્રિપલ તલાક વિરોધી કાર્યકર્તા નિદા ખાનને યુપીના બરેલીમાં એક લગ્ન સમારોહમાં ભાજપ છોડવાની ધમકી આપવામાં આવી છે. તેણે કહ્યું કે તેના પતિએ કોર્ટમાં તેજાબ ફેંકવાની ધમકી આપી છે. 

ભાજપમાં સામેલ થનાર નિદા ખાન પર લગ્ન સમારોહમાં હુમલો, પતિએ કોર્ટમાં એસિડ ફેંકવાની આપી ધમકી

લખનઉઃ ત્રિપલ તલાક વિરોધી કાર્યકર્તા નિદા ખાન એકવાર ફરી ચર્ચામાં છે. તેને ભારતીય જનતા પાર્ટી છોડવાની ધમકી આપવાના આરોપમાં છ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ છ લોકોમાં તેના પતિ શીરન રઝા ખાન અને પરિવારજનો સામેલ છે. મહત્વનું છે કે નિદા બરેલીમાં એક લગ્નમાં પહોંચી હતી, જ્યાં ભાજપ છોડવાના નારા લગાવવામાં આવ્યા અને તેના પર હુમલો થયો હતો. 

તેજાબ ફેંકવાની આપી ધમકી
નિદાએ જણાવ્યું કે તે 26 માર્ચે એક સંબંધીના લગ્ન સમારોહમાં સામેલ થવા ગઈ હતી. ત્યાં સસરા પક્ષ અને કેટલાક સંબંધીઓએ ભાજપ છોડવાનું કહ્યું. નિદા ખાને જણાવ્યું કે તે 26 માર્ચે મામાના પુત્રના લગ્નમાં ગઈ હતી, જ્યાં મને ભાજપ સાથે છેડો ફાડવાનું કહેવામાં આવ્યું. 3 તલાકને લઈને પણ મારી લડાઈ ચાલી છે. મારા પતિએ કોર્ટમાં તેજાબ ફેંકવાની ધમકી આપી છે. જો લગ્નમાં પોલીસ સમય પર ન આવત તો તે લોકો લિન્ચિંગ જેવી ઘટના કરી શકતા હતા.

— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 31, 2022

ભાજપમાં સામેલ થઈ છે નિદા
મહત્વનું છે કે નિદા ખાન ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થઈ અને પાર્ટીના અલ્પસંખ્યક પ્રકોષ્ઠની સભ્ય પણ છે. પોતાના પતિ અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ઘરેલૂ હિંસા અને દહેજની ફરિયાદ નોંધાવ્યા બાદ નિદા ચર્ચામાં આવી હતી. 

પતિએ આપ્યા હતા ત્રિપલ તલાક
ખાને આરોપ લગાવ્યો કે બરેલીના એક પ્રભાવશાળી ધાર્મિક પરિવારથી આવતા તેના પતિએ ત્રિપલ તલાક આપી દીધા હતા. ત્યારથી નિદા પોતાના માતા-પિતા સાથે રહે છે. આ મામલાની સુનાવણી બરેલીની સ્થાનીક કોર્ટમાં ચાલી રહી છે. બરેલી પોલીસ અનુસાર છ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news