કોરોના રસી પાછળ આવું પાગલપણું? 84 વર્ષના વૃદ્ધે એટલી બધી વાર રસીનો ડોઝ લીધો...આંકડો જાણી ચોંકશો
તમે અનેક ધૂની લોકો જોયા હશે પરંતુ અહીં અમે તમને એક એવા વૃદ્ધ વિશે જણાવીશું જેને કોરોના રસી લેવાની ધૂન ચડી ગઈ છે.
Trending Photos
Ajab Gajab News: તમે અનેક ધૂની લોકો જોયા હશે પરંતુ અહીં અમે તમને એક એવા વૃદ્ધ વિશે જણાવીશું જેને કોરોના રસી લેવાની ધૂન ચડી ગઈ છે. તમે જાણીને ચોંકી જશો કે આ વ્યક્તિએ અત્યાર સુધીમાં કોરોના રસીના 12 ડોઝ લીધા છે. દેશમાં જ્યાં અનેક લોકોને કોવિડનો એક ડોઝ પણ મળી શક્યો નથી ત્યાં બિહારના આ 84 વર્ષના વૃદ્ધને કોરોના રસી લેવાની ધૂન સવાર થઈ ગઈ છે.
અલગ અલગ જગ્યાએ જઈને લીધી રસી
બિહારના મધેપુરા જિલ્લાના પુરૈની પ્રખંડ હેઠળ આવતા ઔરાય ગામના રહીશ બ્રહ્મદેવ મંડળ નામના વૃદ્ધે અલગ અલગ જગ્યાએ જઈને કોરોના રસીના 12 ડોઝ લીધા. બ્રહ્મદેવ મંડળનું કહેવું છે કે તેમને રસીથી ખુબ જ ફાયદો થયો છે. કોરોના રસી લીધા બાદ તેમના ઘૂંટણના દુ:ખાવામાં આરામ મળ્યો છે. આ કારણે તેમણે રસીના આટલા બધા ડોઝ લીધા છે. અત્રે જણાવવાનું બ્રહ્મદેવ મંડળે ઘણા લાંબા સમય સુધી ગ્રામીણ ડોક્ટર તરીકે કામ કર્યું છે.
12મો ડોઝ લીધો તે સમયે થયો ખુલાસો
મીડિયા રિપોર્ટ મુજબ બ્રહ્મદેવ મંડળ કોરોના રસીનો 12મો ડોઝ લગાવવા માટે આવ્યા હતા બસ તે સમયે તેમની આ હરકતનો ખુલાસો થયો. હકીકતમાં તેઓ જે ચૌસા સેન્ટર પર 12મો ડોઝ લેવા ગયા હતા ત્યાંના લોકોએ તેમને ઓળખી લીધા. ત્યારબાદ તેમની આ રસીની ઘેલછાનો ખુલાસો થયો. કહેવાય છે કે તેઓ દર વખતે રસી લેવા માટે મોબાઈલ નંબર બદલતા હતા. આ મામલો સામે આવ્યા બાદ ચિકિત્સા પદાધિકારીઓ દંગ રહી ગયા. તેમણે કહ્યું કે મામલાની તપાસ થઈ રહી છે.
ડેટ અને સમય નોંધી રાખ્યો
બ્રહ્મદેવ મંડળે પોતાના પ્રત્યેક ડોઝની ડેટ, જગ્યા અને ટાઈમ નોંધી રાખ્યા છે. બ્રહ્મદેવ મંડળ પોસ્ટ વિભાગમાંથી રિટાયર્ડ થઈ ચૂક્યા છે. આ મામલે અધિકારીઓનું કહેવું છે કે વારંવાર આઈડી બદલીને રસી લેવી એ નિયમો વિરુદ્ધ છે. કેસની તપાસ બાદ કાર્યવાહી પણ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે