ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, 13 દિવસ પહેલા PM મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન

Udaipur Ahmedabad Railway Track: લોકોને રાત્રે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ પાટા પર જોઈને જોયું તો પાટા તૂટેલા હતા અને બોલ પણ નિકળેલા હતા. માનવામાં આવી રહ્યું હતું કે માઇનિંગ વિસ્ફોટકથી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. 

ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, 13 દિવસ પહેલા PM મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન

ઉદયપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 13 દિવસ પહેલા શરૂ થયેલ ઉદયપુર-અમદાવાદ રેલવે લાઇન પર શનિવારે રાત્રે બ્લાસ્ટ થતા ડરનો માહોલ બની ગયો હતો. પ્રથમ દ્રષ્ટિએ રેલવે ટ્રેકને ઉખાડવાના પ્રયાસમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો છે અને ઘટનાસ્થળેથી દારૂગોળો મળી આવ્યો છે. હકીકતમાં ઘટનાસ્થળ આસપાસ માઇનિંગ એરિયા પણ છે. પોલીસ અને રેલવે અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાસ્થળના બંને તરફ ટ્રેનની અવરજવર બંધ છે. 

સ્થાનીક ગ્રામીણોની સજાગતાથી આ નવા રૂટ પર મોટી દુર્ઘટના ટળી ગઈ છે. સૂત્રો પ્રમાણે ઘટના શનિવારે મોડી રાત્રે સલૂમ્બર માર્ગ પર કેવડેની નાલમાં ઓઢા રેલવે પુલની છે. અહીં પાછલી રાત્રે 10 કલાકે ગ્રામીણોને આસપાસ ધમાકાનો અવાજ સાંભળવા મળ્યો હતો. ત્યારબાદ કેટલાક યુવા તત્કાલ પાટા પાસે પહોંચ્યા હતા. ત્યાંની સ્થિતિ જોઈને ચોંકી ગયા હતા. તેમણે જણાવ્યું કે રેલવે લાઇન પર વિસ્ફોટક હતો. એમ લાગી રહ્યું હતું કે રેલવે પુલને ઉડાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય.

પાટા ઘણી જગ્યાએથી તૂટી ચુક્યા છે. પુલ પર લાઇનથી નટ-બોલ્ટ પણ ગાયબ મળ્યા હતા. ટ્રેક પર લોખંડ ઉખડેલું જોવા મળ્યું હતું. ઉદયપુર પોલીસ અધીક્ષક વિકા શર્માએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે એફએસએલ ટીમ સ્થળ પર છે. તપાસ બાદ સ્થિતિ સામે આવશે. રેલવે અજમેર મંડળના જનસંપર્ક અધિકારી અશોક ચૌહાણે જણાવ્યું કે ઘટના થઈ છે, તપાસ ચાલી રહી છે. ઘટનાસ્થળની બંને તરફ ટ્રેનની અવરજવર રોકી દેવામાં આવી છે. 

રેલવેએ ટ્રેનનું સંચાલન રોક્યું
ચૌહાણે જણાવ્યું કે રેલવે દ્વારા લાઇનને ઠીક કરવાનું કામ ચાલી રહ્યું છે. હાલ અમદાવાદ અસારવા ટ્રેન ડૂંગરપુરથી અસારવા સુધી સંચાલિત થશે. ઉદયપુર-અસારવા ટ્રેન દરરોજ સાંજે 5 કલાકે રવાના થાય છે. જે રાત્રે 11 કલાકે આસરવા પહોંચે છે. આ રીતે અસારવા-ઉદયપુર દરરોજ સવારે 6.30 કલાકે રવાના થઈને બપોરે 12.30 કલાકે ઉદયપુર સિટી સ્ટેશન પહોંચે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news