દેશમાં કોરોનાના 6412 દર્દી, 199ના મોત; છેલ્લા 24 કલાકમાં 678 નવા કેસ: સ્વાસ્થ્ય મંત્રાલય

દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીઓની સંખ્યા વધી 6412 થઈ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 678 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં આ બીમારીથી 199 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry)ના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
દેશમાં કોરોનાના 6412 દર્દી, 199ના મોત; છેલ્લા 24 કલાકમાં 678 નવા કેસ: સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીઓની સંખ્યા વધી 6412 થઈ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 678 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં આ બીમારીથી 199 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry)ના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.

અગ્રવાલે જણાવ્યું હતું કે, દેશમાં હાલ 146 સરકારી લેબ અને 67 પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટ થઈ રહ્યાં છે. ગઈકાલે ગુરૂવારના 16002 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. માત્ર 2 ટકા યોઝિટીવ કેસ સામે આવ્યા હતા. એકત્ર કરવામાં આવેલા સેમ્પલના આધાર પર કહી શકાય કે સંક્રમણના કેસ વધારે નથી.

અગ્રવાલે વધુમાં જણાવ્યું કે, અમે ઘરેલૂ સ્તર પર 1 કરોડ હાઈડ્રોક્સીક્લોરોક્વિન ટેબલેટની જરૂરીયાત છે. જ્યારે આપણી પાસે 3.28 કરોડ ટેબલેટ ઉપલબ્ધ છે. ડોક્ટર અને સ્વાસ્થ્ય કર્મચારીઓની સાથે થઈ રહેલા દુરવ્યવહારની ઘટનાઓની નિંદા કરતા અગ્રવાલે કહ્યું કે, કોરોના વાયરસથી સાચો સંઘષ અમારા સ્વાસ્થ્ય કર્મચારી કરી રહ્યા છે. તેમની સાથે દુરવ્યવહારની કોઈપણ ઘટાના આપણા માટે ચિંતાજનક છે. આ પ્રકારની ઘટનાઓથી તેમનું મનોબળ ઘટશે.

સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં હાજર વિદેશ મંત્રાલયના અધિકારી દામૂ રવિએ કહ્યું, 20 હજારથી વધારે વિદેશીઓને ભારતથી બહાર મોકલવામાં આવ્યા છે. રાજ્ય સરકારે પણ મદદ કરી છે. હાઈડ્રોક્સીક્લોરોક્વિનની દુનિયાભરમાંથી ભારે ડિમાન્ડ આવી રહી છે. ભારત તેની જરૂરીયાતને જોઇને વ્યવસ્થા કરી બીજા દેશોમાં પણ મોકલી રહ્યું છે. પહેલા લીસ્ટમાં જે દેશોએ માગ કરી હતી, તેમને જરૂરીયાતની મેડિસિન મોકલી દેવામાં આવી છે. બીજા લિસ્ટ પર અમે કામ કરી રહ્યાં છીએ.

ગૃહ મંત્રાલયની સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીમા સરુક્ષા દળ (બીએસએફ)ને પાકિસ્તાન અને બંગ્લાદેશ બોર્ડર પર સતર્કતા વધારવા કહ્યું છે. ખાસ કરીને તે વિસ્તારોમાં જ્યાં સુરક્ષા વાડ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news