સપાના ઘરમાં BJP ની એન્ટ્રી, મુલાયમના સંબંધી પ્રમોદ ગુપ્તા ભાજપમાં જોડાયા
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election) પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)એ સતત બીજા દિવસે સમાજવાદી પાર્ટી (SP)માં મોટી સેંઘમારી કરી છે. સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવના સાળા અને પૂર્વ ધારાસભ્ય પ્રમોદ ગુપ્તા (Pramod Gupta) ભાજપમાં જોડાઈ ગયા છે.
Trending Photos
લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election) પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)એ સતત બીજા દિવસે સમાજવાદી પાર્ટી (SP)માં મોટી સેંઘમારી કરી છે. સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવના સાળા અને પૂર્વ ધારાસભ્ય પ્રમોદ ગુપ્તા (Pramod Gupta) ભાજપમાં જોડાઈ ગયા છે. આ પહેલા મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવ બુધવારે નવી દિલ્હીમાં ભાજપમાં જોડાઈ હતી.
ચૂંટણી પહેલા કોંગ્રેસને પણ લાગ્યો ઝટકો
ચૂંટણી પહેલા કોંગ્રેસને પણ મોટો ઝટકો લાગ્યો અને લખનઉમાં પ્રમોદ ગુપ્તાની સાથે કોંગ્રેસની પોસ્ટર ગર્લ ડો.પ્રિયંકા મૌર્ય (Priyanka Maurya) પણ ભાજપમાં જોડાઈ ગયા. 2012માં સમાજવાદી પાર્ટીના ઔરૈયાના બિધુનાથી ધારાસભ્ય રહેલા પ્રમોદ કુમાર ગુપ્તા અને કોંગ્રેસની પોસ્ટર ગર્લ ડૉ. પ્રિયંકા મૌર્ય ઉપરાંત અયોધ્યાની લોક ગાયિકા વંદના મિશ્રા અને કાનપુરની ગોવિંદ નગર બેઠક પરથી બસપાના ઉમેદવાર સુનીલ શુક્લા પણ ભાજપમાં જોડાયા હતા.
મુલાયમ સિંહની વાત સાંભળતા નથી અખિલેશ : પ્રમોદ ગુપ્તા
પ્રમોદ ગુપ્તાએ કહ્યું હતું કે, "અખિલેશ યાદવ ચાટુકારોથી ઘેરાયેલા છે. મુલાયમ સિંહ વૃદ્ધ થઈ ગયા છે અને ન તો અખિલેશ તેમની વાત સાંભળે છે અને ન તો પાર્ટીમાં કોઈ તેમની વાત સાંભળે છે. અખિલેશે મુલાયમને ખૂબ રડાવ્યા છે. આજે તેમની આ હાલત અખિલેશના કારણે થઇ છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે