બિહાર-નેપાળ બોર્ડર દ્વારા રચવામાં આવી રહ્યું છે ભારતમાં કોરોના ફેલાવાનું ષડયંત્ર, આ શખ્સ બનાવી રહ્યો છે પ્લાન
Trending Photos
નવી દિલ્હી: બિહારથી કોરોના વાયરસ (Coronavirus)થી જોડાયેલા એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. બેતિયાના ડીએમે એસપીને પત્ર લખી બિહાર-નેપાળ બોર્ડરના સંબંધમાં એલર્ટ કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, તસ્કર જાલિમ મુખિયા કોરોના સંક્રમિત ભારતીય મુસ્લિમોને મોકલી કોરોના ફેલાવાનું ષડયંત્ર રચી રહ્યું છે.
જામિલ મુખિયા થાણા સેમરા નેપાળથી છે અને ભારતમાં કોરોના ફેલાવાનો પ્લાન બનાવી રહ્યો છે. તેનો પ્લાન 40થી 50 કોરોના સંદિગ્ધ ભારતીય મુસલિમોને ભારત મોકલવાનો છે. જાલિમ મુખ્યા હથિયાર તસ્કરી, ડ્રગ્સ વગેરેનો ઘંઘો કરે છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર જાલિમ મુખિયાને જાલિમ મિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. જાલિમ મુખિયા બિહાર નેપાળ બોર્ડર પર સ્થિત નેપાળના પર્સા જિલ્લાના જગરનાથપુર ગામ પાલિકાના મેયર છે. જાલિમ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટ (માઓવાદી)નો સ્થાનિક નેતા છે.
આ મામલે SSBના 47 બટાલિયન સતર્ક રહવાનો આદેશ આપ્યો છે અને બગહા, નરકટિયાગંજ, સિકટા મેનતાડ અને ગોનાહા બોર્ડર પર સતર્કતા વધારવાના આદેશ આપ્યા છે.
SSBના પત્ર પર બિહારના અપર મુખ્ય સચિવ આમિર સુબહાનીનું કહેવું છે કે, તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. ગૃહ મંત્રાલયને પણ જાણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, લોકો ઘુસ્યા નથી પરંતુ ઘુસવાની તકમાં છે. ત્યાના ડીએમ અને એસપીને આદેશ આપવામાં આવ્યો છે.
આમિર સુબહાનીએ કહ્યું કે, આ લોકોને ઘુસવા દેવામાં આવશે નહીં. મામલો નેપાળમાં છે પરંતુ અમે અમારા અધિકારીઓને એલર્ટ કર્યા છે. મરકઝ મામલે કાર્યવાહી થઈ રહી છે.
3 એપ્રિલના SSBના જિલ્લા પ્રશાસનથી આ ઈનપુટ શેર કર્યા હતા. ત્યારબાદ પશ્ચિમ ચંપારણ DMએ પોલીસને એલર્ટ કર્યા હતા.
આ મામલે બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જાલિમ મુખ્યા મામલે 4 દિવસ પહેલા જિલ્લાના ડીએમ એસપીને એલર્ટ માટે કહેવામાં આવ્યું છે. કોરોના સંક્રમિત લોકોની સુચના આપવામાં આવી છે. પરંતુ સુચનાની હજું સુધી પુષ્ટી થઈ શકી નથી.
ત્યારે ક્વોરંટાઈનના નિયમોનું ઉલ્લંઘન કરનાર પર હવે કેસ નોંધવામાં આવશે. ગોપાલગંજ જેવા કિસ્સામાં પોલીસ ગંભીર છે. સિવાનમાં એખ જ પરિવારના કેટલાક લોકો ઝપટમાં આવ્યા છે. જે વિસ્તારને સીલ કરવામાં આવ્યા છે ત્યાં કર્ફ્યૂ જેવા હાલાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે