ચૂંટણી 2019 : ભારતમાં રાજકીય ફલક પર ટોચના રાજકીય નેતાઓ અને તેમની સ્થિતિ

લોકસભા 2019ની ચૂંટણીની તારીખોની જાહેરાત હવે ગમે ત્યારે થઈ શકે છે એવા સંજોગોમાં જાણીએ કે ભારતના રાજકીય ફલક અત્યારે કયા નેતાઓ સૌથી વધુ ચર્ચામાં છે અને તેમના રાજકીય પક્ષને કઈ દિશામાં લઈ જશે 

ચૂંટણી 2019 : ભારતમાં રાજકીય ફલક પર ટોચના રાજકીય નેતાઓ અને તેમની સ્થિતિ

ઝી વેબ ડેસ્ક/ અમદાવાદઃ દેશમાં લોકસભા ચૂંટણીના નગારા વાગવા લાગ્યા છે. તમામ રાજકીય પક્ષો આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. તેમના નેતાઓ તડ-જોડનું રાજકારણ, ઉમેદવારની પસંદગી, બેઠકોની પસંદગી, કાર્યકર્તાઓને ચૂંટણીનો પ્રચાર કેવી રીતે કરવો તેની તાલીમ વગેરે પ્રક્રિયાઓમાં લાગી ગયા છે. તાજેતરમાં જ પાકિસ્તાન પર ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી 'સર્જિકલ સ્ટ્રાઈક-2' પછી દેશમાં વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સૌથી વધુ ચર્ચામાં આવી ગયું છે. ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર આપી રહેલા કોંગ્રેસ પાર્ટીના વડા રાહુલ ગાંધીનું નામ ચર્ચામાં છે. 

આ વખતની લોકસભા ચૂંટણી નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની રહેશે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ઉપરાંત પણ ભાજપ, કોંગ્રેસ, ટીડીપી, એનસીપી, સપા અને બસપા સહિતના પક્ષોના અનેક નેતાઓ પણ ચર્ચામાં છે. આવો જાણીએ આવા જ કેટલાક ટોચના નેતાઓ વિશે.  

1. નરેન્દ્ર મોદી 
પદઃ ભારતના વડા પ્રધાન
પક્ષઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)
વિશેષતાઃ પ્રખર વક્તા, ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો અનુભવ અને ભાજપની પૂર્ણ બહુમતિવાળી વર્તમાન એનડીએ સરકારના વડા પ્રધાન તરીકે 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરવાનો અનુભવ. 

2. રાહુલ ગાંધી
પદઃ કોંગ્રેસના અધ્યક્ષ 
પક્ષઃ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (કોંગ્રેસ)
વિશેષતાઃ કોંગ્રેસના મહામંત્રી તરીકેનો અનુભવ અને હવે કોંગ્રેસના અધ્યક્ષ. તાજેતરમાં જ યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં તેમના પક્ષે ભાજપનો ગઢ ગણાતા ત્રણ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર બનાવી. 

3. અમિત શાહ
પદઃ ભાજપના અધ્યક્ષ
પક્ષઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)
વિશેષતાઃ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી વ્યૂહકાર. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી ભારતીય જનતા પાર્ટીમાં બીજા નંબરના સર્વોચ્ચ નેતા. પ્રખર વક્તા. ભારતીય જનતા પાર્ટીને 2014ની લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત અપાવાનો શ્રેય. આ ઉપરાંત, દેશના અનેક રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા સાથે પ્રથમ વખત સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા. 

4. અરૂણ જેટલી
પદઃ કેન્દ્રીય નાણા મંત્રી
પક્ષઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)
વિશેષતાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ અને ભાજપમાં ત્રીજા ક્રમના ટોચના નેતા. 

5. અરવિંદ કેજરીવાલ
પદઃ દિલ્હીના મુખ્યમંત્રી
પક્ષઃ આમ આદમી પાર્ટી (આપ)
વિશેષતાઃ દિલ્હીમાં પ્રથમ વખત કોંગ્રેસ અને ભાજપ સિવાય ત્રીજા પક્ષની પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવનારા નેતા. સ્પષ્ટ વક્તા અને ઈમાનદાર હોવાની છબી ધરાવતા નેતા. 

6. મમતા બેનરજી
પદઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી
પક્ષઃ ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસ (એઆઈટીસી)
વિશેષતાઃ પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓનું વર્ચસ્વ સમાપ્ત કરીને બિનડાબેરી સરકાર બનાવનારા પ્રથમ નેતા. રાષ્ટ્રીય કક્ષાએ પણ તેમનું ઘણું વજન પડે છે. 

