ફારૂક અબ્દુલ્લાના નિવેદન પર ભાજપનો હુમલો, લગાવ્યા અનેક ગંભીર આરોપ


ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ વાર્તા દરમિયાન કહ્યુ ફારૂક અબ્દુલ્લાએ પોતાના ઈન્ટરવ્યૂમાં ચીનની વિસ્તારવાદી માનસિકતાને ન્યાયી ઠેરવી છે. 

ફારૂક અબ્દુલ્લાના નિવેદન પર ભાજપનો હુમલો, લગાવ્યા અનેક ગંભીર આરોપ

નવી દિલ્હીઃ નેશનલ કોન્પરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા તરફથી આર્ટિકલ 370 અને ચીનને લઈને આપવામાં આવેલા વિવાદિત નિવેદનને લઈને સોમવારે ભાજપે ફારૂક અબ્દુલ્લાના નિવેદનને દેશદ્રોહી ગણાવી દીધું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યુ કે, ફારૂક અબ્દુલ્લાએ પોતાના ઇન્ટરવ્યૂમાં ચીનની વિસ્તારવાદી માનસિકતાને ન્યાયી ગણાવી છે. એવું નથી કે માત્ર ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah) આવુ કહે છે. જો તમે ઈતિહાસમાં જશો તો અને રાહુલ ગાંધીના હાલના નિવેદનને સાંભળશો તો તમે જોશે કે બંન્ને એક સિક્કાની બે સપાટી છે. 

પાત્રાએ કહ્યુ કે, આ તે રાહુલ ગાંધી છે જેમણે એક સપ્તાહ પહેલા કહ્યુ હતુ કે પ્રધાનમંત્રી કાયર છે, પ્રધાનમંત્રી છુપાયેલા છે, ડરેલા છે. હકીકતમાં પાકિસ્તાન અને ચીનને લઈને જે પ્રકારનું નરમાઈ અને ભારતને લઈને જે પ્રકારની બેશર્મી તેના મનમાં છે, આ વાતો પોતાનામાં ઘણા સારા સવાલ ઉભા કરે છે. બીજા દેશોની પ્રશંસા અને પોતાના દેશ, પ્રધાનમંત્રી અને આર્મી માટે આ પ્રકારના વચન ક્યાં સુધી યોગ્ય છે, તે બધુ તમે જાણો છો. દેશની સંપ્રભુતા પર સવાલ ઉઠાવવો, દેશની સ્વતંત્રતા પર પ્રશ્નચિન્હ ઉભા કરવા શું એક સાસંદને શોભા આપે છે?

क्या ये देश विरोधी बातें नहीं हैं?

— BJP (@BJP4India) October 12, 2020

હકીકતમાં ફારૂક અબ્દુલ્લાએ આર્ટિકલ 370ના મુદ્દે નિવેદન આપ્યુ કે, ચીને કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો છે. તો સંબિત પાત્રાએ ફારૂક અબ્દુલ્લા પર આરોપ લગાવ્યો કે ફારૂક અબ્દુલ્લા આર્ટિકલ 370 ફરી સ્થાપિત કરવા માટે ચીનની મદદ લેશે. તેમણે ફારૂક અબ્દુલ્લાને દેશદ્રોહી ગણાવી દીધા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news