પેરાસિટામોલ પર ચોંકાવનારો દાવો, ખાતાં પહેલાં વાંચી લો આ સમાચાર, નહી ઉભી થશે નવી મુશ્કેલી

કોરોના મહામારી દરમિયાન પેરાસિટામોલનો ઉપયોગ ઝડપથી વધી ગયો છે. હવે એક સંશોધનમાં સામે આવ્યું છે કે તેનો વધુ પડતો ઉપયોગ જીવનને જોખમમાં મૂકી શકે છે. તેના રોજિંદા ઉપયોગથી બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

પેરાસિટામોલ પર ચોંકાવનારો દાવો, ખાતાં પહેલાં વાંચી લો આ સમાચાર, નહી ઉભી થશે નવી મુશ્કેલી

Paracetamol Risk: કોરોના મહામારી દરમિયાન પેરાસિટામોલનો ઉપયોગ ઝડપથી વધી ગયો છે. હવે એક સંશોધનમાં સામે આવ્યું છે કે તેનો વધુ પડતો ઉપયોગ જીવનને જોખમમાં મૂકી શકે છે. તેના રોજિંદા ઉપયોગથી બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

પેરાસીટામોલ લેતી વખતે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી
સંશોધનમાં સામેલ નિષ્ણાતોએ સલાહ આપી છે કે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ધરાવતા લોકોએ પેરાસિટામોલ લેતી વખતે ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ.

110 દર્દીઓ પર થયું રિસર્ચ
એડિનબર્ગ યુનિવર્સિટીના નિષ્ણાતોએ હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓ પર આ સંશોધન કર્યું હતું. આ સંશોધનમાં હાઈ બ્લડ પ્રેશરનો ઈતિહાસ ધરાવતા 110 દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

દર્દીઓને બે અઠવાડિયા સુધી આપવામાં આવી પેરાસિટામોલ
દર્દીઓને બે અઠવાડિયા સુધી દિવસમાં ચાર વખત પેરાસીટામોલની ગોળીઓ આપવામાં આવી હતી. ચાર દિવસ પછી તપાસ કરવામાં આવી તો આ દર્દીઓનું બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે વધી ગયું હતું. હાઈ બ્લડ પ્રેશરને કારણે આ દર્દીઓમાં હાર્ટ એટેકની શક્યતા 20 ટકા વધી ગઈ છે.

યુકેમાં પેરાસીટોમોલનો વધુ વપરાશ
આ સંશોધન બ્રિટનના લોકો પર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે યુકેમાં લગભગ 10માંથી એક વ્યક્તિ ક્રોનિક પેઈન માટે દરરોજ પેરાસિટામોલ સપ્લિમેન્ટ લે છે. નોંધનીય છે કે યુકેમાં લગભગ ત્રણમાંથી એક પુખ્ત વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે.

પેરાસિટામોલથી દૂર રહે આ દર્દીઓ
એડિનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ વેબે કહ્યું કે અત્યાર સુધી પેરાસિટામોલને સુરક્ષિત દવા તરીકે જોવામાં આવી રહી હતી. પરંતુ આ સંશોધન પછી અમે કહીશું કે હાર્ટ એટેકનું જોખમ ધરાવતા દર્દીઓએ પેરાસિટામોલથી દૂર રહેવું જોઈએ. તેમણે ડોકટરોને આગ્રહ કર્યો કે પેરાસીટામોલની જરૂર હોય તેટલી જ માત્રા આપવી.

પેરાસીટામોલનો ક્યારેક-ક્યારેક ઉપયોગ યોગ્ય
એનએચએસ લોથિયન ખાતે ક્લિનિકલ ફાર્માકોલોજી અને નેફ્રોલોજીમાં કન્સલ્ટન્ટ લીડ ઇન્વેસ્ટિગેટર ડૉ. ઇયાન મેકઇન્ટાયરે કહ્યું: 'માથાનો દુખાવો અથવા તાવ માટે પેરાસિટામોલનો પ્રસંગોપાત ઉપયોગ યોગ્ય છે. પરંતુ જે લોકો લાંબા સમયથી સામાન્ય રીતે ક્રોનિક પેઇન માટે નિયમિતપણે તેને લેતા હોય છે, તેઓનું જોખમ વધારે હોય છે.

તબીબોને પણ સતર્ક રહેવાની જરૂર
નિષ્ણાતોએ કહ્યું કે સંશોધનમાં જાણવા મળ્યું છે કે જ્યારે લોકોએ પેરાસિટામોલ લેવાનું બંધ કર્યું, ત્યારે તેમનું બ્લડ પ્રેશર સામાન્ય થઈ ગયું. તેથી પેરાસીટામોલ લેતા દર્દીઓને તેના જોખમો વિશે ડોકટરો નિયમિતપણે જાણ કરે તે મહત્વનું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news