Udaipur Murder Case: કોંગ્રેસના આ નેતાએ ગહેલોત સરકાર પર જ સવાલ ઉઠાવ્યા, પાર્ટીએ કહ્યું- લક્ષ્મણ રેખા ન ભૂલો

Udaipur Murder Case: કોંગ્રેસે ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડમાં અશોક સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવનારી ટિપ્પણી બદલ પોતાના નેતાને ફટકાર લગાવી. 

Udaipur Murder Case: કોંગ્રેસના આ નેતાએ ગહેલોત સરકાર પર જ સવાલ ઉઠાવ્યા, પાર્ટીએ કહ્યું- લક્ષ્મણ રેખા ન ભૂલો

Udaipur Murder Case: કોંગ્રેસે ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડમાં અશોક સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવનારી ટિપ્પણી બદલ પોતાના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ફટકાર લગાવી અને કહ્યું કે તેમની ટિપ્પણી તથ્યોથી દૂર છે અને તેમણે લક્ષ્મણરેખા પાર કરતા પહેલા ઓછામાં ઓછું એકવાર તેના પર વિચાર કરવો જોઈતો હતો. 

કૃષ્ણમે એક ટ્વીટમાં ગહેલોત સરકારની કામગીરી પર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે ધમકી મળવા છતાં કન્હૈયાને સુરક્ષા કેમ ન અપાઈ અને આરોપ લગાવ્યો કે હત્યારાઓ સાથે સાથે પોલીસ અને પ્રશાસન પણ સરખી રીતે જવાબદાર છે. તેમણે પૂછ્યું કે એસએસપી, ડીઆઈજી વિરુદ્ધ હજુ સુધી કાર્યવાહી કેમ થઈ નથી. કૃષ્ણમે એ પણ પૂછ્યું કે શું રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારનો ઈકબાલ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયો છે. 

— Acharya Pramod (@AcharyaPramodk) June 28, 2022

કોંગ્રેસ નેતા પ્રમોદ કૃષ્ણમ પર નિશાન સાધતા કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરતા કહ્યું કે તેમણે બીજીવાર લક્ષ્મણ રેખા પાર કરતા પહેલા ઓછામાં ઓછું એકવાર તેના પર વિચાર કરવો જોઈતો હતો. 

— Jairam Ramesh (@Jairam_Ramesh) June 29, 2022

તેમણે કૃષ્ણમની ટ્વીટને ટેગ કરતા લખ્યું કે તમે જે લખ્યું છે તે તથ્યોથી દૂર છે. ગત સપ્તાહે કોંગ્રેસે કૃષ્ણમની ઉદ્ધવ ઠાકરે પર કરાયેલી ટિપ્પણીથી પણ પોતાને અલગ કરી હતી. કૃષ્ણમે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સીએમ પદ છોડવામાં એક પળની પણ વાર કરવી જોઈએ નહીં તેવી ટ્વીટ કરી હતી. 

Udaipur Case Update
- ઉદયપુરમાં આજે પણ કરફ્યૂ છે. તાલિબાની મર્ડર બાદ સમગ્ર ઉદયપુરમાં કડક નિગરાણી રાખવામાં આવી રહી છે. સમગ્ર પ્રદેશમાં નેટ બંધ છે અને શાંતિ જાળવી રાખવા માટે કડકાઈ રાખવામાં આવી રહી છે. આ બધા વચ્ચે સીએમ અશોક ગહેલોત આજે કન્હૈયાલાલના પરિવારને મળશે. સીએમ ગહેલોત સાથે ગૃહરાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવ, સીએસ, ડીજીપી અને અન્ય અધિકારીઓ પણ ઉદયપુર પહોંચશે. હાલ રાજ્યમાં એક મહિના માટે કલમ 144 લાગુ છે. 

- કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં આજે જયપુર બંધની પણ જાહેરાત કરાઈ છે. બંધ દરમિયાન જરૂરી સેવાઓને છોડી તમામ બજાર અને પ્રતિષ્ઠાન બંધ રાખવાનો નિર્ણય બુધવારે લેવાયો હતો. 3 જુલાઈએ હિન્દુ સંગઠન જયપુરમાં મોટી વિરોધ માર્ચ કાઢશે. જયપુરમાં થયેલી બેઠકમાં આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત અને સામાજિક અને ધાર્મિક સંગઠનોના પદાધિકારીઓની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીષ પુનિયા પણ હાજર રહ્યા હતા. 

- જેસલમેર પણ આજે બંધ છે. આજ સવારથી જ પ્રતિષ્ઠાનો બંધ છે. સર્વ હિન્દુ સમાજના આહ્વાન પર શહેર બંધ છે. હત્યાકાંડના વિરોધમાં મૌન જુલુસનું પણ આહ્વાન કરાયું છે. આ દરમિયાન જેસલમેરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news