Farmers Agitation : કૃષિ કાયદો પરત લેવાની માંગ પર કિસાન અડિગ, સરકારે કહ્યું- અસલી કિસાન સંગઠનો સાથે કરીશું વાત

Farmers Protest Updates : ત્રણ નવા કેન્દ્રીય કૃષિ કાયદા પર આંદોલનકારી કિસાનો અને સરકાર વચ્ચે ખેંચતાણ વધતી જોવા મળી રહી છે. એક તરફ સરકાર તેને પરત ન લેવાનો સંકેત આપી રહ્યાં છે તો બીજીતરફ કિસાન તેનાથી ઓછા માનવાને તૈયાર નથી. 

 Farmers Agitation : કૃષિ કાયદો પરત લેવાની માંગ પર કિસાન અડિગ, સરકારે કહ્યું- અસલી કિસાન સંગઠનો સાથે કરીશું વાત

નવી દિલ્હીઃ ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ પોતાનું વલણ કડક કરતા કિસાન નેતાઓએ મંગળવારે કહ્યુ કે, તે સરકાર પાસે આ કાયદા પરત લેવડાવશે અને કહ્યુ કે, તેમની લડાઈ તે સ્તર પર પહોંચી ગઈ છે, જ્યાં તે તેને જીતવા માટે પ્રતિબદ્ધ છે. તો સરકાર વારંવાર સંકેત આપી રહી છે કે નવા કાયદાને રદ્દ કરવામાં આવશે. હાં, તેમાં કિસાનોની માગો પ્રમાણે સંશોધન જરૂર કરી શકાય છે. 

બુધવારે ચિલ્લી બોર્ડરને જામ કરવાની જાહેરાત
સિંધુ બોર્ડર પર સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા કિસાનોએ તે જાહેરાત કરી કે બુધવારે દિલ્હી અને નોઇડા વચ્ચે ચિલ્લા બોર્ડરને સંપૂર્ણ રીતે જામ કરી દેવામાં આવશે. પત્રકાર પરિષદમાં રહેલ નેતા જગજીત ડલ્લેવાલે કહ્યુ, 'સરકાર કહી રહી છે કે તે આ કાયદાને પરત લેશે નહીં, અમે કહી રહ્યાં છીએ કે કાયદા પરત લેવડાવી રહીશું.' તેમણે કહ્યું, 'લડાઈ તે તબક્કામાં પહોંચી ગઈ છે જ્યાં અમે મામલાને જીતવા માટે પ્રતિબદ્ધ છીએ.' તેમણે કહ્યું, અમે વાતચીતથી ભાગી રહ્યાં નથી પરંતુ સરકારે અમારી માગો પર ધ્યાન આપવા અને મજબૂત પ્રસ્તાવની સાથે આવવું પડશે. 

દરરોજ એવરેજ એક આંદોલનકારી કિસાનનું મોત
ઘણા અન્ય કિસાન નેતાઓએ પણ સંવાદદાતા સંમેલનને સંબોધિત કર્યું અને લોકોને આહ્વાન કર્યુ કે, 20 ડિસેમ્બરે તે કિસાનોને શ્રદ્ધાંજલિ આપે, જેણે પ્રદર્શન દરમિયાન પોતાના જીવવ ગુમાવ્યા છે. કિસાન નેતા ઋષિપાલે કહ્યુ કે, નવેમ્બરના અંતિમ સપ્તાહમાં પ્રદર્શન શરૂ થયા બાદ દરરોજ એવરેજ એક કિસાનનું મોત થયુ છે. એક અન્ય કિસાન નેતાએ કહ્યુ, 'પ્રદર્શન દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર અને શહીદ થનાર કિસાનો માટે 20 ડિસેમ્બર સવારે 11 કલાકથી બપોરે એક સુધી દેશના બધા ગામ અને જિલ્લાના મુખ્યાલયોમાં શ્રદ્ધાંજલિ દિવસનું આયોજન કરવામાં આવશે.'

— ANI_HindiNews (@AHindinews) December 15, 2020

સરકારનો સ્પષ્ટ ઇશારો- પરત નહીં લઈએ કાયદો
બીજીતરફ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ, 'સરકાર વાસ્તવિક કિસાન સંગઠનોની સાથે વાતચીત જારી રાખવાના પક્ષમાં છે. મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (MSP) એક પ્રશાસનિક નિર્ણય છે અને તે જેમ છે તેમ બન્યું રહેશે. દેશના વિભિન્ન રાજ્યોમાં કૃષિ કાયદાનું સ્વાગત કર્યું છે.  મંગળવારે ભારતીય કિસાન યૂનિયનના સભ્યોએ કૃષિ ભવનમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી. તેની જાણકારી આપતા તોમરે કહ્યુ, 'યૂપીથી આવેલા ભારતીય કિસાન યૂનિયને રાષ્ટ્રીય અને પ્રાદેશિક પદાધિકારી સાથે વાતચીત કરી. તેમણે ત્રણેય કૃષિ સુધાર કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, અમે કાયદા અને સરકારની સાથે છીએ કૃષિ સુધાર કાયદાની જરૂરીયાત ઘણા લાંબા સમયથી હતી.'

— ANI_HindiNews (@AHindinews) December 15, 2020

પીએમે ફરી ઇશારામાં સાધ્યું વિપક્ષ પર નિશાન
આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, દિલ્હીની નજીક ભેગા થયેલા કિસાનોને ષડયંત્ર હેઠળ ગેરમાર્ગે દોર્યા છે. પીએમે કચ્છમાં કેટલીક વિકાસ યોજનાની આધારશિલા રાખ્યા બાદ મોદીએ કહ્યુ કે, તેમની સરકાર નવા કૃષિ કાયદા પર કિસાનોની ચિંતાઓનું સમાધાન કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news