હાથરસ બબાલ પર બોલ્યા એડીજી, 'ષડયંત્ર હેઠળ ખરાબ કરવામાં આવી રહ્યો છે યૂપીનો માહોલ, 13 FIR દાખલ'
ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police)એ સોમવારે હાથરસ મામલે (Hathras news) પત્રકાર પરિષદ યોજી હતી. એડીજી (કાયદો-વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યુ કે, એક કાવતરું અને ષડયંત્ર હેઠળ રાજ્યનો માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Trending Photos
લખનઉઃ ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police)એ સોમવારે હાથરસ મામલે (Hathras news) પત્રકાર પરિષદ યોજી હતી. એડીજી (કાયદો-વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યુ કે, એક કાવતરું અને ષડયંત્ર હેઠળ રાજ્યનો માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, અમે પૂરાવાના આધાર પર કાર્યવાહી કરી રહ્યાં છીએ. ઘણી એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે.
એડીજી પ્રશાંત કુમારે કહ્યુ, 'હાથરસમાં પીડિતાના ભાઈના નિવેદન અને એફઆઈઆરના આધાર પર ચાર આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવી છે. સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. પરંતુ પ્રદેશમાં જાતિય હિંસા અને સરકારને બદનામ કરવાની નીયતથી પીડિત પરિવારના ઘરની આસપાસ ભ્રામક સૂચનાઓ ફેલાવવામાં આવી રહી છે.'
We have also registered case against few for trying to disturb communal harmony by circulating a viral audio related to inciting #Hathras victim's family, pressuring them for making wrong statements & enticing them with Rs 50 lakh offer: Prashant Kumar, ADG (Law & Order), UP https://t.co/XV0hSCL1nj pic.twitter.com/KGpBMpP64O
— ANI UP (@ANINewsUP) October 5, 2020
'રાજકીય પાર્ટીઓએ કર્યો કોવિડ પ્રોટોકોલનો ભંગ, તેથી લાઠીચાર્જ'
હાથરસ પીડિતાના પરિવારને નેતાઓના મળવા પર તમામ પ્રકારના પ્રતિબંધો વિશે પૂછવા પર તેમણે જણાવ્યું કે, કોવિડને કારણે રાજકીય પક્ષોના પાંચ લોકોને જવા દેવામાં આવી રહ્યાં છે. કેટલાક પાર્ટીઓના કાર્યકર્તાઓએ ગાઇડલાઇનનો ભંગ કર્યો. જેના કારણે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.
યોગી બોલ્યા- વિપક્ષ જોઈ રહ્યું છે UPમા તોફાનોનું સપનું, આંતરરાષ્ટ્રીય ફન્ડિંગથી ષડયંત્ર
લખનઉમાં પોસ્ટર લગાવનાર બે ઝટપાયા, અત્યાર સુધી 13 FIR
એડીજી પ્રશાંત કુમારે કહ્યુ કે, પોસ્ટરો, સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પ્રદેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવા કેટલાક લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમણે કહ્યું, આ સંબંધમાં એક કેસ હાથરસના ચંદપામાં દાખલ થયો છે. અહીં એક વાયરલ ઓડિયોથી માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બુલંદશહર, પ્રયાગરાજ, અયોધ્યા, લખનઉ કમિશન્નરેટમાં કુલ 13 એફઆઈઆર નોંધવામાં આવી છે. લખનઉમાં વિવાદાસ્પદ પોસ્ટર લગાવનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે