ઉન્નાવ મદરેસાના વિદ્યાર્થીઓ સાથે મારપીટને પરાણે અપાયો ધાર્મિક રંગ, તપાસમાં થયો ઘટસ્ફોટ !

જે વ્યક્તિઓનાં નામે ફરિયાદ દાખલ કરીને સમગ્ર ઘટનાને ધાર્મિક રંગ અપાયો તે લોકો ત્યાં હાજર જ નહી હોવાનો ઘટસ્ફોટ, આંતરિક અદાવતમાં થયો હતો હુમલો

ઉન્નાવ મદરેસાના વિદ્યાર્થીઓ સાથે મારપીટને પરાણે અપાયો ધાર્મિક રંગ, તપાસમાં થયો ઘટસ્ફોટ !

લખનઉ : ઉન્નાવ જિલ્લામાં એક મદરેસાનાં વિદ્યાર્થી પાસે પરાણે જયશ્રીરામના નારા લગાવડાવવાનાં મુદ્દે એક નવો વળાંક આવ્યો છે. ઉત્તરપ્રદેશ પોલીસે આ મુદ્દે તપાસ બાદ એક પ્રેસ નોટ ઇશ્યું કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ઘટના સ્થળના સીસીટીવી ફુટેજની તપાસ કર્યા બાદ માહિતી મળી છે કે જે આરોપીઓનાં નામ ફરિયાદમાં નોંધાયા છે તેઓ તે સ્થળ પર હાજર જ નહોતા. ઉન્નાવ પોલીસે જણાવ્યું કે, મદરેસાનાં વિદ્યાર્થીઓ ત્યાં બેઠેલા 4 અન્ય લોકો સાથે ઝગડો થયો હતો. 

ભાજપ નેતાનો દાવો, કોંગ્રેસ-સીપીએમ-ટીએમસીના 107 ધારાસભ્યો જોડાવા તૈયાર
ઉન્નાવ પોલીસના અનુસાર સીસીટીવી ફુટેજ અને મોબાઇલ સીડીઆરની તપાસમાં માહિતી મળી કે જે યુવકો પર કેસ દાખલ થયો છે, તે ઘટના સ્થળ પર હાજર જ નહોતા. પોલીસ તપાસમાં માહિતી મળી કે ક્રિકેટ ગ્રાઉન્ડમાં મદરેસાનાં વિદ્યાર્થીઓનાં 4 અન્ય લોકો સાથે બોલાચાલી થઇ હતી, જેના પર બંન્ને પક્ષનાં યુવકો વચ્ચે મારપીટ થઇ હતી. નારા લગાવવાની વાત તપાસમાં સામે નથી આવી. આ મુદ્દે તપાસ કરી રહેલી ટીમોએ તેમાંથી એક યુવકની ધરપકડ કરીને તેની પુછપરછ ચાલુ કરી છે. જો કે અન્ય આરોપી હજી ફરાર છે. 

કર્ણાટકનાં 5 MLA સુપ્રીમના શરણે, વારંવાર ધમકીઓ મળી રહી હોવાનો દાવો
બીજી તરફ ઉત્તરપ્રદેશ સરકારે આ મુદ્દે કહ્યું કે, સરકારની છબીને નષ્ટ કરવા માટે સમાચાર ખોટી રીતે ફેલાવવામાં આવ્યા છે. મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ આ વાતનો સ્વિકાર કર્યો કે, ઘર્ષણ તે સમયે થયું જ્યારે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા, જો કે વિદ્યાર્થીઓને ધાર્મિક નારા લગાવવાની વાતનો તેમણે ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની છબી નષ્ટ કરવા અને સાંપ્રદાયીક સૌહાર્દને બગાડવા માટે આ સમાચાર ખોટી રીતે ફેલાવવામાં આવ્યા છે. 

Video: હેમા માલિનીએ સંસદમાં ઝાડું વાળ્યું, સોશિયલ મીડિયામાં લોકોએ કહ્યું-'આમને ટાંગો ચલાવવા દો'
ચાર બાળકોને માર માર્યાનો આરોપ
રિપોર્ટ અનુસાર ગુરૂવારે બપોરે નમાજ પઢ્યા બાદ જ્યારે આ બાળકો ક્રિકેટ રમવા માટે ગયા તો ચાર લોકોએ તેમને માર માર્યો અને જય શ્રીરામના નારા બોલવા માટે દબાણ કર્યું. બાળકોનાં કપડા ફાડ્યા અને તેની સાઇકલ પણ તોડી નાખી. ત્યાર બાદ આ બાળકો મદરેસા પરત ફર્યા અને સમગ્ર વાત કર્યા બાદ પોલીસ બોલાવાઇ. જામા મસ્જિદનાં ઇમામના અનુસાર આ ઘટનામાં બજરંગ દળનાં લોકોનું એક જુથ જોડાયેલું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news