Rahul Gandhi બાદ કોંગ્રેસ અને તેના અનેક નેતાઓના ટ્વિટર એકાઉન્ટ લોક, પ્રિયંકાએ ટ્વિટર પર સાધ્યું નિશાન
રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓના એકાઉન્ટ લોક થઈ જતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ટ્વિટર ઈન્ડિયા ભારતમાં લોકતંત્રનું ગળું ઘોંટવામાં ભાજપ સરકારને સાથે આપી રહ્યું છે. આ બાજુ રાહુલ ગાંધી ટ્વિટર એકાઉન્ટ લોક થતા ઈન્સ્ટાગ્રામથી પોસ્ટ શેર કરી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓના એકાઉન્ટ લોક થઈ જતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ટ્વિટર ઈન્ડિયા ભારતમાં લોકતંત્રનું ગળું ઘોંટવામાં ભાજપ સરકારને સાથે આપી રહ્યું છે. આ બાજુ રાહુલ ગાંધી ટ્વિટર એકાઉન્ટ લોક થતા ઈન્સ્ટાગ્રામથી પોસ્ટ શેર કરી રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તાજી પોસ્ટમાં લખ્યું કે ડરો મત, સત્યમેવ જયતે. આ સાથે કેટલીક સ્લાઈડ પણ પોસ્ટ કરી છે.
પ્રિયંકાએ ટ્વીટ કરીને સવાલ પૂછ્યો
પ્રિયંકા ગાંધીએ પોતાના ડીપીમાં પણ રાહુલ ગાંધીનો ફોટો મૂકી દીધો. પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું કે 'શું ટ્વિટર કોંગ્રેસ નેતાઓના એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં પોતાની નીતિને અનુસરી રહ્યું છે કે પછી મોદી સરકારની નીતિને? તેણે અનુસૂચિત જાતિ આયોગનું ટ્વિટર એકાઉન્ટ કેમ બંધ નથી કર્યું. જ્યારે તેમણે પણ તે જ તસવીરો ટ્વીટ કરી હતી. જે અમારા કોઈ નેતાએ કરી હતી.'
By locking Congress leaders' accounts en masse, Twitter is blatantly colluding with the stifling of democracy by the BJP government in India. 2/2
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 12, 2021
પ્રિયંકા વાડ્રાએ આરોપ લગાવ્યો કે 'કોંગ્રેસ નેતાઓના મોટા પાયે એકાઉન્ટ બંધ કરીને, ટ્વિટર ભારતમાં ભાજપ સરકાર દ્વારા લોકતંત્રનું ગળું ઘોંટવામાં તેનો સાથ આપી રહ્યું છે.'
કોંગ્રેસના અનેક નેતાઓના એકાઉન્ટ લોક
આ અગાઉ કોંગ્રેસે ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે ટ્વિટરે તેના અનેક નેતાઓના એકાઉન્ટ લોક કરી દીધા છે. જો કે ટ્વિટરે કહ્યું કે નિયમોના ભંગ બદલ આ પગલું લેવાયું છે.
અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધી હાલમાં જ દિલ્હીમાં કથિત દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનેલી નવ વર્ષની બાળકીના માતા પિતાને મળવા ગયા હતા. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પીડિતાના માતા પિતાનો ફોટો વાયરલ કર્યો હતો. કાનૂનના તજજ્ઞોના જણાવ્યાં મુજબ શારીરિક શોષણનો ભોગ બનેલી કોઈ પણ છોકરી કે મહિલા કે તેના પરિજનોની ઓળખ ઉજાગર કરવી ગેરકાયદેસર છે.
ભાજપે જ્યારે આ મુદ્દે આપત્તિ જતાવતા ટ્વિટર ઈન્ડિયાને ફરિયાદ કરી તો કંપનીએ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ લોક કરી દીધુ. જેના પર વિરોધ જતાવતા કોંગ્રેસના અનેક નેતાઓએ પણ એ જ તસવીર વાયરલ કરી. ત્યારબાદ કંપનીએ તેમનું પણ ટ્વિટર એકાઉન્ટ લોક કર્યું.
પાર્ટીનો આરોપ છે કે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ અજય માકન, કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલા, લોકસભામાં પાર્ટીના વ્હિપ મણિકમ ટાગોર, અસમ કોંગ્રેસ પ્રભારી જિતેન્દ્ર સિંહ અને મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવના ટ્વિટર એકાઉન્ટ લોક થઈ ગયા છે.
કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ
આ બધા વચ્ચે યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ સહિત અનેક કાર્યકરોએ પોતાના ટ્વિટર એકાઉન્ટનું નામ રાહુલ ગાંધી રાખી લીધુ, અને ડીપીમાં પણ રાહુલ ગાંધીનો ફોટો મૂકી દીધો. કોંગ્રેસે પોતાના ટ્વિટર એકાઉન્ટને બંધ થવા સંબંધી મેસેજનો સ્ક્રિન શોટ ફેસબુક પોસ્ટમાં શેર કર્યો. જેમા લખ્યું છે કે જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરાયા, અમે ત્યારે ન હતા ડર્યા તો હવે ટ્વિટર એકાઉન્ટ બંધ થવાથી શું ખાખ ડરીશું. અમે કોંગ્રેસ છીએ. જનતાનો સંદેશ છીએ, અમે લડીશું અને લડતા રહીશું.
શું કહેવું છે ટ્વિટરનું
આ બાજુ ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું કે કંપનાના નિયમો બધા માટે વિવેકપૂર્ણ અને નિષ્પક્ષ રીતે લાગૂ થાય છે. તેમણે કહ્યું કે અમે અનેક એવી ટ્વિટને લઈને અતિસક્રિય પગલાં લીધા છે જેમાં નિયમોનો ભંગ કરતી તસવીરો પોસ્ટ કરાઈ હોય. આગળ પણ આવા પગલાં લેવાઈ શકે છે. કેટલીક સૂચનાઓમાં બીજાની સરખામણીએ જોખમ વધુ હોય છે અને અમારું લક્ષ્ય વ્યક્તિઓની પ્રાઈવસી અને સુરક્ષાની હંમેશા રક્ષા કરવાનું હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે