દેશની સરકાર ઘણુ બધુ કરી શકે છે પરંતુ બધુ નથી કરી શકતી: ભાગવત
પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ હેડગેવારને શ્રદ્ધાંજલી અર્પીત કર્યા બાદ સભાને સંબોધિત કરે તે અગાઉ મોહન ભાગવતે કર્યું સંબોધન
Trending Photos
નાગપુર : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા માટે નાગપુર પહોંચેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુરૂવારે સાંજે 5 વાગ્યે સંઘના સંસ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારની સ્મૃતી સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન સરસંઘ ચાલક મોહન ભાગવતે પુર્વ રાષ્ટ્રપતિને ફૂલોનું બુકે ભેટમાં આપીને સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ પુર્વ રાષ્ટ્રપતિએ હેડગેવારને શ્રદ્ધાંજલી અર્પીત કરી હતી. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ આરએસએસનાં તૃતીય વર્ષ શિક્ષણ સમાપન સમારોહ પ્રસંગે કાર્યકર્તાઓનો સંબોધિત કરશે. પ્રણવ આ કાર્યક્રમનાં મુખ્ય અતિથિ છે.
નાગપુરનાં રેશમબાગ મેદાન પર કાર્યક્રમ સાંજે 6.30 વાગ્યે ચાલુ થઇ ચુક્યો છે. સમાચાર છે કે આ કાર્યક્રમમાં પોતાનાં સંબોધન દરમિયાન મુખર્જી સંઘને કોઇ પણ પ્રકારની કોઇ પણ સલાહ નહી આપે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, પ્રણવ દાનાં ભાષણમાં રાષ્ટ્ર, રાષ્ટ્રીયતા અને દેશપ્રેમનો ઉલ્લેખ હશે. જો કે પુર્વ રાષ્ટ્રપતિનાં સંબોધન અગાઉ સરસંઘ ચાલક મોહન ભાગવતે સંબોધન કર્યું હતું.
Live અપડેટ
- ભારતનો એક નાગરિક બીજા માટે પરાયો કઇ રીતે થઇ શકે છે.
- દેશની સરકાર ઘણુ બધુ કરી શકે છે પરંતુ બધુ જ નથી કરી શકતી
- આપણે સામાન્ય લોકોને પણ સમાનતા પર લાવવા પડશે.
- અમે વિવિધતામાં એકતાને એક સાથે લઇને ચાલીએ છીએ
- દરેક ભારતીયનાં પુર્વજો એક જ છે
- શક્તિનાં સકારાત્મક ઉપયોગ માટે શીલ જરૂરી
- સંઘ લોકશાહીક વિચારસરણી ધરાવતું સંગઠન
- અનિયંત્રીત શક્તિ ખુબ જ ખતરાવાળી બાબત છે.
-વાતાવરણ બનાવનારા લોકોની જરૂર
- આપણે વિવિધતામાં એકતા લઇને ચાલી રહ્યા છીએ
- હિન્દૂ ભારતનું ભાગ્ય નિશ્ચિત કરવા માટે ઉત્તરદાયી છે
- સંગઠીત સમાજ થકી જ દેશ બદલી શકે છે
- પ્રણવ મુખર્જી આવ્યા તે અંગે પેદા કરાયેલો વિવાદ યોગ્ય નથી
- સંઘ માત્ર હિંદુ નહી દરેક સમાજ માટે છે.
- પ્રણવ મુખર્જી એક આદરણીય વ્યક્તિ છે.
- પ્રણવ મુખર્જી અને સંઘ બંન્ને અલગ અલગ
- વિવિધતામાં એકતા આપણી સૌથી મોટી શક્તિ
- હળીમળીને રહેવું આપણી સંસ્કૃતી છે
- સંઘનું આમંત્રણ પ્રણવ મુખર્જીએ હૃદયથી સ્વિકાર્યું
- ભારતમાં જન્મેલો દરેક વ્યક્તિ ભારતીય છે.
- વિચારોનાં આદાન પ્રદાનની ભારતની જુની પરંપરા છે -RSS
- આરએસએસ દ્વારા અધિકારીક નિવેદનમાં જણાવાયું કે અલગ અલગ વિચારો હોવા છતા પ્રણવ મુખર્જીએ આમંત્રણ સ્વિકાર્યું
- સંઘ મુખ્યમથકમાં પથ સંચાલન ચાલી રહ્યું છે, થોડા સમયમાં ભાષણ આપશે પ્રણવ મુખર્જી
- સંઘમુખ્યાલયમાં પથ સંચાલન ચાલી રહ્યું છે. થોડા સમયમાં ભાષણ આપશે પ્રણવ મુખર્જી
- ત્યાર બાદ ધ્વજા પ્રણામ કરવામાં આવ્યું, ત્યાર બાદ સંઘની પ્રાર્થના નમસ્તે સદા વત્સલે ગાવામાં આવી.
- સંઘ પ્રમુખ મોહન ભાગવત અને પ્રણવ મુખર્જીની હાજરીમાં ધ્વજારોહણ કર્યું.
- નાગપુરમાં આરએસએસ મુખ્યમથક પહોંચ્યા પ્રણવ મુખર્જી
- હેડગેવારનાં સ્મૃતી સ્થળની વિઝીટર બુકમાં પ્રણવ મુખર્જીએ લખ્યું કે,હું ભારત માંનાં મહાન સપુતને શ્રદ્ધાંજલી અર્પીત કરવા માટે આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે