રાજીવ-સોનિયા ગાંધીના અંગત ગણાતા ટોમ વડક્કન કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

ટોમ વડક્કનને કોંગ્રેસના ખુબ જ વફાદાર અને સોનિયા ગાંધીના અંગત માનવામાં આવતા હતા

રાજીવ-સોનિયા ગાંધીના અંગત ગણાતા ટોમ વડક્કન કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

નવી દિલ્હી : ટોમ વડક્કનને કોંગ્રેસને ખુબ જ વફાદાર અને સોનિયા ગાંધીના ખુબ જ નજીકનાં નેતા માનવામાં આવતા હતા. તેઓ 1990માં સોનિયા ગાંધી દ્વારા સ્થાપિત પહેલી મીડિયા સમિતીનો હિસ્સો હતા. સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ આ સમિતીની રચના કરી હતી. ટોમને સોનિયા ગાંધી જ નહી પાર્ટીના વરિષ્ઠ નેતા વિસેંટ જ્યોર્જનાં પણ નજીકનાં નેતા માનવામાં આવે છે. ટોમ વડક્કન કોઇ જમાનામાં કોંગ્રેસ પ્રવક્તા અને દરરોજ ટેલિવિઝન સ્ક્રીન પર દેખાતો ચહેરો હતા. જો કે હાલના વર્ષોમાં કોંગ્રેસની અંદર પ્રિયંકા ચતુર્વેદી, પવન ખેડા, અને જયવીર સિંહ જેવા પ્રવક્તાઓની ધાક વધવાનાં કારણે પોતે ઉપેક્ષીત હતા. તેમણે પાર્ટીની અંદર આ પ્રકારે મહત્વ નહી મળવાનાં કારણે ટોમે ભાજપ સાથે જોડાઇ ગયા છે. 

ભાજપમાં જોડાયાની સાથે જ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
તેમનાં ભાજપમાં સમાવેશ થવા અંગે કોંગ્રેસે દુખ વ્યક્ત કર્યું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલે વડક્કનને શુભકામનાઓ આપતા કહ્યું કે, તેમનાં ભાજપમાં સમાવેશ થવાથી દુખી છે. આશા છે કે ટોમની આકાંક્ષાઓ પુર્ણ થશે. બીજી તરફ ટોમ વડક્કને પણ ભાજપમાં જોડાતાની સાતે જ કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદના આતંકવાદી સ્થળો પર વાયુસેનાએ હુમલા બાદ  આવેલી પાર્ટીની પ્રતિક્રિયાઓ પર દુખ વ્યક્ત કર્યું. વડક્કને કહ્યું કે, તેમણે કોંગ્રેસ દ્વારા સેના પર ઉઠાવાયેલા સવાલોથી દુખ છે. તેમણે કોંગ્રેસ પાર્ટી પર આરોપ લગાવ્યો કે જ્યારે રાજનીતિક સ્ટેન્ડ રાષ્ટ્રની વિરુદ્ધ જાય છે તો એવામાં પાર્ટી છોડવા સિવાય કોઇ ચારો નથી રહી જતો. વડક્કને કહ્યું કે, તેઓ કોંગ્રેસની અંદર સ્થિતીઓ મુદ્દે ખુબ જ દુખી છે જ્યાં તે સ્પષ્ટ નથી કે સત્તાના કેન્દ્રમાં કોણ છે.

રાજીવ ગાંધીના સંપર્કમાં આવ્યા બાદ કોંગ્રેસમાં જોડાયા હતા
કોંગ્રેસમાં જોડાયા પહેલા 1980નાં દશકમાં ટોમ વડક્કન કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા હતા. રાજીવ ગાંધીના સંપર્કમાં આવ્યા બાદ ટોમ વડક્કને પોતાની નોકરી છોડી દીધી અને તેઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં વડક્કનને ત્રિશુરથી પાર્ટી ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા. જો કે આખરે તેમની ટીકિટ કાપી દેવામાં આવી. તેઓ કેરળનાં ત્રિશુરનાં જ રહેનારા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news