B’day Special: નિતિન ગડકરીના અંગત જીવનથી લઈને રાજકીય સફર સુધી...કેટલીક મહત્વની વાતો જાણો

કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીનું નામ મોદી સરકારના સૌથી સારું કામ કરનારા મંત્રીઓની યાદીમાં સૌથી ઉપર આવે છે. આજે તેમનો જન્મ દિવસ છે. સંઘના નીકટ ગણાતા નિતિન ગડકરીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત 1976માં નાગપુર યુનિવર્સિટીમાં ભાજપની વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી કરી હતી. માત્ર 23 વર્ષની ઉંમરે ભારતીય જનતા યુવા મોર્ચાના અધ્યક્ષ બનનારા નિતિન ગડકરીના અંગત જીવનથી રાજકીય કારકિર્દી સુધી આવો ફેરવીએ એક નજર...

B’day Special: નિતિન ગડકરીના અંગત જીવનથી લઈને રાજકીય સફર સુધી...કેટલીક મહત્વની વાતો જાણો

નવી દિલ્હી: કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીનું નામ મોદી સરકારના સૌથી સારું કામ કરનારા મંત્રીઓની યાદીમાં સૌથી ઉપર આવે છે. આજે તેમનો જન્મ દિવસ છે. સંઘના નીકટ ગણાતા નિતિન ગડકરીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત 1976માં નાગપુર યુનિવર્સિટીમાં ભાજપની વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી કરી હતી. માત્ર 23 વર્ષની ઉંમરે ભારતીય જનતા યુવા મોર્ચાના અધ્યક્ષ બનનારા નિતિન ગડકરીના અંગત જીવનથી રાજકીય કારકિર્દી સુધી આવો ફેરવીએ એક નજર...

1. નિતિન ગડકરીનો જન્મ નાગપુર જિલ્લાના એક મધ્ય વર્ગીય પરિવારમાં 27મી મે 1957ના રોજ થયો હતો. 

2. ખુબ નાની ઉંમરમાં તેઓ ભારતીય યુવા મોરચા અને ભાજપની વિદ્યાર્થી શાખા એબીવીપી માટે કામ કરવા લાગ્યા હતાં. 

3. નિતિન ગડકરીના વિવાહ કંચન ગડકરી સાથે થયા હતાં. બંનેના ત્રણ બાળકો નિખિલ, સારંગ અને કેતકી છે. 

4. નિતિન ગડકરી મહારાષ્ટ્ર સરકારમાં 1995-99 સુધી લોક નિર્માણ મંત્રીનો પદભાર સંભાળી ચૂક્યા છે. એટલું જ નહીં તેઓ મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 

5. નિતિન ગડકરીની છબી ઈનોવેટિવ મંત્રી તરીકેની પણ છે. કારણ કે વોટર મેનેજમેન્ટ, સોલર એનર્જી પ્રોજેક્ટ કે પછી એગ્રીકલ્ચરમાં તેઓ કઈંક નવું ઈનોવેશન કરતા રહ્યાં છે. 

6. નિતિન ગડકરી 1989માં પહેલીવાર વિધાન પરિષદ માટે ચૂંટાયા હતાં. 

7. નિતિન ગડકરી મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. 

8. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મહારત હાંસલ કરનારા નિતિન ગડકરી મહારાષ્ટ્રમાં સારા રસ્તાઓ બનાવવા માટે પણ જાણીતા છે. મોદી સરકારમાં પણ રોડ પરિવહન મંત્રાલયની કમાન સંભાળ્યા બાદ તેમણે અનેક પ્રોજેક્ટ્સને મુકામ અપાવ્યો. 

9. નિતિન ગડકરીએ કાયદા અને બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. 

10. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી હાલ પોતાના મહત્વપૂર્ણ ચાર ધામ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ 2020ના અંત સુધીમાં પૂરો થઈ જશે. જેનાથી ભક્તો માટે બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામ જવાનો માર્ગ સરળ થઈ જશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news