Honeymoon Place: ભારતમાં આવેલા આ આઈલેન્ડ હનીમૂન પર જવા માટે છે બેસ્ટ ઓપ્શન

Best Honeymoon Spots: ભારતની ખુબસુરતીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી લાખો પર્યટકો આવે છે. ભારતમાં એવા ઘણાં આઈલેન્ડ છે, જેની સુંદરતા મનને લોભાવનારી હોય છે. આજના આ આર્ટીકલના માધ્યમથી અમે તમને ભારતમાં આવેલા આવા અન્ય કેટલાક આઈલેન્ડ વિશે જણાવવા જઈ રહ્યા છે.

Honeymoon Place: ભારતમાં આવેલા આ આઈલેન્ડ હનીમૂન પર જવા માટે છે બેસ્ટ ઓપ્શન

Tour and Travel: ભારતની ખુબસુરતીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી લાખો પર્યટકો આવે છે. ભારતમાં એવા ઘણાં આઈલેન્ડ છે, જેની સુંદરતા મનને લોભાવનારી હોય છે. આજના આ આર્ટીકલના માધ્યમથી અમે તમને ભારતમાં આવેલા આવા અન્ય કેટલાક આઈલેન્ડ વિશે જણાવવા જઈ રહ્યા છે.

આ આઈલેન્ડની સુંદરતા જોઈને તમારુ મન પણ મોહી ઉઠશે. ચાલો જાણીએ આ આઈલેન્ડ વિશે વધુ વિગતવાર

દીવ આઈલેન્ડ, ગુજરાત
ગુજરાતમાં આવેલ દીવ આઈલેન્ડ ખૂબ જ સુંદર છે. આ આઈલેન્ડ દક્ષિણ તટ પર આવેલ છે. તમને આ આઈલેન્ડમાં ગુજરાતી અને પોર્ટુગીઝ સંસ્કૃતિનું સંયુક્ત સ્વરૂપ છે. જો તમે પણ અહીં જવાનું વિચારી રહ્યા છો તો માર્ચથી જુલાઈ મહિનો બેસ્ટ છે.  અહીં ગરમીનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે.

બૈરન આઈલેન્ડ, અંદમાન
અંદમાનમાં આવેલ બૈરન આઈલેન્ડ પોતાની સુંદરતા માટે ઓળખાય છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં આવેલો આ દ્વીપ એકમાત્ર એવો દ્વીપ છે જ્યાં સક્રિય જ્વાળામુખી આવેલો છે. આ સિવાય દ્વીપમાં રહેવાની કોઈ જગ્યા નથી. બેરન ટાપુ એ આંદામાન ટાપુઓનો સૌથી પૂર્વીય ટાપુ છે.

માજુલી, અસમ
દુનિયાનો સૌથી મોટો રિવર આઈલેન્ડ અસમ રાજ્યમાં બ્રહ્મપુત્ર નદીનાં તટે આવેલ માજુલા આઈલેન્ડ છે. તમને જણાવી દઈએ કે, આ આઈલેન્ડ દક્ષિણમાં બ્રહ્મપુત્રા નદી અને ઉત્તરમાં સુબનસિરી નદી વચ્ચે આવેલો છે. આ આઈલેન્ડને 16મી શતાબ્દી પછી અસમની સાંસ્કૃતિક રાજધાનીનાં રૂપથી ઓળખવામાં આવ્યો.

સાઓ જૈસિંટો
મોર્મુગાઓ ખાડીમાં આવેલો સાઓ જૈસિંટો એક નાનો ટાપુ છે. બોગમાલો ટાપુ બીચથી લગભગ 7 કિલોમીટરના અંતરે આવેલ છે. તમે તમારા મિત્રો સાથે ફરવા માટે અહીં આવી શકો છો. જો તમે પ્રકૃતિને પ્રેમ કરો છો, તો આ ટાપુ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે આ ટાપુ પર અપાર પ્રાકૃતિક સૌંદર્ય જોવા મળશે.

આંદમાન ટાપુ
જો તમારે ફરવા જવું હોય અને ભીડથી દૂર કોઈ રિલેક્સ્ડ જગ્યાએ જવું હોય તો આંદમાન આઈલેન્ડ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. તમને જણાવી દઈએ કે કપલ્સ પણ હનીમૂન માટે આ આઈલેન્ડ પર જવાનું પસંદ કરે છે. જો તમે પણ અહીં જવા માંગતા હોવ તો ડિસેમ્બરથી માર્ચ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીંના નાના ધોધ મુલાકાતીઓને આકર્ષે છે. આંદમાન ટાપુ ઘણા લોકોની પબેલી પસંદ હોય છે.

લક્ષદ્વીપ
ભારતના સૌથી નાના ટાપુનું નામ લક્ષદ્વીપ છે. ભલે આ ટાપુ અન્ય ટાપુઓ કરતાં ક્ષેત્રફળમાં નાનો છે, પરંતુ અહીંની વ્યવસ્થા બેસ્ટ છે. અહીં તમને અન્ય ટાપુઓ કરતાં વધુ સ્વચ્છતા જોવા મળશે. સમુદ્રનું પાણી તેની સ્પષ્ટતાને કારણે એકદમ નીલા રંગનું દેખાય છે. ઘણા પ્રવાસીઓ અહીંથી મોતીની ખરીદી પણ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news