Farmers Protest: સુનિયોજિત હતી ટ્રેક્ટર પરેડ હિંસા? Rakesh Tikait Viral Video થી ઉઠ્યા અનેક સવાલ

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે (Republic Day 2021) થયેલી હિંસા બાદ ભારતીય કિસાન યુનિયન (BKU) નેતા રાકેશ ટિકૈત  (Rakesh Tikait) નો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે.

Farmers Protest: સુનિયોજિત હતી ટ્રેક્ટર પરેડ હિંસા? Rakesh Tikait Viral Video થી ઉઠ્યા અનેક સવાલ

નવી દિલ્હી: દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે (Republic Day 2021) થયેલી હિંસા બાદ ભારતીય કિસાન યુનિયન (BKU) નેતા રાકેશ ટિકૈત  (Rakesh Tikait) નો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. ત્યારબાદ હવે સવાલ ઉઠી રહ્યો છે કે આખા દેશનું માથું નમાવી દેનારી આ જે બબાલ થઈ તે સુનિયોજિત હતી? ટિકૈતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Rakesh Tikait Video Viral) થયા બાદ ખેડૂત આંદોલન (Farmers Protest) ની દાનત પણ સવાલના ઘેરામાં આવી ગઈ છે. વાયરલ વીડિયોમાં રાકેશ ટિકૈત ખેડૂત નેતાઓને લાકડી-ડંડા સાથે લઈને આવવાની અપીલ કરી રહ્યા છે. 

વાયરલ વીડિયોથી ટિકૈત પર ગંભીર સવાલ ઉઠ્યા
વીડિયોમાં રાકેશ ટિકૈત ( Rakesh Tikait ) ખેડૂતોને ઉકસાવતા જોવા મળે છે. રાકેશ ટિકૈત કહે છે કે, મોદી સરકાર અબ કૈડી હોય ગઈ હૈ. ઈસલીએ પ્રદર્શનમાં ઝંડા ઔર ડંડા સાથ લાના. લાઠી-ગોઠી પણ રખીયો અપની, ઝંડા લગાને કે લીએ. સમજ જાઈઓ સારી બાત. તિરંગા ભી લગાના, અપના ઝંડા ભી  લગાના. ઠીક હૈ. અબ સબ જાઓ અપની જમીન બચાને. આ જાઓ અપની જમીન બચાને કે લીએ વરના જમીન નહીં બચની. જમીન છીન લી જાએગી. 

જુઓ VIDEO

આ વીડિયો ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ ટ્વીટ કર્યો છે. જો કે આ વીડિયો ક્યારનો છે તેની કોઈ માહિતી સામે નથી આવી. જણાવી દઈએ કે ગણતંત્ર દિવસે ખેડૂતોએ ટ્રેક્ટર પરેડ (Tractor Parade)કરી હતી. આ દરમિયાન તેમણે લાલ કિલ્લા ( Red Fort ) પર ખાલસા પંથનો ધ્વજ ફરકાવ્યો હોવાનું કહેવાય છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અનેક ઠેકાણે ઘર્ષણ થયું હતું. જે વચ્ચે વાયરલ થયેલા આ વીડિયો બાદ સવાલો ઉઠી રહ્યા છે. જો કે, વીડિયો મામલે રાકેશ ટિકૈતે (Rakesh Tikait) સ્પષ્ટતા પણ કરી છે.

ભૂલ કે ષડયંત્ર?
ટિકૈતનો આ વીડિયો વાયરલ થયા બાદ હિંસાના સુનિયોજિત ષડયંત્ર અંગે પણ ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. દેશની રાજધાનીમાં આંદોલન (Farmers Protest) ના નામ પર આ પ્રકારે હિંસાથી દેશભરમાં આક્રોશનો માહોલ છે. સોશિયલ મીડિયા પર સતત યોગેન્દ્ર યાદવ (Yogendra Yadav)  અને રાકેશ ટિકૈતને લોકો સવાલ પૂછી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયો પર રાકેશ ટિકૈત (Rakesh Tikait) નું કહેવું છે કે અમે કહ્યું હતું કે તમારી લાકડી લઈને આવજો. કૃપા કરીને મને ડંડા વગરનો કોઈ ઝંડો બતાવો, હું મારી ભૂલ સ્વીકારી લઈશ. આ સાથે જ રાકેશ ટિકૈતે કહ્યું કે જેણે ઝંડો ફરકાવ્યો તે માણસ કોણ હતો? એક કોમને બદનામ કરવાનું ષડયંત્ર છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યું છે. કેટલાક લોકોને ઓળખી લેવાયા છે અને તેમણએ આજે જ અહીંથી જવું પડશે. જે વ્યક્તિ હિંસામાં લિપ્ત જણાશે તેણે સ્થાન છોડવું પડશે અને તેના વિરુદ્ધ કાર્યવાહી થશે. 

— ANI (@ANI) January 27, 2021

કિસાન નેતાઓએ ભડકાવ્યા
બીજી બાજુ ભાજપ (BJP) ના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે જે શંકા હતી તે સાચી સાબિત થઈ. ખેડૂત સંગઠનો મોટી મોટી વાતો કરી રહ્યા હતા કે અનુશાસન રહેશે કે અમે જશ્નમાં સામેલ થઈ રહ્યા છીએ. આ જશ્ન હતો કે ગણતંત્ર દિવસ  (Republic Day) ના અવસરે ભારત પર હુમલો? તેમણે લાલ કિલ્લા (Red Fort) ને અપવિત્ર કર્યો છે. આ બધા વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. 

— ANI_HindiNews (@AHindinews) January 27, 2021

શાહનવાઝ હુસૈને વધુમાં કહ્યું કે ઉક્સાવવાનું કામ તો ખેડૂત સંગઠનના નેતાઓએ કર્યું. ખેડૂત સંગઠનના દરેક નેતા ફક્ત ભડકાવવામાં લાગ્યા હતા. હવે જ્યારે આ ઘટના ઘટી તો તેઓ જાત જાતના જ્ઞાન આપી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news