10 વીડિયોમાં જુઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો આખો પ્રસંગ, પીએમ મોદી ભાવુક થયા હતા

Ram Mandir Pran Pratistha : મંગલ ઘડી અને શ્રેષ્ઠ મુહૂર્તમાં થઈ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા...નવા ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજ્યા રામલલા...કરોડો લોકોએ એકસાથે નિહાળી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા...

10 વીડિયોમાં જુઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો આખો પ્રસંગ, પીએમ મોદી ભાવુક થયા હતા

Ram Mandir Pran Pratistha : કરોડો હિન્દુઓનું સપનું આજે સાકાર થયું છે. આ સંસાર અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠાની પાવન ક્ષણનો સાક્ષી બન્યો છે. અતિ ભવ્ય, અતિ દિવ્ય, અતિ સુંદર રામ મંદિર અયોધ્યામાં આજે ખુલ્લુ મૂકાયું છે. 500 વર્ષની પ્રતિક્ષા બાદ ભક્તોની ઈચ્છા આખરે પૂરી થઈ છે. ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બની સમગ્ર ભારતવર્ષ રોમાંચિત થયું છે. 

પીએમ મોદીએ હાથમાં કમળ સાથે એન્ટ્રી કરી હતી 
દેશમાં આજે ખરેખર બીજી દિવાળીનો દિવસ બન્યો છે. PM નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની આંખેથી પટ્ટી ખોલી, હાથમાં કમળ લઈને પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ ક્ષણ આખા દેશ માટે ગર્વની બની હતી. સાડા પાંચસો વર્ષની આતુરતાનો અંત આવ્યો હતો, અને અંતે રામલલ્લા નિજમંદિરે વિરાજમાન થયા છે. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા આખરે થઈ ગઈછે. 5 વર્ષનાં રામલલ્લાનું સ્વરૂપ અતિ દિવ્ય લાગી રહ્યું છે. મંદિરના કપાટ ખુલતા જ ‘રઘુપતિ રાઘવ રાજારામ...સબકો સદબુદ્ધિ દે ભગવાન’ ભજનથી આખું મંદિર રામમય બન્યુ હતું. તો આ ક્ષણે હેલિકોપ્ટરથી સમગ્ર મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. 

મૂર્તિમાં પ્રાણ પૂરાયા 
ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ છે. ગર્ભગૃહમાં બિરાજમાન રામ લલ્લાની મૂર્તિમાં પ્રાણ પુરવામાં આવ્યા. ભવ્ય અને દિવ્ય મંદિરમાં 500 વર્ષના સંઘર્ષ બાદ આખરે ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. રામલલાના દિવ્ય, અલૌકિક સ્વરૂપે દુનિયાને દર્શન આપ્યા છે. 

અલૌકિક અને દૈદિપ્યમાન છે રામલલા
રામલલાની બાળ સ્વરૂપની મૂર્તિ અલૌકિકિ અને દૈદિપ્યમાન છે. પીળા પિતાંબરમાં આગવા શણગાર અને ધનુષબાણ સાથે રામલલ્લા ભક્તોને દર્શન આપી રહ્યા છે. મુકુટ, કુંડળ અને કટિબંધ સાથે અયોધ્યાપતિ ભગવાન રામ શોભી રહ્યા છે. 

ગર્ભગૃહમાં કોણ કોણ હતું
ગર્ભગૃહમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા.  

પીએમ મોદી ભાવુક થયા
પીએમ મોદીએ ગર્ભગૃહમાં પૂજાવિધિ કરાઈ હતી. તેના બાદ રામ લલ્લાના અનુષ્ઠાન કરાયા હતા. આ બાદ તેમણે રામ લલ્લાની આરતી ઉતારી હતી. તેમણે રામલલ્લાને દંડવત પ્રણામ કર્યા હતા. આ ક્ષણે પીએમ મોદી બહુ જ ભાવુક થઈ ગયા હતા. 

રામલલાની થઈ પ્રાણ પ્રતિષ્ઠા
મંગલ ઘડી અને શ્રેષ્ઠ મુહૂર્તમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. નવા ભવ્ય અને દિવ્ય મંદિરમાં રામલલ્લા બિરાજમાન થયા છે. કરોડો લોકોએ એકસાથે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિહાળી. 

રામલલાની મૂર્તિની ખાસિયત 
રામલલાની મૂર્તિનું વજન 200 કિલો, રામલલાની નવી મૂર્તિની વય હજારો વર્ષની, ચંદન-કંકુ લગાવવાથી પ્રતિમાની ચમક ઓછી નહીં થાય. મૂર્તિની ઉપર મુકુટ અને આભામંડલ છે. શ્રી રામની ભૂજાઓ ઘૂંટણ સુધી લાંબી છે. મસ્તક સુંદર, આંખો મોટી અને ભવ્ય કપાળ છે. કમળ પર ઊભી મુદ્રામાં મૂર્તિના હાથમાં ધનુષ અને તીર છે. એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે મૂર્તિ. અંદાજે 4.25 ફૂટ ઊંચી અને 3 ફૂટ પહોળી પ્રતિમા છે. પ્રતિમામાં આજુબાજુ ભગવાન વિષ્ણુના 10 અવતાર દર્શાવાયા છે. સોનાની પરખ થાય છે એ પથ્થરથી બની છે મૂર્તિ. કસોટી પથ્થરમાંથી બનાવવામાં આવી છે મૂર્તિ. કૃષ્ણશિલા કહેવાતી શિલામાંથી મૂર્તિનું નિર્માણ થયું છે. નીલકમલ જેવી મનોહર છે ભગવાન રામની મૂર્તિ. રામ ચરિત માનસમાં વર્ણન છે એવા પ્રકારની મૂર્તિ

અતિથિઓ બન્યા અવસરના સાક્ષી
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના 6 હજાર જેટલા અતિથિઓ બન્યા સાક્ષી...મુકેશ અંબાણી અને તેનો પરિવાર, અમિતાભ બચ્ચન સહિતના બોલીવુડ સ્ટાર્સે આપી ઉત્સવમાં હજારી..સચિન, સાયના સહિતને ખેલાડીઓએ નજરે આ ઐતિહાસિક ક્ષણ નિહાળી. 
 
ચારે તરફ ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે ચારે તરફ ઉત્સાહ જોવા મળ્યો છે. ઉમંગ અને ઉલ્લાસ..લોકોએ ભજન-આરતી-ધૂન કરી ભગવાનને કાલાવાલા કરાયા. રામલલાની અમીદ્રષ્ટિ તેમના પર હંમેશા રહે એવી કરી પ્રાર્થના કરાઈ. 84 સેકન્ડના અદભૂત યોગ વચ્ચે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. 

આ મૂર્તિને કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવી છે, જેને શાલીગ્રામ શિલામાંથી બનાવવામાં આવી છે. શાલીગ્રામ શીલાનું આયુષ્ય હજારો વર્ષોનું હોય છે. તે જળરોધી હોય છે. ચંદન અને રોલી લગાવવાથી પણ આ મૂર્તિની ચમક ઓછી થતી નથી. 

નખથી શિખ સુધીની રામલલ્લાની મૂર્તિની કુલ ઉંચાઈ 51 ઈંચ છે અને અંદાજિત વજન 200 કિલો છે. 

અયોધ્યામાં રામ મંદિરનુ સપનુ સાકાર થઈ જતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુશખુશાલ જોવા મળ્યા હતા. તેઓએ હસતા ચહેરે મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news