7. યોગી આદિત્યનાથ
પદઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી
પક્ષઃ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)
વિશેષતાઃ 2014ની લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની તમામ લોકસભા બેઠક પર ભાજપને વિજય અપાવામાં મહત્વનો ફાળો. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વિજય અપાવીને સત્તામાં લાવનારા મુખ્ય નેતા. ઉત્તરપ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ મહત્વના નેતા. 

8. અખિલેશ યાદવ
પદઃ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી
પક્ષઃ સમાજવાદી પાર્ટી (SP)
વિશેષતાઃ ઉત્તરપ્રદેશમાં 5 વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહેવાનો અનુભવ. યુપીના યુવાનોમાં અખિલેશ ભૈયા તરીકે પ્રખ્યાત. રાષ્ટ્રીય સ્તરે પણ મહત્વના નેતા. 

9. માયાવતી
પદઃ બહુજન સમાજ પાર્ટીના નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી
પક્ષઃ બહુજન સમાજ પાર્ટી (BSP)
વિશેષતાઃ ઉત્તરપ્રદેશમાં 5 વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહેવાનો અનુભવ. રાષ્ટ્રીય રાજકારણમાં વજનદાર નેતા. 

10. શરદ પવાર
પદઃ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ
પક્ષઃ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)
વિશેષતાઃ પીઢ રાજકારણી. ઈન્દિરા ગાંધીથી સોનિયા ગાંધી સુધીના કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે કામનો અનુભવ. અનેક વખત કેન્દ્રીય મંત્રીપદનો અનુભવ. રાષ્ટ્રીય રાજકારણમાં વજનદાર વ્યક્તિત્વ. 

11. એન. ચંદ્રાબાબુ નાયડુ
પદઃ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી
પક્ષઃ તેલુગુ દેશમ પાર્ટી, આંધ્રપ્રદેશ (TDP)
વિશેષતાઃ પીઢ રાજકારણી. આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી તરીકેના લાંબા કાર્યકાળનો અનુભવ. રાષ્ટ્રીય રાજકારણમાં પણ હવે જાણીતા નેતા. 

12. ઉધ્ધવ ઠાકરે
પદઃ શિવસેનાના અધ્યક્ષ
પક્ષઃ શિવ સેના(મહારાષ્ટ્ર)
વિશેષતાઃ મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટું નામ. મહારાષ્ટ્રમાં બીજા નંબરના સૌથી મોટા પક્ષના નેતા. રાષ્ટ્રીય રાજકારણમાં પણ વજનદાર નામ. 

13. કે.ચંદ્રશેખર રાવ (કેસીઆર)
પદઃ તેલંગાણાના મુખ્યમંત્રી
પક્ષઃ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)
વિશેષતાઃ અલગ તેલંગાણા માટે સતત સંઘર્ષ કરીને નવું રાજ્ય બનાવનારા નેતા. તેલંગાણામાં સળંગ બીજી વખત ચૂંટણી જીતી મુખ્યમંત્રી બન્યા. 

14. એમ.કે. સ્ટાલિન
પદઃ ડીએમકેના અધ્યક્ષ
પક્ષઃ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)
વિશેષતાઃ તમિલનાડુના સૌથી જૂના રાજકીય પક્ષના નેતા. તમિલનાડુના રાજકારણમાં ઉગતો સિતારો. રાષ્ટ્રીય કક્ષાએ પણ વજનદાર વ્યક્તિ. 

15. નવીન પટનાયક
પદઃ ઓડિશાના મુખ્યમંત્રી
પક્ષઃ બીજુ જનતા દળ (BJD)
વિશેષતાઃ ઓડિશાના મુખ્યમંત્રી. વર્ષ 2000થી સળંગ ચાર ટર્મ સુધી ઓડિશાના મુખ્યમંત્રી પદે રહેવાનો અનુભવ. 2014ની લોકસભા ચૂંટણીમાં ઓડિશાની 21 લોકસભા બેઠકમાંથી 20 બેઠક જીતીને રેકોર્ડ રચ્યો હતો. 

16. નીતિશ કુમાર
પદઃ બિહારના મુખ્યમંત્રી
પક્ષઃ જનતા દળ(યુ) (JD-U) 
વિશેષતાઃ બિહારમાં વર્ષ 2005થી અત્યાર સુધી (13 વર્ષ) મુખ્યમંત્રી પદે રહેવાનો અનુભવ. રાષ્ટ્રીય રાજકારણમાં પણ ગણમાન્ય નામ. કેન્દ્રીય મંત્રી તરીકે પણ કાર્યાનુભવ. જયપ્રકાશ નારાયમ, રામ મનોહર લોહિયા, વી.પી. સિંઘ જેવા નેતાઓ સાથે કામ કરવાનો અનુભવ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news