કોરોનાની ત્રીજી લહેરનો બાળકો પર કેટલો પડશે દુષ્પ્રભાવ, WHO અને AIIMS એ કર્યો સર્વે, જાણો પરિણામ
સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે ડબ્લ્યૂએચઓ અને એમ્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે કોરોના સંક્રમણની ત્રીજી લહેરમાં બાળકો વધુ પ્રભાવિત થવાની આશંકા ઓછી છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસની ત્રીજી સંભવિત લહેરની બાળકો પર કેટલી અસર પડશે તે વિશે અભ્યાસ થઈ રહ્યો છે. નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકોના અલગ-અલગ દાવા પણ સામે આવી રહ્યાં છે. આ કડીમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને AIIMS નું સર્વેક્ષણ સામે આવ્યું છે. સમાચાર એજન્સી એનઆઈએ આ સર્વેક્ષણના હવાલાથી કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરની બાળકો પર વધુ પ્રભાવ પડવાની સંભાવના નથી.
સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે ડબ્લ્યૂએચઓ અને એમ્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે કોરોના સંક્રમણની ત્રીજી લહેરમાં બાળકો વધુ પ્રભાવિત થવાની આશંકા ઓછી છે. સર્વેમાં વયસ્કોના મુકાબલે બાળકોમાં સાર્સ-સીઓવી-2ની સીરો પોઝિટિવિટી રેટ વધુ હતો. આ સર્વેક્ષણ દેશના પાંચ રાજ્યોમાં કરવામાં આવ્યું હતું. આ સર્વેમાં સર્વેક્ષણમાં 10 હજાર નમૂના લેવામાં આવ્યા હતા.
તેમ છતાં સરકાર ત્રીજી લહેરને લઈને એલર્ટ થઈ ગઈ છે. સરકારે પોતાના દિશા-નિર્દોશમાં કહ્યું કે, કોરોનાના વયસ્ક રોગીઓની સારવારમાં કામ આવનારી આઇવરમેક્ટિન, હાઇડ્રોક્સીક્લોરોક્વીન, ફેવિપિરાવિર જેવી દવાઓ અને ડાક્સીસાઇક્લિન તથા એજિથ્રોમાઇસિન જેવી એન્ટીબાયોટિક દવાઓ બાળકોની સારવાર માટે અનુકૂળ નથી. સરકારે બાળકોમાં સંક્રમણના આંકડા ભેગા કરવા માટે રાષ્ટ્રીય રજીસ્ટ્રેશનની ભલામણ કરી છે.
સરકારનું કહેવું છે કે બાળકોની યોગ્ય દેખભાળ માટે સ્વાસ્થ્ય અધિકારીઓની ક્ષમતા વધારવાનું કામ શરૂ કરવું જોઈએ. બાળકોની હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત બાળકો માટે અલગ બેડની વ્યવસ્થા કરવી જોઈએ. સરકાર તરફથી જારી ગાઇડલાઇનમાં પણ તે કહેવામાં આવ્યું કે, કોવિડ હોસ્પિટલોમાં બાળકોની દેખરેખ માટે અલગ ક્ષેત્ર બનાવવું જોઈએ જ્યાં બાળકોની સાથે તેના માતા-પિતાને આવવાની મંજૂરી હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે