મોદી સરકારના 100 દિવસ: જાવડેકરે કહ્યું 100 દિવસમાં ઝડપી નિર્ણયો લેવાયા
એસસી-એસટી અને ગરીબોને આત્મનિર્ભર કરવું મોદી સરકારનો ઇરાદો છે, યોગ સ્વચ્છ ભારત અને હવે પ્લાસ્ટિકનાં નો યુઝનું અભિયાન મુખ્ય છે
Trending Photos
નવી દિલ્હી : નરેન્દ્ર મોદી સરકારનાં બીજા કાર્યકાળનાં 100 દિવસ પુર્ણ થવા અંગે આજે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જાવડેકરે જણાવ્યું કે, આટલા મહત્વપુર્ણ નિર્ણય એટલા દિવસોથી કદાચ જ પુર્ણ થઇ જાય. જાવડેકરે કહ્યું કે, મોદી સરકારે 100 દિવસમાં ઝડપથી નિર્ણય લીધો. આ દરમિયાન જનભાગીદારીની અનેક યોજનાઓ ચાલુ થઇ. જેમાં ટ્રિપલ તલાક, પોક્સો, સમાન વેતન, ખેડૂતોની મદદ જેવા અનેક નિર્ણયોનો સમાવેશ થાય છે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, કાલે (શનિવારે) ઇસરોની ઓફીસમાં વડાપ્રધાને જે પ્રકારે ઇસરો પ્રમુખને સાંત્વના આપી તે મોદી સરકારનો માનવીય ચહેરો છે.
નોર્થ ઇસ્ટમાં 371ની કલમ હટાવવામાં નહી આવે: ગૃહમંત્રીની નોર્થ ઇસ્ટના લોકોને સાંત્વના
જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અમારી સરકારે પોતાનાં બીજા કાર્યકાળનાં પહેલા 100 દિવસની અંદર જ જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવવાનો મોટો નિર્ણય લીધો. જેના કારણે હવે કેન્દ્રની તમામ યોજનાઓનો લાભ જમ્મુ કાશ્મીરની જનતાને મળશે. કાશ્મીરમાં 35 દિવસમાં કોઇ પણ ગોળી નથી ચાલી. કાશ્મીરમાં જનજીવન ઝડપથી સામાન્ય થયું છે. પાકિસ્તાનનાં તમામ પ્રયાસો છતા સમગ્ર વિશ્વ ભારત સાથે ઉભું છે.
વારાણસી: વિમાનમાં ટેક્નીકલ ખરાબી 144 યાત્રીઓનાં જીવ તાળવે ચોંટ્યા, ઇમરજન્સી લેન્ડિંગ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મોદી સરકારે અર્થવ્યવસ્થાના ક્ષેત્રે પણ દેશને આગળ લઇ જવાનું કામ કર્યું છે. તેમણે જણાવ્યું ક, 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ મોદી સરકાર સતત વધી રહ્યું છે. અમે જીએસટી અને ઇનકમ ટેક્સમાં અનેક પરિવર્તન કર્યા છે.
મેટ્રોને આવતી જોઈને એકાએક યુવતી કૂદકો મારીને પાટા પર સૂઈ ગઈ, આત્મહત્યાનો ચોંકાવનારો VIDEO
કેન્દ્રીય મંત્રીએ સરકારની સિદ્ધિઓ ગણાવી
- મુસ્લિમ મહિલાઓને અધિકાર આપ્યા.
- વડાપ્રધાન આવાસ યોજના સફળ રહી
- ગામમાં દરેગ ઘરે વિજળી પહોંચાડવાનું સપનું પણ 6 મહિનામાં પુર્ણ થઇ જશે.
- આયુષમાન ભારતમાં 41 લાખ દર્દીઓએ પોતાની સારવાર કરાવી છે. દિલ્હી જેવા કેટલાક રાજ્યોએ આ યોજનાનો સ્વિકાર કર્યો છે.
- ખેડૂતોને 6 હજાર રૂપિયાની મદદ વિશ્વની સૌથી મોટી યોજના
- ખેડૂતોની આવક બમણી કરવા માટે મોદી સરકાર પ્રતિબદ્ધ છે.
- જળશક્તિ અભિયાન હેઠળ દરેગ ઘરે પાણી ઉપલબ્ધ કરાવશે મોદી સરકાર, દરેક ઘરમાં જળનું લક્ષ્ય 5 વર્ષમાં પુર્ણ થશે.
- સરકારે પારદર્શીતાવધારી છે અને કરપ્શનમાં ઘટાડો થયો છે.
- 58 કાયદા જે કોઇ કામના નહોતા તેને 100 દિવસની અંદર ખતમ કર્યા.
-150થી વધારે ભ્રષ્ટ અધિકારીઓ પરાણે સેવાનિવૃત કરવામાં આવ્યા છે.
- ચંદ્રયાન અભિયાન ત્યા સુધી પહોંચવામાં જે સફળતા મળી તે પણ ઓછુ નથી.
- 100 લાખ કરોડનું ફન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ થશે.
- અમે ગત્ત વર્ષે ચીન કરતા વધારે એફડીઆઇમાં ફન્ડ મેળવ્યો છે.
- 100 લાખ કરોડનું ફન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ થશે.
- આર્થિક મંદિ થોડા સમય માટે સાઇકોલિજકલ સ્લોડાઉન છે. તેની ભારત પર કોઇ જ અસર નહી થાય.
જાવડેકરે કહ્યું કે, એસસી-એસટી અને ગરીબોને આત્મનિર્ભર કરવા મોદી સરકારનો ઇરાદો છે. યોગ, સ્વચ્છ ભારત અને હવે પ્લાસ્ટિકનાં નો યુઝના અભિયાનના પ્રમુખ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે