IRCTC થી ના થતુ હોય બુકિંગ તો આ એપ્સ પર આસાનીથી મળી જશે ટ્રેનની ટિકિટ

Train Ticket Booking: ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે ખુબ જ મહત્ત્વના સમાચાર. આ સરકારી એપથી બુકિંગનો મેળના પડતો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ટેકનીકલ ખામીના કારણે આવું બની શકે છે. તમે આ ઓપ્શન પસંદ કરી શકો છો.

IRCTC થી ના થતુ હોય બુકિંગ તો આ એપ્સ પર આસાનીથી મળી જશે ટ્રેનની ટિકિટ

IRCTC Train Ticket Booking: આજે સવારથી જ રેલવે વિભાગની સત્તાવાર વેબસાઈટ IRCTC માં કંઈક ડખો પડ્યો છે. જેને કારણે આજે સવારથી જ IRCTC તરફથી બુકિંગ નથી થઈ રહ્યું! આ સ્થિતિમાં ઘણા યુઝર્સની પેમેન્ટ પણ કપાઈ રહી છે અને તેમને ટિકિટ મળી રહી નથી. જો તમે આ હેરાનગતિથી બચવા માંગતા હોવ અને એવું ઈચ્છતા હોવ કે તમારી સાથે આવું ના થાય તો આ અન્ય એપ્સ તમારા માટે ખુબ ઉપયોગી બનશે.

આ કિસ્સામાં, તમે અન્ય એપ્લિકેશનો અજમાવી શકો છો. આ એપ્સ તમને ટિકિટ બુકિંગની સુવિધા આપે છે. અમે આવી જ કેટલીક એપ્સ વિશે ચર્ચા કરી રહ્યા છીએ, જેનો ઉપયોગ જો IRCTC કામ ન કરતું હોય તો કરી શકો છો. IRCTC એટલેકે, ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની વેબસાઈટ મંગળવારે સવારે બંધ થઈ ગઈ છે. હાલ મુસાફરો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરી શકતા નથી. યૂઝર્સ ફરિયાદ કરે છે કે ટિકિટ બુકિંગ દરમિયાન પેમેન્ટ કર્યા પછી પણ તેમની ટિકિટ બુક થઈ રહી નથી. IRCTCએ તેને ટેકનિકલ સમસ્યા ગણાવી છે.
 

Alternatively tickets can be booked through other B2C players like Amazon, Makemytrip etc.

— IRCTC (@IRCTCofficial) July 25, 2023

 

IRCTCએ તેના ટ્વિટર હેન્ડલ પર આ સમસ્યા વિશે માહિતી આપી છે. IRCTCએ લખ્યું, 'ટેકનિકલ કારણોસર ટિકિટ બુકિંગ સેવા ઉપલબ્ધ નથી. અમારી તકનીકી ટીમ આ સમસ્યાને ઠીક કરવા માટે કામ કરી રહી છે. આ સમસ્યાનું નિરાકરણ આવતા જ અમે તમને તેના વિશે જાણ કરીશું.

આ ઓપ્શન પણ અજમાવી શકો છો-
જો કે, આ સમય દરમિયાન જો તમે તમારા માટે ટિકિટ બુક કરવા માંગો છો, તો તમે અન્ય એપ્સનો ઉપયોગ કરી શકો છો. ખુદ IRCTCએ આ અંગે માહિતી આપી છે. પ્લેટફોર્મે જણાવ્યું કે ટેકનિકલ કારણોસર તમને IRCTCની ઓફિશિયલ વેબસાઇટ અને એપ પર ટિકિટ બુકિંગ સર્વિસ નહીં મળે.

આ કિસ્સામાં, તમે બીજા વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. તમે Amazon, Make My Trip જેવા B2C પ્લેયર્સ પરથી તમારી ટિકિટ બુક કરાવી શકો છો. અમે તમને કેટલીક એવી એપ્સ વિશે માહિતી આપી રહ્યા છીએ જ્યાંથી તમે ટ્રેનની ટિકિટ બુક કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news