અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી આપ્યું રાજીનામું, NDAનો સાથ છોડશે શિવસેના
ભાજપ અને શિવસેનાની ખેંચતાણ હવે દિલ્હી સુધી પહોંચી છે. મોદી સરકારમાં શિવસેનાના કોટામાંથી મંત્રી બનેલા અરવિંદ સાવતે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને મોટા અપડેટ આવ્યાં છે. ભાજપ અને શિવસેનાની ખેંચતાણ હવે દિલ્હી સુધી પહોંચી છે. મોદી સરકારમાં શિવસેનાના કોટામાંથી મંત્રી બનેલા અરવિંદ સાવતે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. સાવંતે આજે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરવાની સૂચના આપી છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પર અડેલી શિવસેના અને ભાજપ વચ્ચેનો આ ગતિરોધ દિન પ્રતિદિન વધતો વધતો હવે દિલ્હી પહોંચી ગયો.
लोकसभा निवडणुकी आधी जागा वाटप आणि सत्ता वाटपाचा एक फॉर्म्युला ठरला होता. दोघांना तो मान्य होता.आता हा फॉर्म्युला नाकारून शिवसेनेला खोटे ठरवण्याचा प्रकार धक्कादायक तसेच महाराष्ट्राच्या स्वाभीमानास कलंक लावणारा आहे. खोटेपणाचा कळस करत महाराष्ट्रात भाजपाने फारकत घेतलीच आहे.. 1/2
— Arvind Sawant (@AGSawant) November 11, 2019
અરવિંદ સાવંતે આ અંગેની જાહેરાત ટ્વીટ દ્વારા કરી. તેઓ 11 વાગે પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે. સાવંતે ભાજપ પર આરોપ લગાવતા લખ્યું કે લોકસભા ચૂંટણી અગાઉ વિધાનસભા ચૂંટણીમાં સીટોની ફાળવણી અને સત્તાના ફોર્મ્યુલા પર વાત થઈ હતી ત્યારે ભાજપ તેના પર રાજી થયો હતો પરંતુ હવે આ ફોર્મ્યુલાને ખોટો ગણાવીને શિવસેના પર આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. સાવંતે કહ્યું કે શિવસેના એક સાચી પાર્ટી છે અને જો આ પ્રકારના ખોટા આરોપ લગાવવામાં આવતા હોય તો આવા વાતાવરણમાં દિલ્હીમાં રહી શકાય નહીં.
Union Minister of Heavy Industries and Public Enterprises & Shiv Sena MP Arvind Sawant: I am resigning from my ministerial post. pic.twitter.com/6UVYpXK6Sa
— ANI (@ANI) November 11, 2019
અરવિંદ સાવંત દક્ષિણ મુંબઈથી સાંસદ છે અને કેન્દ્રમાં શિવસેનાના કોટામાંથી મંત્રી બન્યા હતાં. તેઓ હેવી ઈન્ડસ્ટ્રી એન્ડ પબ્લિક એન્ટરપ્રાઈઝીસ વિભાગના મંત્રી હતાં પરંતુ હવે તેમણે પદ પરથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ ચૂંટણી પહેલા ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. પરંતુ પરિણામ આવતા જ શિવસેના 50-50ના ફોર્મ્યુલા પર અડી ગઈ. અત્રે જણાવવાનું કે એનસીપીએ પણ શિવસેનાને સમર્થન આપવાના બદલે ઈશારા ઈશારામાં એનડીએથી અલગ થવાની વાત કરી હતી.
Nawab Malik, NCP: We have called a meeting of our MLAs on Nov 12. If Shiv Sena wants our support,they will have to declare that they have no relation with BJP&they should pull out from National Democratic Alliance (NDA). All their ministers will have to resign from Union Cabinet. https://t.co/iABYpebRTU
— ANI (@ANI) November 10, 2019
એનસીપીના કદાવર નેતા નવાબ મલિકે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે જો શિવસેના અમારું સમર્થન ઈચ્છતી હોય તો તેણે એનડીએ સાથે સંબંધ તોડવો પડશે અને ભાજપ સાથેના પોતાના સંબંધ પૂરા કરવા પડશે. તેમણે કહ્યું કે શિવસેનાને સમર્થન આપવાના બદલે કેન્દ્રીય કેબિનેટમાંથી પણ તેના મંત્રીઓએ રાજીનામું આપવું પડશે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે ચર્ચા માટે 12 નવેમ્બરના રોજ પાર્ટીઓ પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે જેમા આગળની રણનીતિ પર વિચાર કરવામાં આવશે.
જુઓ LIVE TV
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કોઈ પાર્ટીને બહુમત મળ્યું નથી. પરંતુ ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો હતો. જેને 105 બેઠકો જ્યારે શિવસેના બીજા નંબરની પાર્ટી રહી જેને 56 બેઠકો મળી હતી. બંનેએ ભેગા થઈને ચૂંટણી લડી હતી. રાજ્યની 288 વિધાનસભા બેઠકો માટે 145 બેઠકો બહુમત માટે જરૂરી છે. આવામાં શિવસેનાને એકલા એનસીપી નહીં પરંતુ કોંગ્રેસની પણ જરૂર પડે જ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે