લોકસભા ચૂંટણી 2019: UPમાં મતદાન ચાલુ, કન્નૌજમાં સપાના નેતાઓને કર્યા નજર કેદ

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના અંતર્ગત ચોથા તબક્કામાં આજે (29 એપ્રિલ 2019) સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. તેમાં ઉત્તર પ્રદેશની 13 લોકસભા બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યું છે.

લોકસભા ચૂંટણી 2019: UPમાં મતદાન ચાલુ, કન્નૌજમાં સપાના નેતાઓને કર્યા નજર કેદ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના અંતર્ગત ચોથા તબક્કામાં આજે (29 એપ્રિલ 2019) સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. તેમાં ઉત્તર પ્રદેશની 13 લોકસભા બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યું છે. ચોથા તબક્કામાં યૂપીના શાહજહાંપુર, ખીરી, હરદોઇ, મિશ્રીખ, ઉન્નાવ, ફરૂખાબાદ, ઇટાવા, કન્નોજ, કાનપુર, અકબરપુર, જાલોન, ઝાંસી અને હમીરપુરમાં મતદાન થઇ રહ્યું છે.

કન્નોજમાં બે બૂથો પર નથી શરૂ થયું મતદાન
UPની કન્નોજમાં બે બૂથો પર હજુ સુધી મતદાન શરૂ થઇ શક્યું નથી. છિબરામઉના બૂથ સંખ્યા 160, 161 પર હજુ સુધી મતદાન શરૂ થયુ નથી. ઇવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન રોકવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારી ત્યાં હાજર છે.

જુઓ Live TV:-

કન્નોજમાં સપાના નેતાઓને કર્યા નજર કેદ
કન્નોજમાં સપાના નેતાઓને નજર કેદ કરવાની ફરીયાદ કરનારા સમાજવાદી પાર્ટી ચૂંટણી કમિશન પાસે જશે. પોલીસ તંત્રએ રવિવાર રાત્રે જ સપાના કેટલાક નેતાઓને નજર બંધ કર્યા છે. સપાએ ભાજપ પર પોલિસ તંત્રના દુરપ્રયોગનો આરોપ લગાવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news