જીવિત વાજપેયીને ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રોયે શ્રદ્ધાંજલી અર્પી !
તથાગત રોયે જો કે ત્યાર બાદ ટ્વીટ ડિલીટ કરીને માફી પણ માંગતું ટ્વીટ કરીને વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો
Trending Photos
અગરતલા : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એમ્સ હોસ્પિટમલાં દાખલ થયેલા પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હાલત હાલ ગંભીર છે. એમ્સની તરફથી હાલમાં જ બહાર પડાયેલા હેલ્થ બુલેટીનમાં જણાવવામાં આવ્યું છે કે, તેમની તબીયત હજી પણ ગંભીર છે. આ તરફ ત્રિપુરા રાજ્યપાલ તથાગત રોયે ટ્વીટ કરીને પૂર્વ વડાપ્રધાનનાં નિધન અંગે દુખ વ્યક્ત કરી દીધું હતું. જો કે ત્યાર બાદ રોયે પોતાની ભુલનો અહેસાસ થતા તેમણે ટ્વીટ તુરંત જ ડિલીટ કરી દીધું હતું.
તથાગત રોયે અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપતા ટ્વીટ કર્યું કે, ભારતનાં પૂર્વ વડાપ્રધાન ખુબ જ સારા વક્તા અને છ દશક સુધી ભારતીય રાજનીતિમાં ચમકતા સીતારા રહ્યા હતા. ડોક્ટર શ્યામાં પ્રસાદ મુખર્જીનાં અંગત સચિવ સ્વરૂપે પોતાની શરૂઆત કરનારા ખુબ જ બુદ્ધિમાન, વિનમ્ર અટલ બિહારી વાજપેયીનું નિધન થઇ ગયું. ઓમ શાંતિ. રોયનાં આ ટ્વીટ બાદ લોકોએ તેમને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું હતું.
ત્યાર બાદ રાજ્યપાલ રોયે પોતાની ભુલનો અહેસાસ થયો અને તેણે પોતાનાં ટ્વીટ ડિલીટ કરીને માફી માંગી હતી. રોયે બીજી વખત ટ્વીટ કર્યું કે મને માફ કરો. મે ટીવી રિપોર્ટનાં આધારે ટ્વીટ કરી દીધું હતું. મે આ રિપોર્ટને અસલી માની લીધા હતા. હજી સુધી આ અંગે કોઇ અધિકારીક જાહેરાત થઇ નથી. મે પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું છે. એકવાર ફરીથી મને માફ કરો.
I am sorry I tweeted something upon being told by an all-India TV channel. I had taken it to be authentic. There has so far been no official announcement. I have deleted my tweet. Sorry again
— Tathagata Roy (@tathagata2) August 16, 2018
અત્રે ઉલ્લેખનીય છે કે એમ્સ દાખલ કરવામાં આવેલા અટલ બિહારી વાજપેયીની તબિયત હાલ પણ નાજુક છે. એમ્સમાં વાજપેયીની તબિયત મુદ્દે નવું હેલ્થ અપડેટ ઇશ્યું કરવામાં આવ્યું છે. આ અપડેટમાં જણાવવમાં આવ્યું છે કે તેમની તબિયત પહેલાની જેમ જ છે. હાલ તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. એમ્સે તે અગાઉ પ્રેસ રિલીઝ કરીને જણાવ્યું હતું કે, પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી છેલ્લા 9 અઠવાડીયાથી AIIMSમાં દાખલ છે. છેલ્લા 24 કલાકમાં દુર્ભાગ્યથી તેમની પરિસ્થિતી સતત બગડી રહી છે. તેમની તબિયત નાજુક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે