દાવો : હ્યૂમન શીલ્ડ બનાવાયેલા દારને બિગબોસ માટે મળી હતી લાખોની ઓફર
જો કે હ્યુમન શીલ્ડ બનાવાયેલ ફારુખ અહેમદ દારે બિગ બોસ દ્વારા આપવામાં આવેલી ઓફરને ફગાવી દીધી હતી
Trending Photos
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં સેનાનાં વાહન પર હ્યૂમન શીલ્ડની જેમ બાંધવામાં આવ્યા બાદ ચર્ચામાં આવેલા ફારૂખ અહેમદ દારનાં મુદ્દે એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. દારનાં હવાલાથી એક કાશ્મીરી વેબસાઇટે દાવો કર્યો કે ગત્ત વર્ષે બિગબોસનાં નિર્માતાઓએ તેને રિયાલિટી ગેમ શો માટે ઓફર આપી હતી. તેનાં માટે તેમને 50 લાખ રૂપિયાની ઓફર પણ મળી હતી.
રિપોર્ટ અનુસાર દારે નિર્માતાઓનાં પ્રપોઝલને રદ્દ કરી દીધું હતું. ફારૂખ દારે ધ વિટનેસ પોસ્ટ નામની કાશ્મીરી વેબસાઇટને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મને બિગબોસનાં નિર્માતાઓએ 50 લાખ રૂપિયા ઓફર કર્યા હતા. મારી ટિકિટ પણ બુક કરી દેવામાં આવી હતી.
શા માટે બિગબોસની ઓફર ફગાવાઇ ?
અમાનવીય પદ્ધતીથી સેનાનાં વાહનો પર બંધાયા બાદ તેને 10 લાખ રૂપિયાની ભરપાઇ તરીકે આપવાની વાત સામે આવી છે. જુલાઇમાં તેમને પૈસા મળવાનાં છે. આ જ કારણે ગત્ત વર્ષે તેમણે આ શો કરવાની મનાઇ કરી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરનાં માનવાધિકાર પંચે રાજ્ય સરકારને ફારુખને 10 લાખ રૂપિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું, જો કે રાજ્ય સરકારે તેને આપવાની મનાઇ કરી દીધી હતી.
ફારુકે કહ્યું કે, જ્યારે હું મારા પોતાના ઘરમાંથી એકલો નથી નિકળી શકતો તો ક્યાંય જવાનો સવાલ જ પેદા નથી થતો. માને ડર લાગે છે. હું ઇજ્જત સાથેનું જીવન જીવવા માંગું છું. જો કે નિર્માતાઓ અથવા કોઇ એવા બીજા સોર્સથી અત્યાર સુધી ફારુખને બિગ બોસથી ઓફરની અધિકારીક સમાચાર સામે નથી આવી. ફારુખનાં દાવા જો કે કેટલું સત્ય છે તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા નથી થયું. અત્રે નોંધનીય છે કે, બિગબોસની ગત્ત સિઝન શિલ્પા શિંદે જીત્યા હતા. રિયાલિટી શો ઘણા રસપ્રદ હતા. તેમાં હિના ખાન અને શિલ્પા અંતિમ સમય સુધી પહોંચ્યા હતા. જો કે બિગ બોસનો ખિતાબ શિલ્પાને મળ્યો. શોમાં કોઇ વિવાદ સામે આવ્યા હતા અને તે ખુબ જ રસપ્રદ રહ્યું હતું. હાલ બિગબોસની આગામી સીઝનની તૈયારીઓ પણ ચાલુ થઇ ચુકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે