Uddhav Thackeray પર વિવાદિત નિવેદન આપીને મુશ્કેલીમાં મુકાયા કેન્દ્રીય મંત્રી Narayan Rane, પોલીસે આપ્યા ધરપકડના આદેશ

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ રાજકારણ ગરમાઈ ગયું છે.

Uddhav Thackeray પર વિવાદિત નિવેદન આપીને મુશ્કેલીમાં મુકાયા કેન્દ્રીય મંત્રી Narayan Rane, પોલીસે આપ્યા ધરપકડના આદેશ

મુંબઈ: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ રાજકારણ ગરમાઈ ગયું છે. શિવસેના ખુબ આક્રમક જોવા મળી રહી છે. નાસિકમાં નારાયણ રાણે વિરુદ્ધ કેસ દાખલ થયો છે. નાસિક પોલીસે ધરપકડના આદેશ આપ્યા છે અને વોરન્ટ બહાર પાડ્યું છે. 

નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે વિશે આપ્યું હતું આ નિવેદન
નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે જો તેઓ ત્યાં હોત તો તેમને (સીએમ) એક જોરદાર થપ્પડ મારત. કારણ કે મુખ્યમંત્રી 15 ઓગસ્ટના રોજ નાગરિકો માટે પોતાના સંબોધન દરમિયાન સ્વતંત્રતાના વર્ષને ભૂલી ગયા હતા. તેમણે કહ્યું હતું કે 'આ શરમજનક છે કે મુખ્યમંત્રીને સ્વતંત્રતાના વર્ષની ખબર નથી. તેઓ પોતાના ભાષણ દરમિયાન સ્વતંત્રતાના વર્ષોની ગણતરી અંગે પૂછવા માટે પાછળ ઝૂકી ગયા. જો હું ત્યાં હોત તો હું તેમને એક જોરદાર થપ્પડ મારત.'

— ANI (@ANI) August 24, 2021

પુણેમાં પણ નોંધાઈ એફઆઈઆર
નારાયણ રાણે વિરુદ્ધ પુણે શહેરના ચતુરશ્રીંગી પોલીસ સ્ટેશનમાં પણ એફઆઈઆર દાખલ થઈ છે. આ એફઆઈઆર યુવાસેનાએ નોંધાવી છે. એફઆઈઆર આઈપીસીની કલમ 153 અને 505 હેઠળ દાખલ થઈ છે. 

કોરોનાને લઈને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું
નારાયણ રાણેએ નાસિકમાં કોરોના ગાઈડલાઈન્સનો ભંગ કરીને જન આશીર્વાદ રેલી કાઢી હતી. ઉપરથી સીએમ વિશે વિવાદિત નિવેદન આપ્યું. જેને લઈને મહારાષ્ટ્ર સરકાર આકરા પાણીએ છે. નાસિકમાં તેમના વિરુદ્ધ કેસ દાખલ થયો છે અને ધરપકડના આદેશ અપાયા છે. રાણેની જન આશીર્વાદ યાત્રા મહાડ પહોંચ્યા બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. તે સમયે તેઓ પત્રકારો દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા. એક પત્રકારે તેમને કહ્યું કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ છે અને બાળકો પર ખતરો વધુ છે આથી મુખ્યમંત્રીએ ભીડથી બચવાનું કહ્યું છે તો નારાજ થઈને નારાયણ રાણેએ કહ્યું કે તેમને નથી ખબર કે તેઓ અમને શું જણાવશે. તેઓ કયા ડોક્ટર છે? ત્રીજી લહેરનો અવાજ ક્યાંથી આવ્યો? તેઓ તો એમ પણ કહેતા હતા કે બાળકો જોખમમાં છે અને લોકોને ડરાવે છે. અશુભ ન બોલો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news