સરકારે ઝાઇડસ કેડિલાની કોવિડ-19 વેક્સીનના એક કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર, જાણો તેનું મહત્વ
સત્તાવાર સૂત્રો તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે સરકાર ઝાયડસ કેડિલાને ઝાઇકોવ-ડી વેક્સીનના એક કરોડ ડોઝનો ઓર્ડર આપી ચુક્યા છે. આ વેક્સીનની એક ડોઝની કિંમત ટેક્સને છોડીને આશરે 358 રૂપિયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ સરકારે ઝાયડસ કેડિલા (Zydus Cadila) ની કોવિડ-19 વિરોધી વેક્સીન 'ઝાઇકોવ-ડી' (ZyCoV-D) ના એક કરોડ ડોઝ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. સત્તાવાર સૂત્રોએ રવિવારે જણાવ્યું કે આ ખરીદની સાથે ત્રણ ડોઝ વાળી રસી કોરોના વાયરસ વિરુદ્ધ ચાલી રહેલા રાષ્ટ્રીય રસીકરણ અભિયાનમાં સામેલ થઈ જશે. સરકારના આ પગલાથી સ્પષ્ટ છે કે સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં વિકસિત દુનિયાની પ્રથમ ડીએનએ-આધારિત કોવિડ-19 વિરોધી વેક્સીન (ZyCoV-D) ને રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવા માટે લીલી ઝંડી દેખાડી છે.
ઝાયકોવ-ડી (ZyCoV-D) દેશમાં બનેલી પ્રથમ રસી છે જેને દવા નિયામક તરફથી 12 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોના રસીકરણ માટે મંજૂરી આપવામાં આવી પરંતુ સૂત્રોનું કહેવું છે કે શરૂઆતમાં તેને વયસ્કોને લગાવવાની પ્રાથમિકતા આપવાની સંભાવના છે. સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું કે, આવું કંપનીની સીમિત ઉત્પાદન ક્ષમતાને કારણે થયું છે.
આ પણ વાંચોઃ BJP Meeting: ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં PM મોદીએ કહ્યુ- સેવા જ સૌથી મોટી પૂજા છે
સત્તાવાર સૂત્રો તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે સરકાર ઝાયડસ કેડિલાને ઝાઇકોવ-ડી વેક્સીનના એક કરોડ ડોઝનો ઓર્ડર આપી ચુક્યા છે. આ વેક્સીનની એક ડોઝની કિંમત ટેક્સને છોડીને આશરે 358 રૂપિયા છે. આ ખર્ચમાં જેટ એપ્લીકેટરની કિંમત 93 રૂપિયા પણ સામેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ એપ્લીકેટની મદદથી વેક્સીનના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પરંતુ કંપનીના અધિકારીઓનું કહેવું છે કે ઝાઇડસ કેડિલા દર મહિને ઝાઇકોવ-ડીના એક કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં સક્ષમ છે. મહત્વનું છે કે વેક્સીનના ત્રણ ડોઝ 28 દિવસની અંદર આપવામાં આવશે. ભારતમાં વિકસિત કરવામાં આલવેલી આ દુનિયાની પ્રથમ કોવિડ-19 વિરોધી વેક્સીન છે જે ડીએનએ-આધારિત તથા સોઈ-રહિત છે. દેશના દવા નિયામકે 20 ઓગસ્ટે ઝાઇકોવ-ડીને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. મહત્વનું છે કે હાલ સરકાર કોવેક્સીનને 215 રૂપિયા પ્રતિ ડોઝ અને કોવિશીલ્ડને 205 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે ખરીદી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે