અત્યાર સુધી કયારેય નહિ જોયું હોય આવું પાવાગઢ, જુઓ ધરતી પર સ્વર્ગની અનુભૂતિ કરાવતો VIDEO
યાત્રાધામ પાવાગઢના અદ્ભૂત નજારાના આ વીડિયોમાં મંદિર નવીનીકરણ બાદનો રાત્રિ દરમ્યાનનો અતિ ભવ્ય નજારો કહી શકાય તેવો વીડિયો છે. જેમાં પાવાગઢ મંદીર પરિસર સ્વર્ગ સમાન અનુભૂતિ કરાવે છે. મંદિર પરિસરમાં રાત્રી દરમ્યાન કરેલ લાઈટ અને કુદરતી ધૂમ્મસ ભેગા થતા નજારો એકદમ આહ્લાદક લાગી રહ્યો છે.
Trending Photos
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: સુપસિદ્ધ યાત્રાધામ તેમજ 51 શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ ગણાતી પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની મા કાળીના દર્શાનાર્થે માઈ ભક્તો હંમેશાં આવતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત 18 જુનના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે પાવાગઢ ખાતે વિકાસના કાર્યોની એક ઝાંખી દર્શાવતો વિડિયો સામે આવ્યો હતો. ત્યારે વરસાદી વાતાવરણમાં પાવાગઢ ડુંગર પરનું દ્રશ્ય મનમોહક બને છે, ત્યારે હાલ યાત્રાધામ પાવાગઢનો અદ્ભૂત નજારાનો એક વીડિયો સામે આવ્યો છે.
યાત્રાધામ પાવાગઢના અદ્ભૂત નજારાના આ વીડિયોમાં મંદિર નવીનીકરણ બાદનો રાત્રિ દરમ્યાનનો અતિ ભવ્ય નજારો કહી શકાય તેવો વીડિયો છે. જેમાં પાવાગઢ મંદીર પરિસર સ્વર્ગ સમાન અનુભૂતિ કરાવે છે. મંદિર પરિસરમાં રાત્રી દરમ્યાન કરેલ લાઈટ અને કુદરતી ધૂમ્મસ ભેગા થતા નજારો એકદમ આહ્લાદક લાગી રહ્યો છે. જાણે ધરતી પર સ્વર્ગ હોય એ પ્રકારનો આભાસ કરાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ વાયરલ થઈ રહ્યો છે. હાલ આ વીડિયોને કેટલાક મંત્રી અને નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કર્યો છે.
યાત્રાધામ પાવાગઢનો અદ્ભૂત નજારો, જુઓ#pavagadhtemple #Video #ZEE24Kalak pic.twitter.com/PYUr3OC7v5
— Zee 24 Kalak (@Zee24Kalak) June 30, 2022
તમને જણાવી દઈએ કે, ગત 18 જૂનના રોજ પીએમ મોદી પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવ્યા હતા અને તેમણે ધ્વજારોહણ કર્યું હતું. PM મોદીના આગમન પૂર્વે સાંજના લાઇટિંગના દ્રશ્યોનો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે અલગ-અલગ પ્રકારની લાઇટોથી શણગાર કરવામાં આવ્યો હતો. વર્ષો પહેલા દેખાતું પાવાગઢ આજે વિકાસથી ભરપુર નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળે છે. લોકોને પડતી અગવડને કારણે વિકાસના કાર્યો થયા બાદ આજે લોકો સહેલાઈથી દર્શન કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે