New Rules: 1 એપ્રિલથી બદલાઈ જશે આ 5 નિયમ, તમારાં ખિસ્સા પર પડશે સીધી અસર
New Rules From 1st April: નવું નાણાકીય વર્ષ 2023-24 શરૂ થવામાં માત્ર બે દિવસ બાકી છે અને 1 એપ્રિલથી ઘણા ફેરફારો થવાના છે. આ ફેરફારો તમારા ખિસ્સા પર અસર કરશે. જો તમે હજુ સુધી નાણાકીય વર્ષ 2021-22 માટે રિટર્ન સબમિટ કર્યું નથી, તો કરદાતાઓ 31 માર્ચ સુધીમાં તેમનું રિટર્ન સબમિટ કરી શકે છે. જરા જાણી લેજો
Trending Photos
New Rules From 1st April: 1 એપ્રિલથી નવું નાણાંકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. અને આ નવા નાણાંકીય વર્ષમાં અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે. જેમાં આવકવેરો, આધાર-પાન લિંક, હોલમાર્કિંગના નિયમોનો સમાવેશ થાય છે. જો તમે આ બાબતે ધ્યાન નહીં રાખો તો તમને મોટુ નુક્સાન થવાની સંભાવના છે. તમારે કોઈ સમસ્યા હોય તો તાત્કાલિક આ બાબતનો ઉકેલ લાવી દો એ જરૂરી છે.
1. નાણાંકીય વર્ષ 2020-21નું રિટર્ન જમા કરાવવા માટે કરદાતાઓએ સામાન્ય ટેક્સની સાથે 5 હજાર રૂપિયા દંડ અને 25 ટકા વધુ ટેક્સ અને વ્યાજ આપવાનું રહેશે. જો 31 માર્ચ સુધી જમા ન થયું તો 50 ટકા વધુ ટેક્સ આપવાનો રહેશે. તો નાણાંકીય વર્ષ 2019-20નું રિટર્ન કરદાતા 5000 રૂપિયાનો દંડ અને 50 ટકા વધુ ટેક્સ સાથે જમા કરાવી સકો છો. 31 માર્ચ સુધી જો આ કામ ન કર્યું તો હવે 2019-20ના કરદાતા રિટર્ન દાખલ નહીં કરી શકે.
2. આધાર અને પાન કાર્ડને લિંક કરવાની અવધિ 30 જૂન સુધી વધારી દેવામાં આવી છે. હવે તમે દંડ ભરીને તમારા આધારને પાન સાથે 30 જૂન સુધીમાં લિંક કરાવી શકો છો.
આ પણ વાંચો:
ગુજરાત હાઈકોર્ટને મળ્યા બે નવા જજ: કુલ સંખ્યા 31 પર પહોંચી,જુઓ કોના નામોની થઈ પસંદગી
આ હકીકત જાણી લેજો! કેરીના રસિયાઓ…વાટે રેજો, આ વર્ષે ક્યારે અને શું ભાવે મળશે કેરી?
ધર્મ અને રાજનીતિ જ્યાં સુધી અલગ નહીં થાય, હેટ સ્પીચ ખતમ નહીં થાયઃ સુપ્રીમ
3. પહેલી એપ્રિલથી આભૂષણો પર હોલમાર્કિંગ અનિવાર્ટ થયું છે. એટલે કે જ્વેલર્સ માત્ર એ જ આભૂષણો વેચી શકશે તેના પર HUID નંબર હોય. જો કે, ગ્રાહક તેમના જૂના આભૂષણો હૉલમાર્ક વિના વેચી શકશે.
4. જો તમારી પાસે પાંચ લાખથી વધુનું વાર્ષિક પ્રીમિયમ ધરાવતી પોલીસી છે અથવા તો ખરીદવાના છો, તો રાહ જુઓ. 2023ની 1એપ્રિલથી નવો નિયમ લાગૂ પડશે. જેમાં પાંચ લાખથી વધુ પ્રીમિયમ વાળી વીમા પોલિસીથી થતી આવક પર ટેક્સ આપવાનો રહેશે. જો કે તેમાં યૂલિપ પ્લાનનો સમાવેશ નથી થતો.
5. 1 એપ્રિલથી શેર બજારને લગતા કેટલાક નિયમો પણ બદલાઈ રહ્યા છે. જે અંતર્ગત ડીમેટ ખાતા ધારકોએ નોમિની નિયુક્ત કરવાનો રહેશે. જો એવું નહીં હોય તો ખાતાને ફ્રીઝ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો:
કર્ણાટકમાં કઇ પાર્ટીને મળશે કેટલી સીટો? Zee News ના ઓપિનિયન પોલે ચોંકાવ્યા
World Cup 2023: ભારતમાં નહીં પરંતુ બાંગ્લાદેશમાં વિશ્વકપની મેચ રમી શકે છે પાકિસ્તાન
જાણો બ્લેક કોફીનો સૌથી મોટો અને બેસ્ટ ફાયદો, આ રોગ થવાની ઘટે છે શક્યતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે