J&K: સોપોરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક ઘરમાં છૂપાયા છે 2-3 આતંકી
Trending Photos
બારામુલ્લા: નોર્થ કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષાદળોએ શનિવારે સાંજે આતંકીઓને ઘેર્યા. રેબ્બન વિસ્તારમાં હાલ આતંકીઓ સાથે એન્કાઉન્ટર(Encounter) ચાલુ છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રેબ્બનમાં 2-3 આતંકીઓ છૂપાયા હોવાની જાણાકરી મળી હતી ત્યારબાદ સુરક્ષાદળોએ ઓપરેશન શરૂ કર્યું.
એક અધિકારીએ જણાવ્યું કે સોપોર (Sopore) પોલીસ 22 આરઆર (રાષ્ટ્રીય રાયફલ્સ), અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે શનિવારે સાંજે સોપોના રેબન વિસ્તારમાં એક કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. વિસ્તારમાં આતંકીઓ હોવાની એક ગુપ્ત બાતમી મળી હતી.
તેમણે વધુમાં કહ્યું કે જેવી જોઈન્ટ ટીમે સંદિગ્ધ સ્થાનને ઘેર્યું કે આતંકીઓએ સર્ચ ટુકડી પર ફાયરિંગ શરૂ કરી દીધુ અને ત્યારબાદ જવાબી કાર્યવાહી શરૂ કરાતા એન્કાઉન્ટર શરૂ થઈ ગયું.
#Encounter has started at #Rebban area of #Sopore. Police and security forces are on the job. Further details shall follow. @JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) July 11, 2020
કાશ્મીર ઝોનના પોલીસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી જાણકારી અપાઈ કે સોપોરના રેબ્બન વિસ્તારમાં અથડામણ શરૂ થઈ છે. પોલીસ અને સુરક્ષાદળો પોતાના કામમાં લાગ્યાં છે. અત્રે જણાવવાનું કે ગત મહિને સોપોરના મોડલ ટાઉનમાં થયેલા આતંકી હુમલામાં એક નાગરિકનું મોત અને સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો. આ ઉપરાંત સીઆરપીએફના 3 જવાન ઘાયલ પણ થયા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે