LIVE: લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ, કોંગ્રેસે કર્યો વિરોધ
મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકથી આઝાદી અપાવનારા વિધેયકને આજે સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. મંત્રી રવિશંકર પ્રસાદે બિલને રજૂ કર્યું છે પરંતુ કોંગ્રેસ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનું કહેવું છે આ બિલ લાવવામાં ઉતાવળ કરવા જેવી નથી. જ્યારે બીજી તરફ ભાજપ અને સાથી પક્ષો દ્વારા આ બિલની તરફેણ કરવામાં આવી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકથી આઝાદી અપાવનારા વિધેયકને આજે સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. મંત્રી રવિશંકર પ્રસાદે બિલને રજૂ કર્યું છે પરંતુ કોંગ્રેસ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનું કહેવું છે આ બિલ લાવવામાં ઉતાવળ કરવા જેવી નથી. જ્યારે બીજી તરફ ભાજપ અને સાથી પક્ષો દ્વારા આ બિલની તરફેણ કરવામાં આવી રહી છે.
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે લોકસભામાં મંજૂરી માટે રજુ કર્યું છે. મે મહિનામાં બીજીવાર સત્તા સંભાળ્યા બાદ લોકસભાના પહેલા સત્રના પહેલા જ દિવસે સરકારે ટ્રિપલ તલાક વિધેયકનો ડ્રાફ્ટ રજુ કર્યો હતો. લોકસભામાં આજે આ બિલ પર ચર્ચા બાદ ટ્રિપલ તલાક બિલ પસાર થાય તેવી શક્યતા છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ સાંસદોને ત્રણ લાઈનનું વ્હિપ જારી કરીને સદનમાં પોતાની હાજરી સુનિશ્ચિત કરવાનું કહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી ટ્રિપલ તલાક બિલને લઈને પોતાની પ્રતિબદ્ધતા અનેકવાર જાહેર કરી ચૂક્યા છે.
ભારતના વડાપ્રધાન હોવાનો હક અદા કરી રહ્યાં છે પીએમ મોદી- મીનાક્ષી લેખી
લોકસભામાં ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે પૂર્વ વડાપ્ધાન પંડિત જવાહરલાલ નહેરુની જેમ જ પીએમ મોદીની સામે ધાર્મિક દેશમાં ધર્મ નિરપેક્ષ રાજ્ય બનાવવાનો પડકાર છે. લેખીએ કહ્યું કે ધાર્મિક કાયદો સંપૂર્ણ રીતે ખોટો છે અને તે સોચને બદલવી જોઈએ. બાબા સાહેબનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ હિન્દુ કાયદા પર રોક લગાવવા માંગે છે. આ જ કારણ છે કે તેમણે ત્યારબાદ કોંગ્રેસ છોડી દીધી. લેખીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન હોવાનો હક અદા કરી રહ્યાં છે. પરંતુ અફસોસની વાત છે કે પૂર્વ પીએમ નહેરુ બાદ રાજીવ ગાંધીએ આમ ન કર્યું. આ દરમિયાન અખિલેશ યાદવ અને મીનાક્ષી લેખી વચ્ચે ઉગ્ર રકઝક પણ થઈ હતી.
ત્રિપલ તલાક બિલ પર ચર્ચા શરૂ, પ્રસાદે કહ્યું-સુપ્રીમના ચુકાદા બાદ પણ રોક નથી લાગી
લોકસભામાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ત્રિપલ તલાક બિલને સદનમાં ચર્ચા માટે રજુ કર્યું છે. તેમણે કહ્યું કે ત્રિપલ તલાકથી પીડિત મુસ્લિમ બહેનોએ સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવી હતી. ત્યારબાદ કોર્ટે ચુકાદો આપતા ત્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. કોર્ટે તેને શરિયાની વિરુદ્ધ પણ ગણાવ્યું હતું. કોર્ટે પોતાના ચુકાદામાં તેના પર કાયદો બનાવવાની વાત કરી અન અન્ય મુસ્લિમ દેશોને પણ જોયા જ્યાં શરિયામાં બદલાવ આવ્યો છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે કોર્ટની આકરી ટિપ્પણી અને કાયદા બાદ પણ તેના કેસ અટક્યા નથી અને 574 મામલા સામે આવ્યાં છે. કોર્ટના ચુકાદા બાદ પણ ત્રણસોથી વધુ કેસ સામે આવ્યાં છે.
Union Minister Ravi Shankar Prasad in
Lok Sabha: After Supreme Court judgement on triple talaq, 345 cases of triple talaq have come to light till 24th July 2019. https://t.co/tLdfqAFIRu
— ANI (@ANI) July 25, 2019
તેમણે કહ્યું કે દુનિયાના 20 ઈસ્લામિક દેશોએ ત્રિપલ તલાક પર પ્રતિબંધ મૂક્યો છે તો ભારત કેમ ન કરી શકે. સુપ્રીમ કોર્ટ પણ તેને ખોટો ગણાવી ચૂકી છે. કાયદો બનાવવાનો આદેશ આપ્યો છે. હવે શું કોર્ટના ચુકાદાને પીડિત બહેનના ઘરમાં લટકાવીએ, કોઈ કાર્યવાહી નહીં થાય. પ્રસાદે કહ્યું કે ભારતના બંધારણમાં લૈંગિક ન્યાય એક મૂળ દર્શન છે અને કોઈ પણ સમાજની મહિલાઓને ન્યાય મળવો જોઈએ.
તેમણે કહ્યું કે આ મામલો મહિલાનો છે, કોઈ ધર્મ, જાતિ કે મતનો નથી. માત્ર મહિલાઓને ન્યાયનો છે. હું સદનને આગ્રહ કરીશ કે ધ્વનિ મતથી તેને પાસ કરે જેથી કરીને દેશની મહિલાઓને ન્યાય મળે.
ગત વખતે રાજ્યસભામાં પાસ નહતું થઈ શક્યું બિલ
જૂનમાં 16મી લોકસભા ભંગ થયા બાદ ગત વિધેયક નિષ્પ્રભાવી થઈ ગયું હતું. કારણ કે તે રાજ્યસભામાં પેન્ડિંગ હતું. હકીકતમાં લોકસભામાં કોઈ પણ બિલ પસાર થયા બાદ અને રાજ્યસભામાં તેના પેન્ડિંગ રહેવાની સ્થિતિમાં લોકસભા ભંગ થતા તે વિધેયક નિષ્પ્રભાવી થઈ જાય છે.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે