કેન્દ્રની છેલ્લી ચેતવણી બાદ લાઇન પર આવ્યું Twitter, મોહન ભાગવતનું એકાઉન્ટ ફરી કર્યું વેરિફાઇડ

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે 'Twitter એ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને કૃષ્ણ ગોપાલ સહિત અન્ય આરએસએસના મુખ્ય પદાધિકારીઓના એકાઉન્ટ પર બ્લૂ ટિક ફરી આપી દીધુ છે. 

કેન્દ્રની છેલ્લી ચેતવણી બાદ લાઇન પર આવ્યું Twitter, મોહન ભાગવતનું એકાઉન્ટ ફરી કર્યું વેરિફાઇડ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નવા IT નિયમનું પાલન ન કરવા મુદ્દે સોશિયલ મીડિયા કંપની ટ્વિટર સામે વિવાદ સમાપ્ત થવાની જગ્યાએ વધી રહ્યો છે. જ્યાં સરકાર તરફથી દરરોજ આઈટી નિયમને લઈને નોટિસ મોકલવામાં આવી રહી છે. તો આ વચ્ચે ટ્વિટરે ઘણા મુખ્ય નેતાઓના એકાઉન્ટ પર બ્લૂ ટિક ગાયબ કરી દીધુ હતુ. સોશિયલ મીડિયા કંપનીએ પહેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના એકાઉન્ટથી બ્લૂ ટિક હટાવી દીધુ, પછી RSS પ્રમુખ મોહન ભાગવતના એકાઉન્ટ પર પગલા ભરવામાં આવ્યા. પરંતુ કેન્દ્રએ આખરી ચેતવણી આપ્યા બાદ ટ્વિટર લાઇન પર આવી ગયું છે. નાયડૂના ટ્વિટર એકાઉન્ટને પહેલા જ વેરિફાઇ કરી દેવામાં આવ્યું હતું. હવે મોહન ભાગવતના એકાઉન્ટને બીજીવાર વેરિફાઇડ કરી દેવામાં આવ્યું છે. 

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે 'Twitter એ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને કૃષ્ણ ગોપાલ સહિત અન્ય આરએસએસના મુખ્ય પદાધિકારીઓના એકાઉન્ટ પર બ્લૂ ટિક ફરી આપી દીધુ છે. 

— ANI (@ANI) June 5, 2021

Twitter એ જણાવ્યું કારણ
મહત્વનું છે કે માઇક્રોબ્લોગિગં વેબસાઇટ ટ્વિટરે આજે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ સહિત અન્ય નેતાઓના એકાઉન્ટને અનવેરિફાઇડ કરી દીધું હતું. પરંતુ બાદમાં તેમાં સુધાર કરી લેવામાં આવ્યો. ટ્વિટરે આમ કરવા પાછળ પોલિસીનો હવાલો આપ્યો હતો. ટ્વિટરે કહ્યું- અમારી વેરિફિકેશન પોલિસી અનુસાર જો કોઈ એકાઉન્ટ ઇનએક્ટિવ થઈ જાય છે તો બ્લૂ વેરિફાઇડ બેચને હટાવી શકાય છે. જાણકારી આપવામાં આવી કે સક્રિય રીતે લોગ ઇન કરવું જોઈએ. ઓછામાં ઓછા 6 મહિનામાં એક વાર તો લોગ ઇન કરવું પડશે. 

કેન્દ્રની અંતિમ ચેતવણી
કેન્દ્ર સરકારે ટ્વિટરને નવા ડિજિટલ નિયમ લાગૂ કરવાને લઈને અંતિમ ચેતવણી આપી છે. સરકારે કહ્યું કે, ટ્વિટરને નવા આઈટી નિયમોનું પાલન કરવા માટે અંતિમ નોટિસ આપવામાં આવી રહી છે. જો નિયમનું પાલન ન થયું તો આઈટી એક્ટ 2000ની કલમ 79 મળેલી છૂટ ખતમ કરી દેવામાં આવશે અને ટ્વિટરે આઈટી એક્ટ અને અન્ય દંડાત્મક જોગવાઈ હેઠળ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. મંત્રાલયે કહ્યું કે, આ નિયમ 26 મે 2021થી લાગૂ છે, પરંતુ સદ્ભાવના હેઠળ ટ્વિટર ઇંકને છેલ્લી નોટિસ દ્વારા નિયમોનું પાલન કરવાનો અવસર આપવામાં આવે છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news