પાર્રિકરના પુત્રને BJPની ટિકિટ ન મળી, ઉત્પલે જે જવાબ આપ્યો તે ખાસ જાણો

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત મનોહર પાર્રિકરના પુત્ર ઉત્પલ પાર્રિકરે કહ્યું છે કે તેમના પિતા ક્યારેય ઈચ્છતા ન હતાં કે તેઓ રાજકારણમાં આવે. ભાજપે પણજી વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી માટે રવિવારે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ કુનકોલીનકરને ઉમેદવાર બનાવ્યાં છે. ઉત્પલે જો કે એમ પણ કહ્યું કે તેઓ એક સ્વતંત્ર વ્યક્તિ છે, જેની પોતાની એક અલગ ઓળખ છે. 
પાર્રિકરના પુત્રને BJPની ટિકિટ ન મળી, ઉત્પલે જે જવાબ આપ્યો તે ખાસ જાણો

પણજી: ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત મનોહર પાર્રિકરના પુત્ર ઉત્પલ પાર્રિકરે કહ્યું છે કે તેમના પિતા ક્યારેય ઈચ્છતા ન હતાં કે તેઓ રાજકારણમાં આવે. ભાજપે પણજી વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી માટે રવિવારે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ કુનકોલીનકરને ઉમેદવાર બનાવ્યાં છે. ઉત્પલે જો કે એમ પણ કહ્યું કે તેઓ એક સ્વતંત્ર વ્યક્તિ છે, જેની પોતાની એક અલગ ઓળખ છે. 

પણજી બેઠકથી વર્તમાન ધારાસભ્ય મનોહર પાર્રિકરનું 17મી માર્ચે નિધન થયા બાદ આ બેઠક ખાલી પડી છે. જેના પર પેટાચૂંટણી કરાવવામાં આવી રહી છે. એવી અટકળો હતી કે ઉત્પલને ટિકિટ આપવામાં આવશે પરંતુ પાર્ટીએ સિદ્ધાર્થની પસંદગી કરી. 

ઉત્પલે પત્રકારોને કહ્યું કે તેમના પિતા નહતા ઈચ્છતા કે તેઓ રાજકારણમાં આવે. તેને પરિવારનું રાજ કહી શકાય નહીં. હવે મારા પિતા નથી. હું એક સ્વતંત્ર વ્યક્તિ છું. મારી પોતાની અલગ ઓળખ છે. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે, 'એવું કહેવાય છે કે જ્યારે પણ તમે વ્યવસ્થા ઠીક કરવા માટે રાજકારણમાં સામેલ થવા માટે આવો છો ત્યારે અનેક વિધ્નો રસ્તામાં આવે છે, મારા પિતાએ પણ અનેક વિધ્નોનો સામનો કર્યો હતો.'

એક સવાલના જવાબમાં ઉત્પલે કહ્યું કે મતવિસ્તાર માટે ટિકિટને લઈને ગતિરોધ હતો. જેને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના હસ્તક્ષેપ બાદ ઉકેલવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news