રાજ્યસભામાં કોંગ્રેસ નેતા ખડગેના નિવેદન પર હંગામો, પીયુષ ગોયલે કરી માફીની માંગણી
અલવરની જનસભામાં શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ એક નિવેદન આપ્યું હતું જેમાં કહ્યું હતું કે "દેશ માટે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી, અને રાજીવ ગાંધીએ કુરબાની આપી અને પૂછ્યું કે અમારી પાર્ટીના નેતાઓએ જીવ આપ્યા છે તમે (ભાજપ) શું કર્યું? તમારા ઘરે દેશ માટે કોઈ કૂતરો પણ મર્યો છે?...શું કોઈએ કુરબાની આપી છે? ના." આ નિવેદન પર હંગામો મચી રહ્યો છે.
Trending Photos
Congress vs BJP: રાજ્યસભામાં આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નિવેદન પર હંગામો મચી ગયો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આ મુદ્દો ઉઠાવીને તેમની પાસે માફીની માંગણી કરી. તેમણે કહ્યું કે કાલે અલવરમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ અભદ્ર ભાષણ આપ્યું હતું. જે ભાષાનો ઉપયોગ કરાયો તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે જે પ્રકારની અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો, નિરાધાર વાતો કરી અને દેશ સામે જૂઠ્ઠાણું રજૂ કરવાની કોશિશ કરી, હું તેની નિંદા કરું છું, હું તેમની પાસે માફીની માંગણી કરું છું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમણે (મલ્લિકાર્જૂન ખડગે) ભાજપ, સંસદ અને આ દેશની જનતા પાસે માફી માંગવી જોઈએ જેમણે પૂર્ણ બહુમતથી ભાજપની સરકાર બનાવી. તેમણે (ખડગે) આપણને તેમની માનસિકતા અને ઈર્ષાની ઝલક દેખાડી.
કિરણ રિજિજૂએ પણ આપ્યું નિવેદન
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે મને વિશ્વાસ નથી થતો કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે આટલું નીચે જઈ શકે છે અને આ પ્રકારની આપત્તિજનક ટિપ્પણી કરી શકે છે. તેમણે એક રાજકીય પક્ષના નેતા તરીકે પોતાની જવાબદારીઓ સમજવી જોઈએ. આપણે દુશ્મન નથી, હરિફો છીએ, આ અરુચિકર, દુર્ભાગ્યપૂર્ણ અને બિનજરૂરી છે.
मैंने जो कहा वह राजनीतिक रूप से सदन के बाहर था भीतर नहीं। उस पर यहां चर्चा करने की जरूरत नहीं है। मैं अभी भी कह सकता हूं कि स्वतंत्रता संग्राम में उनकी कोई भूमिका नहीं थी: राज्यसभा में कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे pic.twitter.com/vZYylzELP5
— ANI_HindiNews (@AHindinews) December 20, 2022
મલ્લિકાર્જૂન ખડગે હજુ પણ મક્કમ
આ સમગ્ર વિવાદ પર મલ્લિકાર્જૂન ખડગેએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મે જે પણ કહ્યું તે રાજનીતિક રીતે સદનની બહાર હતું અંદર નહીં. તેના પર અહીં ચર્ચા કરવાની જરૂર નથી. હું અત્યારે પણ કહી શકું છું કે સ્વતંત્રતા સંગ્રામમાં તેમની કોઈ ભૂમિકા નહતી.
શું કહ્યું હતું ખડગેએ?
અલવરની જનસભામાં શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે "દેશ માટે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી, અને રાજીવ ગાંધીએ કુરબાની આપી અને પૂછ્યું કે અમારી પાર્ટીના નેતાઓએ જીવ આપ્યા છે તમે (ભાજપ) શું કર્યું? તમારા ઘરે દેશ માટે કોઈ કૂતરો પણ મર્યો છે?...શું કોઈએ કુરબાની આપી છે? ના. પરંતુ આમ છતાં તેઓ દેશભક્ત અને અમે કઈ પણ બોલીએ તો દેશદ્રોહી."
ખડગેએ કહ્યું કે "તેઓ લોકતંત્રને આ પ્રકારે ખતમ કરી રહ્યા છે...ક્યારેક કાતિલ બદલાય છે...ક્યારેક ખંજર બદલાય છે...આ લોકો લોકતંત્રને, બંધારણને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે."
આ વીડિયો પણ ખાસ જુઓ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે